AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURENDRANAGAR : ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલની ઘોર બેદરકારી, PM રૂમમાં ચાર દિવસ સુધી મૃતદેહ પડ્યો રહ્યો અને જીવાત પડી ગઈ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 10:23 AM
Share

ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલ માં ચાર દિવસ પહેલા બીન વારસી પુરૂષનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ તંત્ર ચાર દિવસ સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં પડેલ મૃતદેહને ભૂલી ગયું.

SURENDRANAGAR : ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલનો મોટી બેદરકારી સામે આવી છે. ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ત્રણથી ચાર દિવસથી પડી રહેલ મૃતદેહમાં જીવાંત (જીવડા) પડી જતા હોસ્પિટલ તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. ધ્રાંગધ્રા સીવીલ હોસ્પિટલ માં ચાર દિવસ પહેલા બીન વારસી પુરૂષનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ તંત્ર ચાર દિવસ સુધી પોસ્ટમોર્ટમ રૂમમાં પડેલ મૃતદેહને ભૂલી ગયું. હોસ્પિટલ તંત્ર કે કોઇ જવાબદાર કર્મચારીઓ આ મૃતદેહને કોલ્ડસ્ટોરેજ રૂમમાં મુકવાનુ ભૂલી ગયા. ચાર દિવસ બાદ જ્યારે અસહ્ય દુર્ગંધ આવતા તંત્રને મૃતદેહ યાદ આવ્યો.

તંત્ર એ બીનવારસી મૃતદેહનો અંતિમસંસ્કાર કરતા સેવાભાવીઓને બોલાવતા મૃતદેહમાં અસંખ્ય જીવાતો પડી ગયેલ અને ડેડબોડી ડીકમ્પોઝ થયેલ જોવા મળી હતી. સેવાભાવી લોકોએ પણ મૃતદેહ જોઇ અને તંત્ર સામે ફીટકાર વરસાવ્યો હતો. હવે તંત્ર ચાર દિવસ સુધી મૃતદેહ મુકી રાખી કોઇ દરકાર ન લેનાર પર પગલા કેવા લે છે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો : GIR SOMNATH : દર મહીને 47 દેશોના 6.50 કરોડ લોકો કરે છે સોમનાથ મહાદેવના ઓનલાઈન દર્શન, વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન માટે ટ્રસ્ટની તૈયારી 

આ પણ વાંચો : આ પણ વાંચો : INDIA CORONA UPDATE : 6 દિવસ સુધી 40,000 થી વધુ કેસ આવ્યાં બાદ દેશમાં દૈનિક કોરોના કેસમાં મોટો ઘટાડો નોંધાયો

Published on: Aug 03, 2021 07:13 AM
g clip-path="url(#clip0_868_265)">