સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા વિવિધ કામ માટે ટેન્ડર જાહેર કરવામાં આવ્યા છે. પાટડી નગરપાલિકા વિસ્તારના વિરમગામ સ્ટેટ હાઇવે પર ડમ્પ સાઇટ નિકાલ ( લીગસી વેસ્ટ પ્રોસેસિંગ) કરવાનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જેની અંદાજીત રકમ 34.54 લાખ રુપિયા છે. તો તેની ટેન્ડર ફી 2400 રુપિયા છે.
તો સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પાટડી નગરપાલિકા વિસ્તારના સુરમલજી હાઇસ્કૂલની બાજુમાં આવેલા મેઇન વોટર વર્ક્સમાં 9 લાખ લીટર ક્ષમતાની અને 24 મીટર ઊંચી ટાંકી બનાવવાના કામ માટે ટેન્ડર જાહેર કરાયુ છે. જેની અંદાજીત કિંમત 134.18 લાખ રુપિયા છે. તેની ટેન્ડર ફી 5 હજાર રુપિયા છે.
આ બંને ટેન્ડરને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ www.nprocure.com ઉપરથી મેળવી શકાશે. તો પ્રથમ ટેન્ડર વેબસાઇટ પરથી 25 એપ્રિલ 2023 સાંજે 6 કલાક સુધી ડાઉનલોડ તથા અપલોડ કરી શકાશે. તથા ફિઝીકલ ડોક્યુમેન્ટ 27 એપ્રિલ 2023 સુધીમાં પાટડી નગરપાલિકા કચેરી ખાતે રુબરુ પહોંચાડવાના રહેશે. બીજી ટેન્ડર 29 એપ્રિલ 2023 સુધીમાં સબમીટ કરી શકાશે.