TAPI : ઉચ્છલમાં કોલેજ બિલ્ડીંગના ઉદ્ઘઘાટનના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણને અસર, શાળામાં ચાલે છે કોલેજના વર્ગો

|

Oct 06, 2021 | 1:30 PM

ઉચ્છલ ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં કોલેજની મંજુરી મળી ગયા બાદ આ કોલેજનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ તાપી દ્વારા શરૂ કરવામાં આવતા આ કોલેજનું નવું મકાન 6.81 કરોડના ખર્ચે તૈયાર કરી માર્ચ 2021માં શિક્ષણ વિભાગ હસ્તક કરી દીધું હતું,

TAPI : ઉચ્છલમાં કોલેજ બિલ્ડીંગના ઉદ્ઘઘાટનના અભાવે વિદ્યાર્થીઓના શિક્ષણને અસર, શાળામાં ચાલે છે કોલેજના વર્ગો
TAPI: Lack of inauguration of college building in Uchhal affects students' education, school runs college classes

Follow us on

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક યોજના શરૂ કરી અથાક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. અને નવા શાળા કોલેજના બિલ્ડીંગ બનાવવામાં આવ્યા છે. પરંતુ તાપી જિલ્લાના ઉચ્છલમાં કોલેજ બિલ્ડીંગ તો તંત્રએ તૈયાર કરીને આજે મહિનાઓ વીતવા છતાં આજે પણ ઉચ્છલ તાલુકાના કોલેજના વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે, કારણ છે કરોડોના ખર્ચે સરકારી કોલેજનું બિલ્ડીંગ બની ગયું હોવા છતાં ઉદ્ઘાટનના અભાવે કોલેજના વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ લેવા મજબુર બન્યા છે.

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકા મથકે આવેલ સાર્વજનિક શાળા કે જ્યાં શાળા અને કોલેજ એકજ મકાનમાં મહિનાઓથી ચાલી રહી છે. અહીં કોલેજના વિદ્યાર્થીઓને નામ ખાતરનું શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે, ત્યારે તમને સવાલ એ થતો હશે કે આવું કેમ ?? અહીં કરોડોના ખર્ચે કોલેજ બિલ્ડીંગ તો તૈયાર થઈ ગયું છે પણ ઉદ્ઘાટનના અભાવે કોલેજના વિદ્યાર્થીઓને શાળાના મકાનમાં સવારે બે કલાક બોલાવી કોલેજનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, જેના કારણે કોલેજના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય પર વિપરીત અસર થઈ રહી છે.

ઉચ્છલ ખાતે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2019માં કોલેજની મંજુરી મળી ગયા બાદ આ કોલેજનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ તાપી દ્વારા શરૂ કરવામાં આવતા આ કોલેજનું નવું મકાન 6.81 કરોડના ખર્ચે તૈયાર કરી માર્ચ 2021માં શિક્ષણ વિભાગ હસ્તક કરી દીધું હતું, પરંતુ શિક્ષણ વિભાગના જવાબદારો દ્વારા જાણે ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી હોય તેમ કોલેજના વિદ્યાર્થીઓને હજુ પણ શાળામાં કોલેજનો અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. અને કરોડોના ખર્ચે તૈયાર થયેલ આ બિલ્ડીંગમાં તાળા લાગી રહ્યા છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના કોલેજના વિદ્યાર્થીઓ આજે પણ શાળામાં શિક્ષણ લેવા મજબૂર બન્યા છે, અને તેઓ હજુ પણ કોલેજ ના નહીં પરંતુ શાળાના વિદ્યાર્થી હોઈ એવી અનુભૂતિ તેમને થઇ રહી છે, ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે ઉદ્ઘાટનના અભાવે બાળકોના શિક્ષણ સાથે ચેડા કરવા એ કેટલું યોગ્ય કહેવાય ????

 

આ પણ વાંચો : Big News : રેવ પાર્ટીના આયોજકોને આજે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે, શું આયોજકો કરશે કોઈ ખુલાસો ?

Next Article