ઋતુ બદલાતા હવે ઉભી થશે હોઠ ફાટવાની સમસ્યા. જાણો શું કરશો ઘરગથ્થુ ઉપાય

|

Oct 06, 2020 | 8:36 AM

ગુલાબી હોઠ ચહેરાની સુંદરતાને વધારે છે. ખાસ કરીને મહિલાઓ માટે હોઠની ખૂબસૂરતી ખૂબ મહત્વ રાખે છે. પણ બદલાતા મોસમની અસર તેના પર સાફ દેખાય છે. દરેકને હોઠ ફાટવાની સમસ્યા સતાવે છે. કેટલીકવાર તેમાંથી લોહી પણ નીકળે છે. આ સમસ્યા ફક્ત મહિલાઓને જ નહિ પણ પુરુષોને પણ સતાવે છે. અમે તમને બતાવીશું ફાટેલા હોઠોને સારા કરવાના […]

ઋતુ બદલાતા હવે ઉભી થશે હોઠ ફાટવાની સમસ્યા. જાણો શું કરશો ઘરગથ્થુ ઉપાય

Follow us on

ગુલાબી હોઠ ચહેરાની સુંદરતાને વધારે છે. ખાસ કરીને મહિલાઓ માટે હોઠની ખૂબસૂરતી ખૂબ મહત્વ રાખે છે. પણ બદલાતા મોસમની અસર તેના પર સાફ દેખાય છે. દરેકને હોઠ ફાટવાની સમસ્યા સતાવે છે. કેટલીકવાર તેમાંથી લોહી પણ નીકળે છે. આ સમસ્યા ફક્ત મહિલાઓને જ નહિ પણ પુરુષોને પણ સતાવે છે. અમે તમને બતાવીશું ફાટેલા હોઠોને સારા કરવાના ઘરગથ્થુ ઉપચાર. હોઠ ફક્ત મોસમ બદલવાથી જ નહીં પણ તડકાના કારણે, હોઠોને ઘડી ઘડી ચાવવાની આદતના કારણે, વારંવાર હોઠ પર જીભ ફેરવવાના કારણે, દવાના રીએક્શનથી, પાણી ઓછું પીવાથી પણ ફાટે છે.

1). હોઠ પર નારિયેળ તેલ અને ટી ટ્રી ઓઇલ મિક્ષ કરીને લગાવી શકાય છે. તમે ફક્ત નારિયેળ તેલના પણ કેટલાક ટીપા દિવસમાં બે ત્રણ વાર લગાવી શકો છો.
2). પહેલા હોઠ પર મધ લગાવો અને પછી ઉપરથી વેસેલિન લગાવો. 10 કે 15 મિનિટ રાખીને સાફ ટીસ્યુ વડે લૂછી કાઢો. અઠવાડિયામાં એકવાર આ પ્રયોગ કરી શકાય છે.


3). રાત્રે ઊંઘતા પહેલાં એલોવેરાનું જેલ લગાવી શકો છે. તેનાથી પણ જલ્દી ફાયદો થશે.
4). ખાંડને જૈતુનના તેલ કે મધ સાથે મિક્ષ કરો પણ તેને ઓગાળો નહીં. સ્ક્રબની જેમ તેને હોઠ પર સર્ક્યુલર મોશનમાં ફેરવો. અને પછી હૂંફાળા પાણીથી ધોઈ કાઢો.
5). કાચા દૂધમાં ગુલાબની પાંખડીઓ મિક્ષ કરીને તેની પેસ્ટ બનાવી 15-20 મિનિટ રાખો. તેનાથી પણ ફરક પડશે.
6). કાકડીના ટુકડાને પણ ધીમે ધીમે હોઠ પર ઘસીને માલિશ કરી શકાય છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ


7). હળદર અને મલાઈને મિક્ષ કરીને પેસ્ટ બનાવો. રાત્રે આ પેક લગાવી શકાય છે. તેનાથી ફાટેલા હોઠોથી રાહત મળે છે.
8). લીંબુનો રસ મધ સાથે મિક્ષ કરીને અથવા ફક્ત બદામના તેલથી પણ હળવા હાથેથી માલિશ કરીને ફાયદો થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 8:35 am, Tue, 6 October 20

Next Article