Gujarati Video: વઢવાણની આજુબાજુના ગામોને કોલસાની ખાણોથી નુકસાન, વારંવાર થતા બ્લાસ્ટીંગથી મકાનોમાં પડી તિરાડો
Surendranagar: વઢવાણ તાલુકાના નાના મઢાદ અને મોટા મઢાદ ગામમાં મોટાપાયે ગેરકાયદે કોલસાની ખાણો ધમધમે છે. આ ખાણોમાં દિવસમાં ચાર-પાંચ વાર બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. જેનાથી ગામલોકોના મકાનોમાં મસમોટી તિરાડો પડી ગઈ છે.
વઢવાણ જીલ્લાના વઢવાણ તાલુકાના નાના મઢાદ અને મોટા મઢાદ ગામ આસપાસ મોટાપાયે કોલસાની ગેરકાયદે ખાણો આવેલી છે. જેને કારણે બન્ને ગામના લોકોને ભારે નુકસાની ભોગવવી પડે છે. ખાણમાં રોજ ચારથી પાંચ વખત બ્લાસ્ટીંગ કરવામાં આવે છે. જેના કારણે અહી રહેતા લોકો અવાર નવાર ભૂકંપ જેવા આંચકાઓ અનુભવે છે. ગામના મકાનોમાં મસમોટી તિરાડ પડી ગઈ છે. આ તિરાડ એટલી વધી છે કે મકાનો ગમે ત્યારે પડી શકે છે. આ સ્થિતિમાં લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
બ્લાસ્ટીંગને કારણે મકાનો પડી રહ્યા છે નબળા
ગેરકાયદે ખનીજ ચોરી અને બ્લાસ્ટીંગને કારણે માટીની રજ ઉડે છે. જેથી આસપાસના લોકોમાં શ્વાસ તેમજ ચામડીના રોગો થવાની ભીતિ છે. સતત ઉડતી રજથી ખેતીને પણ નુકસાન થયુ છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ છે પણ કોઈ પગલા લેવાતા નથી. ભૂમાફિયાઓની દાદાગીરીને કારણે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવે છે.જો આ જ સ્થિતિ રહેશે તો લોકો હિજરત કરવા મજબૂર બનશે.
આ પણ વાંચો: Gujarati Video: વઢવાણમાં ક્વોરી એસોસિએશનની મળી બેઠક, ક્વોરી ઉદ્યોગથી નુકસાન મુદ્દે સમીક્ષા
ક્વોરી ઉદ્યોગથી નુકસાન થતુ હોવાના પણ આક્ષેપ
તો બીજી તરફ વઢવાણના નાના મઢાદ અને મોટા મઢાદ ગામમાં ક્વોરી ઉદ્યોગથી નુકસાન થઈ રહ્યુ છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે. જો કે ઉદ્યોગકારોએ આ આક્ષેપને ફગાવ્યા છે. કવોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં બન્ને ગામમાં થયેલા નુકસાનના આક્ષેપ અંગે ચર્ચા થઈ હતી. ઉદ્યોગકારોનું માનવુ છે તેઓ છેલ્લા 25-30 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકાર અને પર્યાવરણના નિયમ મુજબ તેઓ કામ કરી રહ્યા છે. આ ઉદ્યોગથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને મોટાપાયે ફાયદો થઈ રહ્યો છે.
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
