ડાયમંડ બુર્સ સુરતમાં જ કેમ બનાવવામાં આવ્યું ? જાણો સુરત હીરા ઉદ્યોગનું હબ કેવી રીતે બન્યું

જ્યારે પણ હીરાની વાત આવે, ત્યારે સૌથી પહેલા આપણા મગજમાં સુરત શહેર આવે છે. 1960ના દાયકાની શરૂઆતથી આ શહેર વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું હબ રહ્યું છે. સુરત સમગ્ર વિશ્વમાં હીરાના પોલિશિંગ, કટિંગ અને ક્રાફ્ટિંગ માટેનું સૌથી મોટું બજાર છે. ત્યારે આજે અમે તમને સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆતથી ડાયમંડ બુર્સ સુધીની સફર વિશે જણાવીશું.

ડાયમંડ બુર્સ સુરતમાં જ કેમ બનાવવામાં આવ્યું ? જાણો સુરત હીરા ઉદ્યોગનું હબ કેવી રીતે બન્યું
Diamond Bourse
Follow Us:
| Updated on: Apr 11, 2024 | 2:44 PM

તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સુરતમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ એટલે કે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડાયમંડ બુર્સ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને પછાડીને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ બની ગઈ છે. ત્યારે આ ડાયમંડ બુર્સનું નિર્માણ સુરતમાં જ કેમ કરવામાં આવ્યું તેમજ સુરત હીરા ઉદ્યોગનું એપી સેન્ટર કેવી રીતે બન્યું તે અંગે વિસ્તારથી આ લેખમાં જાણીશું.

સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆત

જ્યારે પણ હીરાની વાત આવે, ત્યારે આપણા મગજમાં સુરત શહેર પહેલા આવે છે. 1960ના દાયકાની શરૂઆતથી આ શહેર વિશ્વના સૌથી મોટા હીરા ઉદ્યોગનું હબ રહ્યું છે. સુરત સમગ્ર વિશ્વમાં હીરાના પોલિશિંગ, કટિંગ અને ક્રાફ્ટિંગ માટેનું સૌથી મોટું બજાર છે.

એવું માનવામાં આવે છે કે ભારતમાં હીરાની પ્રથમ ઓળખ અને ખાણકામ એવા સ્થળોએ કરવામાં આવ્યું હતું જ્યાં ઘણી સદીઓ પહેલા પેન્નાર, ગોદાવરી અને કૃષ્ણા નદીઓના કિનારે કાંપવાળા પથ્થરના ઘણા બધા ભંડાર મળી આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જો કે, સુરતમાં હીરા ઉદ્યોગની શરૂઆત ત્યારે થઈ જ્યારે 1900ના દાયકાની શરૂઆતમાં એક સ્થાનિક વેપારીએ પૂર્વ આફ્રિકાથી આવ્યા બાદ શહેરમાં હીરા કટિંગ અને પોલિશિંગનું પહેલું કારખાનું નાખ્યું હતું.

સુરત કેવી રીતે બન્યું હીરા ઉદ્યોગનું હબ

ડાયમંડ કટિંગ અને પોલિશિંગ ઉદ્યોગની શરૂઆત 1960ના દાયકામાં થઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રના પટેલ સમુદાયના કેટલાક ઉદ્યોગસાહસિકોએ રફ હીરાની આયાત અને પોલિશ્ડ હીરાની નિકાસ કરવાનું શરૂ કર્યું હતું. આ ઉદ્યોગ 1980ના દાયકા સુધી ધીમે ધીમે વિકાસ પામ્યો અને ત્યારબાદ આ ઉદ્યોગે ગતિ પકડી. સૌરાષ્ટ્રના પટેલો અને ઉત્તર ગુજરાતના જૈનોએ સાથે મળીને સુરતના હીરા ઉદ્યોગને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી. 1991માં આર્થિક સુધારાને કારણે આ ઉદ્યોગનો વિસ્તરણ થયું.

વર્ષ 2005માં સુરતે વિશ્વના 92 ટકા હીરાનું કટિંગ કર્યું હતું અને તેની નિકાસથી ભારતે 15 બિલિયન ડોલરની કમાણી કરી હતી. ભારત દર વર્ષે પોલિશિંગ માટે આશરે 11 બિલિયન ડોલરના રફ હીરાની આયાત કરે છે, જેમાંથી 80 ટકા હીરા ખાણકામ કરતી કંપનીઓમાંથી અને બાકીની એન્ટવર્પમાંથી આવે છે.

આ શહેર રૂ.70,000 કરોડની ભારતીય વાર્ષિક નિકાસમાં 80 ટકાથી વધુનું યોગદાન આપે છે. વિશ્વના મોટા શહેરોની દુકાનોમાં તમને જે 10 હીરા મળે છે તેમાંથી 9 ભારતમાં કાપીને પોલિશ કરવામાં આવે છે અને હીરાની ચમકનો 75 ટકા શ્રેય સુરતના હીરા ઉદ્યોગને જાય છે.

Diamond industry

પ્રતિકાત્મક તસવીર

સુરતના ડાયમંડ અને ડાયમંડ જ્વેલરી ઉદ્યોગમાં 1.5 મિલિયનથી વધુ લોકો સંકળાયેલા છે અને શહેરને દેશના ડાયમંડ પોલિશિંગ ઉદ્યોગનું હબ બનાવ્યું છે. ઉદ્યોગની કુલ જેમ્સ અને જ્વેલરી નિકાસ બાસ્કેટમાં હીરાનો હિસ્સો 54 ટકા છે અને ભારત કટ અને પોલિશ્ડ હીરાનો વિશ્વનો અગ્રણી નિકાસકાર છે.

સુરત અને અન્ય ઘણા શહેરો અને નગરો જેમ કે નવસારી, અમરેલી, ભાવનગર વિશ્વભરમાં મોટા હીરાના ઉત્પાદન/પ્રોસેસિંગ કેન્દ્રો તરીકે લોકપ્રિય બન્યા છે, જ્યારે મુંબઈ હીરાના વેપારના હબ તરીકે જાણીતું છે. જો કે, ડાયમંડ બુર્સની સ્થાપના બાદ ભારતની ડાયમંડ સિટી સુરત હવે આખી દુનિયામાં જાણીતી થશે.

ડાયમંડ બુર્સની વિશેષતાઓ

સુરત નજીકના ખાજોદ ગામમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરત ડાયમંડ બુર્સને SDB તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિલ્ડીંગ 3400 કરોડના ખર્ચે 35.54 એકર (67 લાખ ચોરસ ફૂટ)માં બનાવવામાં આવી છે. તેમાં કુલ નવ ટાવર બનાવવામાં આવ્યા છે. દરેક ટાવરની ઊંચાઈ 15 માળ સુધી છે. 4,700 ઓફિસનું આ સંકુલ હીરા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

Diamond Bourse

Diamond Bourse

સુરત ડાયમંડ બુર્સ આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે વિશ્વનું સૌથી મોટું અને આધુનિક કેન્દ્ર બનશે. આ સાથે SDB રફ અને પોલિશ્ડ હીરા તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક હબ બનશે. તે આયાત-નિકાસ માટે અત્યાધુનિક કસ્ટમ્સ ક્લિયરન્સ સુવિધા ધરાવે છે. આ ઉપરાંત રિટેલ જ્વેલરી બિઝનેસ માટે જ્વેલરી મોલ, ઇન્ટરનેશનલ બેન્કિંગ અને સેફ લોકર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.

સુરતમાં જ ડાયમંડ બુર્સ કેમ બનાવવામાં આવ્યું ?

સુરત ડાયમંડ બુર્સની સ્થાપના ભારતના હીરા ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સુરત હીરાના કટિંગ અને પોલિશિંગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. વૈશ્વિક હીરાના વેપારમાં તે પહેલેથી જ મોટી ભૂમિકા ભજવે છે. ત્યારે ડાયમંડ બુર્સ બનતા હવે સુરત વૈશ્વિક હીરા વેપાર કેન્દ્ર તરીકે ઉભરી આવશે.

ડાયમંડ બુર્સ માત્ર સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે એટલું જ નહીં પરંતુ હીરા ઉદ્યોગમાં કુશળ કારીગરો માટે રોજગારીની ઘણી તકો પણ ઊભી કરશે. આ પ્રોજેક્ટથી 1.5 લાખથી વધુ નવી નોકરીની તકો ઉભી થશે. ડાયમંડ બુર્સ વિશ્વભરના હીરા ઉત્પાદકો અને વેપારીઓને આકર્ષશે, જેનાથી સુરતમાં વેપાર અને રોકાણ વધશે.

સુરત ડાયમંડ બુર્સ ટ્રેડિંગ પ્રવૃત્તિઓને ટેકો આપવા માટે અત્યાધુનિક સુવિધાઓ અને માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે. તેમાં હીરાના સંગ્રહ માટે સુરક્ષિત તિજોરીઓ, ગ્રેડિંગ અને પ્રમાણપત્ર માટે અદ્યતન ટેકનોલોજી અને હીરા સંબંધિત વ્યવસાયો માટે આધુનિક ઓફિસ સ્પેસ હશે.

વિશ્વના 92 ટકા હીરા સુરતમાં કાપવામાં આવે છે. આના માટે હજારો હીરાના વેપારીઓને મુંબઈથી સુરત સુધી 500 કિમીની મુસાફરી કરવી પડતી હતી. SDBની નિર્માણ થતાં હવે આ વેપારીઓ સુરતમાં તેમની ઓફિસ ખોલશે.

Diamond Bourse

Diamond Bourse

સુરત ડાયમંડ બુર્સ ભારતના હીરા ઉદ્યોગ માટે ગેમ-ચેન્જર

સુરત ડાયમંડ બુર્સની સ્થાપના હીરા ઉદ્યોગમાં ભારતની તાકાતનો પુરાવો છે. ભારત વિશ્વમાં હીરાના સૌથી મોટા ઉત્પાદક અને નિકાસકારોમાંનું એક છે. સુરત ડાયમંડ બુર્સ વૈશ્વિક હીરા બજારમાં અગ્રણી ખેલાડી તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત કરશે. સુરત ડાયમંડ બુર્સ ભારતના હીરા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે.

ભારતીય હીરા ઉદ્યોગને નવી દિશા મળશે

ડાયમંડ બુર્સ કાર્યક્ષમ અને પારદર્શક હીરાના વેપાર માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે, સ્થાનિક અર્થતંત્રને વેગ આપશે અને વૈશ્વિક હીરા વેપારના હબ તરીકે સુરતની સ્થિતિને ઉન્નત કરશે. તેની વિશ્વ કક્ષાની સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ડાયમંડ બુર્સ ભારતમાં હીરા ઉદ્યોગમાં ક્રાંતિ લાવવા અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તૈયાર છે.

ઉદ્યોગ અગ્રણીઓ, કુશળ કારીગરો અને અત્યાધુનિક ટેકનોલોજીને એક છત નીચે એકસાથે લાવીને ડાયમંડ બુર્સ નવીનતા અને સહયોગ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપે છે. આ ભારતના હીરા ઉદ્યોગના ભાવિ માટે સારો સંકેત આપે છે, જે તેને ડિઝાઇન, ટેક્નોલોજી અને ટકાઉ પ્રેક્ટિસની નવી દિશા તરફ આગળ ધપાવશે.

સુરતમાં હીરા કેવી રીતે તૈયાર થાય છે ?

હીરા કટીંગ એ એક જટિલ પ્રક્રિયા છે, જે ફક્ત કુશળ કારીગરો દ્વારા તેમની કલાત્મકતા અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને હીરા તૈયાર કરે છે. આ માટે ખાસ મશીન અથવા સાધનોની જરૂર પડે છે. રફ હીરાનો બગાડ ઓછો કરતા કારીગરોની વધુ માંગ રહે છે. પહેલા રફ ડાયમંડ પર એક નિશાન કરવામાં આવે છે. આ માટે 3D લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. હીરાને નિશાન કરવા માટે માર્કર સ્ટોન્સનો ઉપયોગ થાય છે.

હીરાને કટિંગ માટે કદ પ્રમાણે જુદા જુદા વિભાગોમાં વહેંચવામાં આવે છે. પછી હીરાને કાપવા માટે બ્લેડ અને લેસર બંનેનો ઉપયોગ થાય છે. ત્યાર બાદ લેસર સોઇંગનો ઉપયોગ કરવામાં આવે છે અને હીરાને કાપીને તૈયાર કરવામાં આવે છે. આ સાથે હીરાની ધાર લેસર બ્રુટિંગ દ્વારા બનાવવામાં આવે છે. અંતે હીરાને પોલિશ કરવામાં આવે છે, ત્યારે હીરાની અસલી ચમક ઉભરી આવે છે.

સુરતના હીરા ઉદ્યોગનું ભવિષ્ય

હીરા ઉદ્યોગને મેનપાવરમાં ટેકનિકલ નિપુણતાના અભાવ જેવી સમસ્યાઓનો ચોક્કસપણે સામનો કરવો પડ્યો હતો, પરંતુ કારીગરોના કૌશલ્યમાં સુધાર સાથે સુરત હીરા ઝવેરાત ઉદ્યોગને હવે મોટા અને મોંઘા હીરાના ઓર્ડર મળી રહ્યા છે.

રાજ્ય અને સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા હીરા ઉદ્યોગ માટે તાલીમ, સંશોધન, માર્કેટિંગ અને નવી તકો માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સુરત જ્વેલરી પાર્ક સુરતના મોટા હીરા ઉત્પાદકોને એક છત નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. મોટા ભાગનું કામ હવે કોમ્પ્યુટરાઈઝ્ડ થઈ ગયું છે. હીરાના ગ્રાહકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને માંગ પણ એટલી જ વધી રહી છે.

જેમ્સ અને જ્વેલરી ઉદ્યોગસાહસિકો માટે આગામી જ્વેલરી પાર્ક તમામ અત્યાધુનિક સુવિધાઓ સાથે ઉચ્ચ ગુણવત્તાના ધોરણોનું આંતરરાષ્ટ્રીય સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે. ડાયમંડ માર્કેટમાં સુરત એ વિશ્વનું સૌથી મોટું હીરા કટીંગ અને પોલિશિંગ સેન્ટર છે, જેણે ઇઝરાયેલ અને એન્ટવર્પમાં હીરા ઉત્પાદકોની ઉંઘ હરામ કરી નાખી છે.

PM મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન

ડાયમંડ બુર્સના માલિક કોણ છે ?

સુરત ડાયમંડ બુર્સ એક બિન-લાભકારી એક્સચેન્જ છે, જે કંપની એક્ટ 2013ની કલમ 8 હેઠળ નોંધાયેલ છે. SDB એ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કન્ટાઈલ (ડ્રીમ) સિટીનો ભાગ છે. આ પહેલનો શ્રેય SRK ડાયમંડ્સના માલિક ગોવિંદ ધોળકિયા, RK ડાયમંડ્સના સ્થાપક અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા સવજી ધોળકિયા અને ધર્મનંદન ​​ડાયમંડ્સના માલિક લાલજી પટેલને જાય છે.

આ ત્રણ હીરાના વેપારીઓ હતા જેમણે 2013-14માં સુરતને ડાયમંડ હબ બનાવવાનું સપનું જોયું હતું. આ લોકો આ વિચાર સાથે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પાસે ગયા અને આ અંગે પ્રસ્તાવ મુક્યો હતો અને ત્યાર બાદ તેઓ આ માટે સંમત થયા.

ત્યારબાદ આ માટે એક બોર્ડની રચના કરવામાં આવી હતી, જેમાં મહેશ ગઢવીને CEO બનાવવામાં આવ્યા હતા. જે બાદ 15 ફેબ્રુઆરી 2015ના રોજ પૂર્વ CM આનંદીબેન પટેલ દ્વારા ડાયમંડ બુર્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો અને જુલાઈ 2023માં સંકુલનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થયું. ત્યાર બાદ 17 ડિસેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

આ પણ વાંચો આ વર્ષે જોવા મળશે લા નીના અસર, જાણો ગુજરાત સહિત ભારતમાં કેવું રહેશે ચોમાસું અને ખેતી પર શું પડશે અસર ?

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">