World Environment Day 2021: સુરતનું એક આલીશાન ઘર જેણે 9 વર્ષથી પાણી કે વીજળીનું નથી ભર્યું બિલ

|

Jun 05, 2021 | 12:06 AM

World Environment Day 2021: સુરત આજે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યું છે. શહેરનો ગ્રીન બેલ્ટ જાણે ખતમ થવાની આરે છે. ત્યારે સુરતમાં રહેતા એક પ્રકૃતિ પ્રેમીએ એક એવું ઘર તૈયાર કર્યું છે, જેને જોઈને કુદરતની નજીક પહોંચ્યાનો અનુભવ થાય છે.

World Environment Day 2021: સુરતનું એક આલીશાન ઘર જેણે 9 વર્ષથી પાણી કે વીજળીનું નથી ભર્યું બિલ
સુરતનું એક આલીશાન ઘર

Follow us on

World Environment Day 2021: સુરત આજે કોંક્રિટના જંગલોમાં ફેરવાઈ રહ્યું છે. શહેરનો ગ્રીન બેલ્ટ જાણે ખતમ થવાની આરે છે. ત્યારે સુરતમાં રહેતા એક પ્રકૃતિ પ્રેમીએ એક એવું ઘર તૈયાર કર્યું છે, જેને જોઈને કુદરતની નજીક પહોંચ્યાનો અનુભવ થાય છે. આ ઘર બીજા સામાન્ય ઘર કરતા ખૂબ અલગ છે. સુરતના (Surat) પર્યાવરણ (Environment) અને પ્રકૃતિ પ્રેમી આ છે સ્નેહલભાઈ પટેલ.

 

સુરતના આભવા ગામે તેમણે 16 હજાર સ્કવેર મીટરના પ્લોટમાં 6 વર્ષ પહેલા 12 હજાર સ્કવેર ફૂટમાં આ બંગલો બનાવ્યો હતો. બંગલો બનાવતા પહેલાં તેમણે પ્રકૃતિ પ્રેમને સંતોષવા માટે જાણે એક નાનકડું જંગલ ઉભું કરી દીધું. આ નાનકડા જંગલમાં વર્ષોની મહેનત બાદ તમામે તમામ 500 જાતના વૃક્ષ ઉભા કરવામાં આવ્યા છે. ઘરમાં રસોડા માટે તમામે તમામ શાકભાજી અને ફળો, આયુર્વેદિક દવાઓ પણ ઘરની આજુબાજુ ઉભા કરવામાં આવેલા નાનકડા જંગલમાંથી જ મેળવી લે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

 

આ ઘરમાં અમુક રૂમોમાં વીજળી કનેક્શન પણ નથી. કારણ કે અહીં ઓરડાઓની વ્યવસ્થા જ એવી રીતે કરવામાં આવી છે, જેથી અહીં કુદરતી હવા ઉજાશ ભરપૂર મળી રહે. એટલું જ નહીં જે રૂમમાં લાઈટ પંખા છે તે પણ સોલાર પેનલથી ચાલે છે. એલઈડી બલ્બ હોવાથી તેમાં વીજ બિલ પણ ઓછું આવે છે. ચોમાસા દરમ્યાન જ્યાં સોલરનો સ્ત્રોત ઓછો મળે તો તેના માટે તેમણે પવનચક્કી બેસાડી છે.

 

ઘરના દરેકે દરેક ઓરડામાં કુદરતી હવા ઉજાશ કેવી રીતે આવશે તે દિશા અને ઋતુ જોઈને બનાવવામાં આવ્યા છે. ઉનાળામાં જે દિશામાં તડકો વધારે આવે તે દિશામાં કુદરતી વનસ્પતિઓ અને વેલ ઉગાડવામાં આવી છે. શિયાળામાં સવારનો તડકો યોગ્ય મળે તે રીતે તેમણે ગોઠવણ કરી છે.

 

આટલા આલીશાન બંગલામાં એક પણ એરકન્ડિશનર પણ નથી. કારણ કે ઘરની આજુબાજુ તો ખરું જ પણ ઘરના અંદર જ એક નાનકડું તળાવ ઉભું કરાયું છે. જેની ઠંડક ઘરમાં આવે તેના માટે તેમણે એક્ઝોસ્ટ ફેન મુકાવ્યા છે. એટલે ભલે ઘર બહાર 40 કે 42 ડીગ્રી તાપમાન હોય ઘરની અંદરનું તાપમાન 35 ડિગ્રીની નજીક જ રહે છે. સ્નેહલભાઈ પેટ્રોલ ડીઝલની ગાડી નહીં પણ ઈલેક્ટ્રિક ગાડીનો જ વપરાશ કરે છે.

 

એક તરફ લોકો કરોડોના બંગલા બનાવે છે અને ઘરની અંદર તેઓ એટલા જ રૂપિયા ઈન્ટીરિયર કે ફર્નિચર પાછળ ખર્ચે છે. ત્યારે આ ઘરમાં કુદરતી પ્રાપ્ય વસ્તુઓનો ઉપયોગ જ કરવામાં આવ્યો છે. ઘરના જંગલમાંથી મળેલા વાંસના લાકડાઓમાંથી ફર્નિચર બનાવવામાં આવ્યું છે. ઘરની દિવાલો પર મોંઘા કલર કે ઘરની છત પર પીઓપી પણ જોવા નહીં મળે. જેના કારણે આ ઘર દેખાવમાં પણ ખૂબ સુંદર અને આકર્ષક દેખાય છે.

સુરતનું ગ્રીન હાઉસ

લોકો ઘરના દેખાવ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. ત્યારે આ સસ્ટેનેબલ હાઉસ આર્કિટેક્ટના વિદ્યાર્થીઓ માટે પણ એક યુનિવર્સીટી જેવું કામ કરી રહ્યું છે. શાળા કોલેજોના વિદ્યાર્થીઓ આ ઘરની મુલાકાત લઈને પર્યાવરણ અને પ્રકૃતિને કેવી રીતે જાળવી રાખવી અને તેનો ઉપયોગ કરવો તેની શીખ પણ લઈને જાય છે.

 

સ્નેહલ પટેલના આ ઘરની બીજી વિશેષતા છે તેમણે વરસાદી પાણીના સંગ્રહ માટે અપનાવેલો પ્રયોગ નવાઈની વાત તો એ છે આ બંગલાના સભ્યો તેમની તમામ રોજિંદી ક્રિયાઓ માટે ચોમાસામાં એકઠા કરેલા વરસાદી પાણીનો જ આખું વર્ષ ઉપયોગ કરે છે.

 

સ્નેહલ પટેલના આ બંગલામા આજ દિન સુધી તેમણે સુરત મહાનગરપાલિકાનું નળનું પાણી પીધું નથી. તેઓ છેલ્લા છ વર્ષથી ઘરમાં જ બનાવેલી બે લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકીમાં એકત્રિત કરવામાં આવેલા વરસાદી પાણીનો ઉપયોગ કરે છે. માત્રને માત્ર વરસાદી પાણીના ઉપયોગ પર નભતા સ્નેહલભાઈએ વરસાદી પાણીને એકત્રિત કેવી રીતે કરવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું આયોજન મકાન બનાવતી વખતે જ કર્યું હતું.

 

જેથી તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવાની સાથે સાથે ઘર નજીક બનાવવામાં આવેલા એક તળાવના માધ્યમથી રેઈન વોટર હાર્વેસ્ટિંગ પણ કરે છે. વરસાદના એકેએક ટીપાંને ઝીલવા માટે અને તેનો ઉપયોગ કરવા માટે તેમણે મકાનની છત ઢળાણવાળી બનાવી છે.બીજા માળની છત પરના વરસાદનું પાણી પહેલા માળ પર મુકેલી 10 હજાર લીટરની ટાંકીઓમાં એકઠું થાય છે.જે ચોમાસા દરમિયાન દરરોજ વપરાશ માટે ઉપયોગમાં લેવાય છે.

 

જ્યારે આ ટાંકી ઓવરફ્લો થાય છે ત્યારે તેનું સીધું જોડાણ સીધું જ 2 લાખ લિટરની ટાંકીમાં જાય છે. જ્યાં પાણી એકત્ર થવાની શરૂઆત થાય છે.આમ,ચોમાસા દરમ્યાન અને ચોમાસા બાદનું આયોજન થાય છે. ઘરમાં બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવનો ઉપયોગ ઘરને ઠંડુ રાખવા માટે થાય છે. આ તળાવમાં 50 હજાર લીટર પાણીનો સંગ્રહ થાય છે. તેમાં મચ્છર અને લીલનો સંગ્રહ ન થાય તે માટે શકર માછલી મુકવામાં આવી છે.

 

તેમના મકાનમાં જે રીતે નળનું જોડાણ નથી. તે રીતે ગટરનું પણ જોડાણ નથી. તેઓ વેસ્ટ પાણીનો પણ ઉપયોગ કરે છે. કપડાં ધોવા માટે વોશિંગ મશીનમાં વપરાતું પાણીનું જોડાણ મકાનની ફ્લશ ટેન્કમાં કરવામાં આવ્યું છે. પીવાના પાણી માટે તેમણે પોતાનું જ દેશી આર.ઓ.ફિલ્ટર ઉભું કર્યું છે. જે વરસાદી શુદ્ધ પાણીને વધુ શુદ્ધ બનાવે છે. આમ, આ ઘર એક અનોખું ઘર બની રહ્યું છે.

 

ઘરના માલિક સ્નેહલ ભાઈ અને હીનાબેન પટેલનું કહેવું છે કે છેલ્લા દોઢ વર્ષના કોરોનાના સમયમાં પણ તેમને ઘરની બહારની એક પણ વસ્તુ પર આધાર રાખવો પડ્યો નથી. શાકભાજી, ફળ અને ઔષધિઓ બધી ઘરની આસપાસ જ એવેલેબલ હતી. જોકે તેઓને ક્યારેય કોરોના કે અન્ય બીમારીઓ માટે દવા લેવાનો વારો નથી આવ્યો એ પણ એક નવાઈ છે.

 

 

Next Article