સુરેન્દ્રનગર : ભડેણા ગામમા એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, 15 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત

|

May 09, 2022 | 9:20 AM

પાટડી(Patdi) તાલુકાના ભડેણા ગામમા મંદિરની આરતી દરમિયાન જાહેરાત કરવા બાબતે તકરાર થઈ હોવાનુ સામે આવ્યુ છે.

સુરેન્દ્રનગર : ભડેણા ગામમા એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ, 15 થી વઘુ લોકો ઇજાગ્રસ્ત
File Photo

Follow us on

Surendranagar : વિરમગામ (Viramgam) પાસેના પાટડી તાલુકાના ભડેણા ગામમા એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્તોને હાલ વિરમગામની સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડાવામાં આવ્યા છે.મળતા માહિતી મુજબ મંદિરની આરતી દરમિયાન જાહેરાત કરવા બાબતે તકરાર થઈ હોવાનુ સામે આવ્યુ છે.હાલ પોલીસે(Police) આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

જુઓ વીડિયો

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભૃગુપુરમાં પણ જુથ અથડામણ

આ અગાઉ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ભૃગુપુરમાં પણ જુથ અથડામણ થઈ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.જેમાં જમીન બાબતે માથાકુટ થઈ હતી જે બાદ જુથ અથડામણ થયાની આશંકા સેવાઇ હતી. બન્ને જુથ વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા બન્ને જુથ સામસામે આવી ગયા હતા.

સામાન્ય બાબતે બન્ને જુથ આમને-સામને

જો કે ચુડા પોલીસને આ જુથ અથડામણની ઘટના અંગે જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને લોહિલુહાણ હાલતમાં સારવાર માટે લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ જુથ અથડામણની ઘટના બાદ ગામમાં બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

ભૃગુપુરમાં જુથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થવાથી ગામમાં અજંપાભરી શાંતિનો માહોલ છવાયો હતો.મળતી માહિતી મુજબ તેમાં એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરવામાં આવતા તે વ્યક્તિનુ ઘટનાસ્થળે જ મોત થઈ ગયુ હતુ.જ્યારે અન્ય ત્રણ લોકો આ અથડામણમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

 

Published On - 9:19 am, Mon, 9 May 22

Next Article