Monsoon 2022 : ગુજરાતમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ! એક જ દિવસમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત

|

Sep 11, 2022 | 9:34 AM

મેઘરાજાની તોફાની ઈનિંગથી એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે,જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી મોત થયાની બે ઘટના સામે આવી.તો દાહોદના (Dahod) ઝાલોદ તાલુકામાં વીજળી પડવાથી ત્રણ લોકો મોતને ભેટ્યા.

Monsoon 2022 : ગુજરાતમાં ભાદરવામાં જામ્યો અષાઢી માહોલ! એક જ દિવસમાં વીજળી પડવાથી પાંચ લોકોના મોત
Lightning Strike

Follow us on

હવામાન વિભાગની (IMD) આગાહીના પગલે વરસાદની  (Rain) વધુ એક ઈનિંગ શરૂ થઈ છે. ગત મોડી સાંજે અમદાવાદમાં (Ahmedabad) ભારે પવન અને ગાજવીજ સાથે મેઘરાજા મનમુકીને વરસ્યા હતા. તો ગાંધીનગરના (Gandhinagar)  દહેગામમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. વડોદરામાં (Vadodara) પણ વિજળીના ચમકારા સાથે વરસાદી માહોલ જામ્યો હતો. સુરત શહેર અને ગ્રામ્યમાં પણ મેઘરાજાએ સારી બેટિંગ કરી હતી. ખેડામાં પણ ધોધમાર વરસાદ (Heavy rain) વરસ્યો હતો. તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા.સુરેન્દ્રનગર (Surendranagar) અને વઢવાણમાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો હતો.

મેઘાની તોફાની ઈનિંગથી સ્થિતિ વણસી

મેઘરાજાની તોફાની ઈનિંગથી એક જ દિવસમાં પાંચ લોકોના મોત થયા છે,જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વીજળીથી મોત થયાની બે ઘટના સામે આવી.વઢવાણ-વાડલા રોડ પર વીજળી પડતા એક યુવાન મોતને ભેટ્યો.તો બીજી તરફ કોઠારીયા ગામે વીજળી પડતા 17 વર્ષીય સગીરનું મોત થયુ છે.દાહોદના (Dahod) ઝાલોદ તાલુકાના ચણાસર,પાવડી અને કાળીગામ ગામે વીજળી પડતા ત્રણ ગામમાં બે પુરુષ અને એક મહિલાનું મોત નિપજ્યુ છે.ઝાલોદ તાલુકામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ (Rain) વરસી રહ્યો છે.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

Published On - 8:00 am, Sun, 11 September 22

Next Article