દાંતનો દુઃખાવો જ્યારે અસહ્ય થાય ત્યારે અજમાવો આ ઝટપટ ઉપાય

|

Oct 02, 2020 | 11:25 AM

દુઃખાવો કોઈપણ હોય ખૂબ કષ્ટદાયક હોય છે. પણ જ્યારે દાંતનો દુઃખાવો હોય તો તે કોઈ મુશ્કેલીથી ઓછું નથી. કંઈ ખાતી વખતે અચાનક જો દાંતમાં દુખાવો થાય તો ખાવાની મજા પણ બગડી જાય છે. પણ ક્યારેક દાંતનો દુખાવો એવા સમયે ઉપડે છે, જ્યારે ડોકટરને સંપર્ક કરવું પણ મુશ્કેલ થઈ જાય છે. Web Stories View more 3 […]

દાંતનો દુઃખાવો જ્યારે અસહ્ય થાય ત્યારે અજમાવો આ ઝટપટ ઉપાય

Follow us on

દુઃખાવો કોઈપણ હોય ખૂબ કષ્ટદાયક હોય છે. પણ જ્યારે દાંતનો દુઃખાવો હોય તો તે કોઈ મુશ્કેલીથી ઓછું નથી. કંઈ ખાતી વખતે અચાનક જો દાંતમાં દુખાવો થાય તો ખાવાની મજા પણ બગડી જાય છે. પણ ક્યારેક દાંતનો દુખાવો એવા સમયે ઉપડે છે, જ્યારે ડોકટરને સંપર્ક કરવું પણ મુશ્કેલ થઈ જાય છે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દાંતના દુઃખાવાના કારણો :
દાંતમાં સડો, દાંતમાં ઇજા, તૂટેલા દાંત, મોઢામાં ચાંદા, પેઢામાં સોજો, દાંતની અંદર સોજો, બેક્ટેરિયાના કારણે દાંતમાં સડો કે સંક્રમણ, કાનમાં દુઃખાવો, જબડા અથવા મોઢામાં ઇજા થવી, હાર્ટ એટેક, અક્કલની દાઢ આવવી.

ઘરગથ્થુ ઉપચાર :

1). લવિંગના તેલને હર્બલ દવાની જેમ વાપરી શકાય છે. જે દાંતમાં દુઃખાવો હોય તે દાંત પર લવિંગનું તેલ રૂ વડે લગાવો. આખા દિવસમાં 3 કે 4 વાર લગાવી શકાય છે.
2). આદુનો પાઉડર પણ પેઇન કિલરની જેમ કામ કરે છે. આદુની પેસ્ટ બનાવીને દુઃખતા દાંત પર લગાવો અને પછી કોગળા કરી લો.
3). હિંગની પણ પેસ્ટ બનાવીને રૂ વડે દાંત પર લગાવી શકો છો, તે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.


4). કાંદામાં પણ એન્ટી બેક્ટેરિયલ ગુણો છે. કાંદાના નાના ટુકડા લગાવીને દુઃખતા દાંત પર લગાવો, જ્યાં સુધી દુઃખાવો ઓછો ન થાય ત્યાં સુધી દિવસમાં બે વાર રિપીટ કરો.
5). તે જ પ્રમાણે લસણની કળીની પેસ્ટ બનાવીને તેમાં મીઠું ઉમેરીને બે ત્રણ વાર દુઃખતા દાંત પર લગાવી શકાય છે.
6). મીઠાના પાણીના કોગળા કરી શકો છો અથવા જમરૂખના પાંદડાને પણ પાણીમાં ઉકાળીને કોગળા કરવાથી દુઃખાવામાં રાહત મળે છે.
7). રૂને પાણીમાં પલાળીને તેના પર બેકિંગ સોડા લગાવીને દુઃખતા દાંત પર મુકવાથી આરામ મળે છે, પછી કોગળા કરી લેવા.

દાંત દુઃખે ત્યારે શું ખાવું ?

બાફેલા બટાકા, વગર ખાંડનું મિલ્કશેક, જ્યુસ, પાકેલું કેળું, વગર મસાલાના ખોરાકો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article