સુરેન્દ્રનગર(Surendranagar)જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા(Chotila)ખાતે ડુંગર પર બિરાજમાન માં ચામુંડાના દર્શનાર્થે યાત્રાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં છે. ચૈત્રી પુનમે(Chaitri Poonam)માતાજીના દર્શનનું વિશેષ મહત્વ છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી અનેક યાત્રાળુઓ પગપાળા ચોટીલા જઇ રહ્યાં છે અને પગપાળા જઇ રહેલા ભાવિકોની સેવા માટે ઠેર ઠેર સેવાકેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતીમાં કહેવાય છે કે ” હોય શ્રધ્ધાનો વિષય તો પુરાવાઓની જરૂર હોતી નથી” ત્યારે આવી જ શ્રધ્ધા અને આસ્થા સાથે માં ચામુંડાના દર્શન માટે પગપાળ જઇ રહેલા યાત્રાળુઓથી ચોટીલા તરફના માર્ગો જોવા મળી રહ્યાં છે. હિન્દુ ધર્મમાં ચૈત્રી પુનમને મોટી પૂનમ ગણવામાં આવે છે અને ચૈત્રી પૂનમે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી જ નહી સમગ્ર રાજ્યમાંથી ભાવિકો પગપાળા માં ચામુંડાના દર્શનાર્થે જઇ રહ્યાં છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતાં લીંબડી નેશનલ હાઇવે ઉપરાંત ધ્રાંગધ્રા, પાટડી અને મૂળી સહીતના ગામોથી ચોટીલા તરફ જતાં દરેક રસ્તા પર પગપાળા યાત્રાળુઓ જઇ રહ્યાં છે. નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો પણ શ્રધ્ધા સાથે માતાજીના દર્શનાર્થે જઇ રહ્યા છે. હાલ ચૈત્ર મહિનાનો આકરો તાપ તપી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ હિટવેવની આગાહી કરવામાં આવી હોવા છતાં ભાવિકોના ધસારામાં સહેજ પણ ઓટ નથી આવી. પગપાળા જઇ રહેલા યાત્રાળુઓની સેવા કરવા માટે અનેક જગ્યાએ સેવાભાવીઆે દ્વારા સેવાકેમ્પ પણ શરૂ કરવામાં આવ્યા છે.
જેમાં યાત્રાળુઓ માટે ચા, કોફી, ઠંડા પીણા, ગરમ નાસ્તો, 24 કલાક જમવાની સગવડ તેમજ ચાલીને થાકેલા યાત્રાળુઓ માટે આરામ કરવાની વ્યવસ્થા તેમજ દવા અને ગરમ પાણી દ્વારા માલીશ કરવા સહીતની સેવા કરવામાં આવી રહી છે. હાલ ચોટીલા તરફ જતાં તમામ માર્ગો પર પગપાળા યાત્રાળુઓ જોવા મળી રહ્યા છે અને પુનમના દિવસે આ હજારો યાત્રાળુઓમાં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવશે.
આ પણ વાંચો : Botad: સાળંગપુરમાં હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ નીકળી ભવ્ય શોભાયાત્રા, હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા
આ પણ વાંચો : Mehsana : શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાની શરૂઆત, પૂનમના દિવસે 8 લાખ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
Published On - 7:40 pm, Fri, 15 April 22