Surat: માસ્ક વગર ફરીને દંડ ભરવામાં પણ સુરતીઓ અવ્વલ, અત્યાર સુધી 1.67 કરોડનો દંડ પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો

|

May 12, 2021 | 8:19 PM

સુરત શહેરમાં 1 માર્ચ, 2021થી આજદિન સુધી સુરતીઓને 1,67,93,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. લોકો માસ્ક પહેર્યા વગર જ ઘરની બહાર નીકળીને લાપરવાહી બતાવતા નજરે ચડી રહ્યા છે.

Surat: માસ્ક વગર ફરીને દંડ ભરવામાં પણ સુરતીઓ અવ્વલ, અત્યાર સુધી 1.67 કરોડનો દંડ પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

કોરોનાની બીજી લહેર ઓસરવાની શરૂઆત થઈ છે. છતાં પણ હજી શહેરીજનો કોરોના વાઈરસના સંક્રમણની ગંભીરતાથી લઈ નથી રહ્યા. હજી પણ કેટલાક લોકો માસ્ક વગર જ ફરતા દેખાઈ રહ્યા છે. જેમની સામે સુરત મનપાએ કાર્યવાહી ચાલુ રાખી છે. તંત્ર દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવાવાળાને દંડ કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરમાં 1 માર્ચ, 2021થી આજદિન સુધી સુરતીઓને 1,67,93,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

લોકો માસ્ક પહેર્યા વગર જ ઘરની બહાર નીકળીને લાપરવાહી બતાવતા નજરે ચડી રહ્યા છે. સુરત શહેર સહિત રાજ્યમાં દરરોજ રેકોર્ડ બ્રેક કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા લોકોને કોરોનાની ગાઈડલાઈનનો કડકાઈથી અમલ કરવાની સૂચના પણ આપવામાં આવી રહી છે. તેમ છતાં પણ લોકો માસ્ક વગર જ ઘરની બહાર નીકળીને લાપરવાહી બતાવી રહ્યા છે. જેના કારણે કોરોના સંક્રમણનો ખતરો હજી ટળ્યો નથી.

 

 

 

કોરોના મહામારી દરમિયાન કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટે સુરત મહાનગર પાલિકા દ્વારા વિભિન્ન સ્તરે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને ફરજિયાત માસ્ક લગાવવું, સામાજિક અંતર જાળવી રાખવું, ભીડભાડવાળી જગ્યાએ ન જવું, લગ્ન અને ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં કોવિડ ગાઇડ લાઈનનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

 

 

‘નો માસ્ક નો એન્ટ્રી’નો પણ પ્રશાસન દ્વારા કડક અમલ કરવામાં આવી રહ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણ જે રીતે વધી રહ્યું છે તેમ છતાં પણ લોકો કોરોના ગાઈડલાઈન અને એસઓપીનું પાલન કરવામાં લાપરવાહી બતાવી રહ્યા છે. મંગળવારે પણ શહેરના અલગ-અલગ ઝોનમાં માસ્ક ન પહેરનારા 213 લોકો પાસેથી 2,17,000નો દંડ લેવામાં આવ્યો છે. જ્યારે અત્યાર સુધી 16,793 વ્યક્તિઓ પાસેથી 1.67 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે.

 

 

 

દંડ વસૂલવા પાછળનો મુખ્ય હેતુ કોરોનાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વાયરસથી લોકો બચે તેમ જ પોતાના પરિવાર અને શહેરને પણ વાયરસથી સુરક્ષિત રાખે તે છે. શહેરમાં વધતા કેસોને નિયંત્રણ કરવા માટે મહાનગરપાલિકાને સહયોગ આપવાની જરૂર છે. માસ્ક ન પહેરવા પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા એક હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે અને જરૂર પડે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

 

 

એકેડેમિક એક્ટ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે. હાલ જ્યારે કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા છે, ત્યારે કોરોનાની અસર ઓછી થઈ ગઈ એવું માનવાની જરાય જરૂર નથી. કારણ કે માસ્ક ન પહેરીને કે કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરીને આપણે કોરોનાને આમંત્રણ આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Uttar Pradesh : પંચાયત ચુંટણીમાં કોરોનાથી અવસાન પામેલા કર્મચારીઓના પરિવારને 1 કરોડ વળતર આપવા હાઇકોર્ટની તાકીદ

Next Article