મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ

|

May 02, 2021 | 4:15 PM

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યના દરેક જીલ્લાઓમાં કોરોના માહામારીને રોકવા મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી

મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરમાં કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
Kunvarji Bavaliya

Follow us on

Surendranagar : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સમગ્ર રાજ્યના દરેક જીલ્લાઓમાં કોરોના માહામારીને રોકવા મારૂ ગામ કોરોના મુક્ત અભિયાન અંતર્ગત સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. એ સમયે કોગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કરતા બેઠક સમેટી લેવામાં આવતા રાજકીય ગરમવો વ્યાપી ગયો હતો.

સુરેન્દ્રનગર જીલ્લામાં કોરોના માહામારીને ધ્યાને લઈ કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાયેલ સમીક્ષા બેઠકમાં કોગ્રસના ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિકભાઇ મકવાણા સહિતના કોગ્રેસના આગેવાનો ચાલુ બેઠકમાં હોલમાં આવી પોહચ્યા હતા.

આ બેઠકમાં ભાજપનાં ધારાસભ્યો અને આગેવાનોને બોલાવ્યા 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સમીક્ષા બેઠકમાં કોગ્રેસના ધારાસભ્યની અવગણના કરી માત્ર ભાજપના ધારાસભ્યો અને આગેવાનોને બોલાવવામાં આવ્યા હોવાનો અને આ સમીક્ષા બેઠક નહિ પરંતુ ભાજપનું કાર્યલય બનાવી દીધુ હોવાનો આક્ષેપ કરી મંત્રી સહિત ભાજપ સરકાર પર આકારા પ્રહારો કરવામાં આવ્યા હતા.

વિરોધ બાદ મંત્રી અને ભાજપના આગેવાનેઓ ચાલતી પકડી

કોગ્રેસના ધારાસભ્યો એ રકઝક કરતા ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ગણતરીની મીનીટોમાં બેઠક સમેટી લેવામાં આવી હતી. મંત્રી અને આગેવાનોએ નવા સર્કીટ હાઉસ તરફ ચાલતી પકડી હતી. જયા કોગ્રેસના ધારાસભ્યોએ આકારા પ્રહારો કરી જીલ્લામાં કોરોના માહામારી નાબુદ કરવા તેમજ દર્દીઓને ઓક્સિજન ઇન્જેક્શન બેડ સહિતની સુવિધાઓ પુરી પાડવા તંત્ર અને સરકાર નિષ્ફળ નિવડી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ ભાજપ સરકાર દ્રારા રાજકીય ભેદભાવ ભુલી કોગ્રેસના ધારાસભ્યને સંકલનમાં રાખી કોરોના મહામારી રોકવા સંયુક્ત પ્રયાસો હાથ ધરવાની માગ કરી હતી.

ભાજપનાં આગેવાનોએ આ આક્ષેપ નકારી કાઢયા

જ્યારે મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ તમામ આક્ષેપને નકારી કાઢી વહીવટી તંત્રના સંકલનના આભવે કોગ્રસના ધારાસભ્ય ને આમંત્રણ ન આપ્યુ હોવાનું જણાવ્યુ હતુ. અને કોરોના મારામારીની સ્તિથી અંગે જીલ્લા કલેકટર, આરોગ્ય વિભાગ, અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી કોરોના દર્દીઓ માટે તમામ પ્રકારની ખુટતી સુવિધાઓ પુરી પાડવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો :- Ahmedabad : 1 મે ​​2021થી કેટલીક વિશેષ ટ્રેનો રદ, કોરોનાને પગલે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થતા લેવાયો નિર્ણય

આ પણ વાંચો :- સુરતના કતારગામમાં સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટના આઈસોલેશન સેન્ટરમાં 116 દર્દીઓએ કોરોનાને હરાવ્યો

Next Article