Surendranagar : ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી, કિસાન સહાય યોજનામાં વળતર આપવા માંગ

|

Aug 26, 2021 | 5:01 PM

ગુજરાત ખેડૂત એકતા મંચની આગેવાનીમાં સુરેન્દ્રનગરના ખેડૂતોએ ખેતી વિભાગ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે કહ્યુ કે, વરસાદ ઓછો હોવાથી તેમના પાકને ભારે નુકસાન થયું છે.

ગુજરાત(Gujarat) માં અપૂરતા વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ ઉભી થઇ છે.. ત્યારે સુરેન્દ્રનગરના ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગ કરી છે. ગુજરાત ખેડૂત એકતા મંચની આગેવાનીમાં સુરેન્દ્રનગરના ખેડૂતોએ ખેતી વિભાગ અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે. તેમણે કહ્યુ કે, વરસાદ ઓછો હોવાથી તેમના પાકને ભારે નુકસાન થયું છે. તેથી મુખ્યપ્રધાન કિસાન સહાય યોજના અંતર્ગત તેમને વળતર આપવામાં આવે.

ગુજરાત(Gujarat) માં  વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. તેવા સમયે સુરેન્દ્રનગર(Surendranagar) ના ખેડૂતોએ  હવે સરકાર વિરુદ્ધ વિવિધ માંગણીઓ સાથે આંદોલન કરવાની રણનીતિ બનાવી છે . તેમજ સુરેન્દ્રનગર જિલ્લાને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવાની માંગ કરવામાં આવી રહી છે.

સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થઇ રહ્યુ હતુ જેને ધ્યાને લઇ તાજેતરમાં સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે ડેમ, જળાશયો અને કેનાલ મારફતે પાણી પૂરું પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખેડુતોએ તાત્કાલિક કેનાલો મારફતે સિંચાઇ મારફતે પાણી છોડવા માંગ કરી છે.

જેમાં  આગામી દિવસોમાં હજુ વરસાદ ખેંચાશે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે અને ખેડુતોને બીયારણો પણ નિષ્ફળ જશે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોનું વાવેતર બળી જવાનો ખતરો મંડાયો છે. સુરેન્દ્રનગરના નિભણી, મોરલ, સબુરી ડેમ તળિયાઝાટક સ્થિતિમાં છે. તો ફલકુ ડેમમાં 10 ટકા, થોરિયાળી ડેમમાં 7 ટકા, ધારી ડેમમાં 4 ટકા અને નાયકા ડેમમાં 16 ટકા પાણીનો જથ્થો છે. સુરેન્દ્રનગરના ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો છે.

આ પણ વાંચો : Ahmedabad: રાજ્ય સરકારને ઝટકો, લવજેહાદના કાયદામાં કલમ-5 પર સ્ટે હટાવવાની માગ હાઇકોર્ટે ફગાવી

આ પણ વાંચો :  PM મોદીનો ગુજરાત પ્રવાસ રદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે

Published On - 4:52 pm, Thu, 26 August 21

Next Video