Surat: સાત જનમ સાથે જીવવાના કસમ લેનાર પત્નીએ જ પતિનું કાસળ કાઢી નાખ્યું હોવાની આ ઘટના સુરતમાં બની છે. જેમાં બે દીકરીઓની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પ્લાસ્ટિકના કોથળામાં બાંધી ઉંડો ખાડો ખોદી પતિને દાંટી દીધો હતો.
સુરત જિલ્લામાં સતત ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને હત્યાના બનાવો હવે સામાન્ય થઈ ગયા છે. ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સીમાં રહેતા 50 વર્ષીય નરેશ તુષ્ટિ નાયકને તેની પત્નીએ પોતાની બે દીકરીઓની મદદ લઈને જ મોતને ઘાટ ઉતારી દીધો અને પ્લાસ્ટિકના કોથળામાં ભરી દોરડીથી મૃતદેહ બાંધી ઘર નજીક રહેલ ખુલ્લી જગ્યામાં ઉંડો ખાડો ખોદી દાટી દીધો. બાદમાં વતન ઓરિસ્સામાં રહેતા સાસરિયાઓને અને બાજુમાં રહેતા પાડોશિયોને ગુમરાહ કરી બન્ને દીકરીઓને લઈને હત્યારી પત્ની ભાગી ગઈ.
હત્યાની ઘટનાને અકસ્માતમાં ખપાવવા પત્નીએ શેતાની દિમાગ વાપર્યું હતું. તેઓએ પાડોશીને જણાવ્યું હતું કે અમને વતનમાં જવાની ટિકિટ કરાવી આપો મારા સસરાનું મોત થઈ ગયું છે. પતિ નરેશ વહેલી સવારે ઓરિસ્સા જવા નીકળી ગયા છે. અમારે પણ જવું પડશે અને બાદમાં ઓરિસ્સા જઈને સાસરિયાઓને હત્યારી પત્નીએ જણાવ્યું કે તાજેતરમાં થયેલ ઓરિસ્સા રેલવે દુર્ઘટનામાં તેમના પતિ નરેશનું મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : સ્પામાંથી ઝડપાયેલી બે બાંગ્લાદેશી યુવતીને નારી સરંક્ષણ ગૃહમાં મોકલાયા બાદ, બન્ને યુવતીઓ થઈ ફરાર
પીપોદરા ગામે ઉમંગ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરતા એક મૃતદેહ મળી આવ્યો. સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન આ મૃતદેહ નરેશનો હોવાનું જાણવા મળ્યુ હતુ. પોલીસે આજુબાજુના રહીશોના નિવેદનો લેતા હત્યારી પત્ની અને તેઓની બે દીકરીઓનું નામ ખુલ્લુ હતુ. જેથી પોલીસ તેઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Published On - 10:44 pm, Thu, 8 June 23