તાપી જિલ્લામાં વનવિભાગના કર્મચારીઓ સાથે બબાલ કરતા હોવાનો વિડીયો થયો વાયરલ થયો. જેમાં વનવિભાગના મહિલા ફોરેસ્ટર સાથે લોકો બબાલ કરતા જોવા મળે છે. આ ઘટનાને પગલે મહિલા ફોરેસ્ટરે સરકારી કામમાં રુકાવટ અને હાથ પકડી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ આપી છે. વ્યારા પોલીસે જયરામ ગામીત, પ્રકાશ ગામીત અને બાલાજી ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી
વ્યારાના ઝાંખરીમાં વનકર્મીઓ સાથે બબાલ કરનારા સે જયરામ ગામીત, પ્રકાશ ગામીત અને બાલાજી ગામીત સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વન વિભાગના કર્મચારીઓ ખાડા ખોદવાની કામગીરી કરી રહ્યા હતા ત્યારે ખાડા અમારી હદમાં કેમ ખોદ્યા છે તેવું કહી 3 વ્યક્તિએ તેમની સાથે બબાલ કરી હતી અને ભભદ્ર ભાષામાં વાત કરી હતી. જેથી વન વિભાગના આરએફઓ વ્યારા પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
ઘટના એવી છે કે વ્યારા તાલુકાના બારા ખાતે ફોરેસ્ટ કોલોનીમાં રહેતાં રીનાબેન ચૌધરી વ્યારાના ઝાંખરી બીટમાં આવેલા કમ્પાઉન્ડ નંબર-275માં જંગલ ખાતાની જમીનમાં કામ કરી રહ્યા હતા. દરમિયાન સોનગઢ તાલુકાના શ્રાવણિયા ગામના જયરામ ગામીત, વ્યારાના પ્રકાશ ઉર્ફે પ્રજ્ઞેશભાઇ ગામીત અને વ્યારા તાલુકાના નાના સાતલિયાના રહેવાશી બાલાજી ગામીતે વન વિભાગના સ્ટાફ સાથે ઝઘડો શરૂ કર્યો હતો.
ખાડા ખોદવાની કામગીરી કરતા વનકર્મીઓને ત્રણેય આરોપી સહીતના ટોળાએ ધમકી આપી હતી જેમાં મહિલાઓ પણ સામેલ હતી. જયરામ ગામીત અને અન્ય આરોપીઓએ વન વિભાગની મહિલાનો હાથ પકડી લીધો હતો અને અભદ્ર ભાષા પણ વાપરી હતી જેથી વનકર્મીઓએ ત્રણેય વિરુદ્ધ પોલીસમાં સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધાવ્યો છે.
આ પણ વાંચોઃ Surat: 121 યુગલના એક સાથે થશે ઓનલાઇન સમુહ લગ્ન, જાણો કેવી રીતે કરાયુ સમુહ લગ્નનું આયોજન
આ પણ વાંચોઃ Surat: પોલીસ સ્ટેશનમાં નોંધાઇ અજીબો ગરીબ ફરિયાદ, જાણો શું છે આ કિસ્સો ?