Surat : વરાછા, લીંબાયત ઝોનમાં સર્જાશે પાણીની કટોકટી, 30 અને 31 મેએ રહેશે પાણી કાપ

|

May 28, 2022 | 9:48 PM

સુરત મનપા (SMC) દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે ડુંભાલ જળવિતરણ મથક ખાતે લીકેજ રિપેરીંગની કામગીરીને કારણે આ વિસ્તારમાં 2 દિવસ પાણી પુરવઠો (Water cut) અવરોધાશે.

Surat : વરાછા, લીંબાયત ઝોનમાં સર્જાશે પાણીની કટોકટી, 30 અને 31 મેએ રહેશે પાણી કાપ
Water cut in Varachha, Limbayat zone on 30 and 31 May (Symbolic Image)

Follow us on

સુરતના (Surat ) વરાછા અને લીંબાયત વિસ્તારમાં બે દિવસ ઓછા પ્રેશરથી પાણી મળશે. કાળઝાળ ગરમીમાં (Heat) 30 અને 31 તારીખ એમ બે દિવસ લોકોને પાણી કાપનો (Water cut) સામનો કરવો પડશે. ડુંભાલ જળ વિતરણ મથકમાં કામગીરી ચાલુ હોવાથી પાણીકાપ મુકવામાં આવ્યો છે. ટીપી 40 અને 41ના તમામ રહેણાંક વિસ્તારોમાં પાણીકાપની અસર થશે. પાણીકાપ અને ઓછા પ્રેશરથી પાણી મળવાને લઈને મનપાએ પાણીનો સંગ્રહ કરી લેવા લોકોને અપીલ કરી હતી.

સુરત મનપા દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે ડુંભાલ જળવિતરણ મથક ખાતે લીકેજ રિપેરીંગની કામગીરીને કારણે આ વિસ્તારમાં 2 દિવસ પાણી પુરવઠો અવરોધાશે. ટીપી સ્કીમ નં. 40 (લીંબાયત-ડીંડોલી) તથા ટી પી સ્કીમ નં. 41 (ડીંડોલી નવાગામ)ની હદ પર આવેલ સુરત ભુસાવળ રેલ્વે લાઇનના કંપાઉડમાં મનપાનું ડુંભાલ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર આવેલું છે. આ જળ વિતરણ મથકમાંથી પાણી લઇ જતી 750 મીમી વ્યાસની એમ.એસ. ડિસ્ટ્રીબ્યુશન લાઇન (કેરિયર લાઇન) તૂટી ગઇ છે. જેનું રિપેરીંગ કામ કરવાનું હોવાથી પાણી પુરવઠો આપવાનું કામ અવરોધાશે.

આ કેરિયર લાઇનમાં લીકેજની કામગીરીનું રીપેરીંગ મનપાના હાઇડ્રોલિક વિભાગ દ્વારા આગામી 30 મે, સોમવારે સવારે 8 કલાકથી શરુ કરવામાં આવશે. મુખ્ય કેરિયર લાઇનમાં ભંગાણને પગલે 30 અને 31 મે, સોમવાર તથા મંગળવાર એમ બે દિવસ વરાછા તથા લીંબાયત ઝોનના કેટલાક વિસ્તારોમાં પાણી પુરવઠો નહિ મળી શકે અથવા નહીવત દબાણથી મળશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વરાછા ઝોનના આ વિસ્તારમાં થશે અસર

વરાછા એ ઝોનમાં આવેલ ટી પી 34 (મગોબ-ડુંભાલ)માં મહેન્દ્ર પાર્ક આઇમાતા રોડ, સરિતા, સુરભી, ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ આસપાસનો વિસ્તાર, ટી પી સ્કીમ નં. 53 (મગોબ ડુંભાલ)માં આઇમાતા રોડ તથા તેની આસપાસ સોસાયટીઓ વગેરે વિસ્તારને અસર થશે.

લીંબાયત ઝોનના આ વિસ્તારમાં થશે અસર

લીંબાયત ઝોનમાં ટી. પી. સ્કીમ નં. 4 (લીંબાયત-ડીડોલી)ના લીંબાયત, નીલગીરી સર્કલ આજુબાજુનો વિસ્તાર, મહાપ્રભુનગર, જવાહરનગર, સંજયનગર, મયુરનગર, રણછોડનગર, જલારામનગર, બાલાજીનગર, શ્રીનાથજીનગર 1-2-3-4, ત્રિકમનગર, રામેશ્વરનગર, રેલ્વે ફાટક પાસે વિસ્તાર, સાંઇ પૂજન રેસીડેન્સી, તથા ટી પી સ્કી નં. 41 (ડીંડોલી-નવાગામ)માં આવેલ શિવહીરાનગર, ખોડીયારનગર, સીતારામનગ સંતોષીનગર, ગોરધનનગર, નંદનવન ટાઉનશીપ, ઋષિકેશ એવન્યુ, હેતવી રેસીડેન્સી, સ્વસ્તિક ટાઉનશીપ, સુમન આવાસ, નરોત્તમનગર, આંબેડકરનગર, ઉમિયાનગર 1-2, લક્ષ્મણનગર, તથા આસપાસ વિસ્તાર તથા નજીકની સોસાયટીઓમાં પણ પાણી પુરવઠો ખોરવાશે. આમ બે દિવસ સુધી પાણી પુરવઠો મળવાની શક્યતા નથી, અથવા નહીવત પ્રેશરથી મળશે એમ હોવાથી લોકોએ જરૂરિયાત મુજબ પાણીનો સંગ્રહ કરવા તથા વિવેકપૂર્ણ ઉપયોગ કરવા મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે.

Next Article