VIDEO : રાજ્યમાં મન મુકીને વરસી રહ્યા છે મેઘરાજા, 21 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો

|

Jul 04, 2022 | 9:15 AM

સૌરાષ્ટ્રમાં(Saurashtra)  પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો.ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે.

VIDEO :  રાજ્યમાં મન મુકીને વરસી રહ્યા છે મેઘરાજા,  21 તાલુકામાં એકથી અઢી ઈંચ વરસાદ નોંધાયો
Rain in gujarat

Follow us on

સમગ્ર રાજ્યમાં (Gujarat) અષાઢી બિજથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે.ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ (heavy rain) વરસી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં 21 તાલુકામાં મેઘાની જમાવટ જોવા મળી છે.જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ,નવસારીમાં બે ઈંચ તો સાબરકાંઠાના વડાલીમાં પોણા બે ઈંચ વરસાદ,તેમજ સુરતના માંડવી અને માંગરોળમાં  દોઢ ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા.તો બીજી તરફ સાબરકાંઠાના વિજયનગર, મહિસાગરના વીરપુરમાં સવા ઈંચ વરસાદ નોંધાયો હતો.

જુઓ વીડિયો

અનેક તાલુકામાં વરસાદી માહોલ

રવિવારે મહેસાણા શહેરના(mehsana)  વાતાવરમાં પલટો જોવા મળ્યો હતો. શહેરમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો તો વડોદરામાં સયાજીગંજ, ફતેહગંજ, અલકાપુરી, નિઝામપુરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના (rain) પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ તરફ બોરસદમાં પણ વરસાદી માહોલ યથાવત છે.તો દાહોદમાં પણ મેઘરાજા હેત વરસાવી રહ્યા છે.બોરસદ તાલુકાના સીસ્વામાં તબાહી બાદ પણ હજુ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીર

તો સૌરાષ્ટ્રમાં(Saurashtra)  પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો.ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે.રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.જસદણના (Jasdan) ડોડીયાળા ગામમાં ધોધમાર વરસાદના પગલે નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું.તો સુરેન્દ્રનગરમાં પણ સાંબેલાધાર વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા હતા. આ તરફ બોટાદ (Botad) અને ભાવનગરમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.આ સાથે વાવણી બાદ પુરતો વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

Published On - 7:39 am, Mon, 4 July 22

Next Article