દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા મનમુકીને વરસશે, જાણો તમારા શહેરમાં મેહુલિયાની કેવી રહેશે મહેર ?

|

Jun 29, 2022 | 12:18 PM

હવામાન વિભાગ((IMD) દ્વારા આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાવાના કારણે વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં એલર્ટ (Gujarat Alert) આપવામાં આવ્યું છે.

દક્ષિણ ગુજરાતમાં આજે મેઘરાજા મનમુકીને વરસશે, જાણો તમારા શહેરમાં મેહુલિયાની કેવી રહેશે મહેર ?
Gujarat Weather Update

Follow us on

Gujarat Weather Update : આજના (29 જૂન)હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં(Ahmedabad)  ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.જેથી અમદાવાદીઓને ગરમીથી રાહત મળશે.તો અમરેલીમાં(Amreli) ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 રહેશે.તેમજ હળવાથી ભેર વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આણંદમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 36 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી (rain Forecast) કરવામાં આવી છે.

જો ઉતર ગુજરાતમાં અરવલ્લીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 36 રહેશે. ઉપરાંત વાદળછાયુ વાતાવરણ રહેતા શહેરવાસીઓને પારાવાર ગરમીથી રાહત મળશે.તો બનાસકાંઠામાં(Banaskantha) ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.ભરૂચમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હવામાન વિભાગ દ્વારા શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

છોટાઉદેપુરમાં હળવા વરસાદની આગાહી

ભાવનગરની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો બોટાદમાં(Botad) ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 37 રહેશે. ઉપરાંત શહેરમાં વરસાદ થવાની પણ સંભાવના સેવાઈ રહી છે, સાથે જ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.બીજી તરફ છોટાઉદેપુરમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

દાહોદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે,કારણ કે હવામાન વિભાગ(IMD) દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો દક્ષિણ ગુજરાતમાં(South Gujarat) ડાંગની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 24 અને મહતમ તાપમાન 28 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.જો દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 34 રહેશે.તો દ્વારકા વાસીઓને આજે ગરમીથી રાહત મળશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.જો ગાંધીનગરની(Gandhinagar)  વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે. તેમજ દિવસ દરમિયાન હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે.તો ગીર સોમનાથમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 31 રહેશે.તેમજ શહેરમાં ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ શહેરોમાં મેઘાની મહેરબાની !

જો સૌરાષ્ટ્રમાં જામનગરના(jamnagar) હવામાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ વરસાદની 50 ટકા જેટલી સંભાવના છે.જ્યારે જુનાગઢમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે.તેમજ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે કચ્છમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ દિવસ દરમિયાન વરસાદ થવાની સંભાવના નહિવત છે.

તો ખેડાની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ 68 ટકા વરસાદ થવાની શક્યતા છે.જ્યારે ખેડામાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 35 રહેશે.બીજી તરફ મહીસાગરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.તેમજ દિવસ દરમિયાન લોકોને વાદળછાયા વાતાવરણનો અનુભવ થશે.ઉપરાંત મધ્ય ગુજરાતમાં મહેસાણામાં(mehsana) વરસાદ થવાની સંભાવના છે .શહેરમાં ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.જયારે મોરબીમાં પણ ન્યૂનતમ તાપમાન 29 અને મહતમ તાપમાન 37 રહેશે.જ્યારે દિવસ દરમિયાન શહેરવાસીઓને વાદળછાયા વાતાવરણનો અનુભવ કરશે.જો કે આજે વરસાદ થવાની કોઈ શક્યતા નથી.

શહેરીજનોને ગરમીથી પારાવાર રાહત મળશે

જો નવસારીની વાત કરીએ તો શહેરમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો પંચમહાલમાં ન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 35 જોવા મળશે,ઉપરાંત વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે.ઉપરાંત પાટણમાં ન્યૂનતમ તાપમાન 30 અને મહતમ તાપમાન 38 નોંધાશે, તો દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જોવા મળશે.તો પોરબંદરમાં ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 32 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની શકયતા છે.ઉપરાંત સૌરાષ્ટ્રના રંગીલા રાજકોટમાં(Rajkot)  ન્યૂનતમ તાપમાન 28 અને મહતમ તાપમાન 36 નોંધાશે.આજે શહેરમાં હળવા વરસાદની આજે આગાહી કરવામાં આવી છે.

જો સાબરકાંઠાની વાત કરીએ તો ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 37 નોંધાશે.તેમજ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.તો સુરતમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 31 જોવા મળશે.શહેરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તેમજ ભારે વરસાદ થવાની સંભાવના છે.તેમજ સુરેન્દ્રનગરમાં ન્યૂનમત તાપમાન 29 અને મહતમ તાપમાન 37 નોંધાશે.ઉપરાંત દિવસ દરમિયાન હળવા વરસાદ થવાની સંભાવના.તો તાપીમાં (Tapi) ન્યૂનમત તાપમાન 26 અને મહતમ તાપમાન 31 નોંધાશે.સાથે જ શહેરીજનોને ગરમીથી પારાવાર રાહત મળશે.જો વડોદરાની વાત કરીએ તો શહેરમાં ન્યૂનમત તાપમાન 28 અને મહતમ તાપમાન 35 નોંધાશે.તેમજ વલસાડમાં ન્યૂનમત તાપમાન 27 અને મહતમ તાપમાન 31 નોંધાશે.તેમજ શહેરમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

Published On - 12:03 pm, Wed, 29 June 22

Next Article