Surat : સટ્ટાક..સટ્ટાક.. પાંચ ચપ્પલ ગાલ પર પડતા જ રોમિયોની શાન ઠેકાણે આવી ગઈ, જુઓ LIVE VIDEO

|

Jul 27, 2022 | 12:54 PM

લોકો આ મહિલાને (Woman )રોડ રોમિયોને જાહેરમાં મારવા બદલ બહાદુરી બતાવવા અભિનંદન પણ પાઠવી રહ્યા છે. 

Surat : સટ્ટાક..સટ્ટાક.. પાંચ ચપ્પલ ગાલ પર પડતા જ રોમિયોની શાન ઠેકાણે આવી ગઈ, જુઓ LIVE VIDEO
Woman beat Road Romeo (File Image )

Follow us on

ગુજરાત(Gujarat ) મહિલાઓ માટે સૌથી સુરક્ષિત (Safe )રાજ્ય માનવામાં આવે છે. છતાં મહિલાઓ(Woman ) સાથે અવારનવાર છેડતી ના બનાવો સામે આવતા હોય છે. મોટાભાગના કિસ્સાઓમાં પોલીસ સુધી પહોંચીને ફરિયાદ કરવાનું શક્ય નથી બનતું, જયારે ઘણા કિસ્સાઓમાં મહિલાઓ આ બાબતે કશું કરી શકવા અસમર્થ બની જતી હોય છે. પણ કેટલીકવાર એવા બનાવો પણ સામે આવે છે જે આવા રોડ રોમિયો સામે લડવા માટે અન્ય મહિલાઓને પણ જુસ્સો આપે છે.

સુરતમાં આજે આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. વાત છે શહેરના ગોડાદરા વિસ્તારની જ્યાં આજે એક મહિલાએ રોડ રોમિયોની જાહેરમાં જ ચંપલ વડે ધોલાઈ કરી નાંખી હતી. આ વિડીયો ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ ગયો હતો. જોકે વિડીયો જોનાર દરેક કોઈ આ મહિલાની બહાદુરીને સલામ પણ કરી રહ્યા છે.

આ વીડિયોની હકીકત એવી છે કે સુરતના ગોડાદરા વિસ્તારમાં મંગળ પાડે હોલ આવેલો છે. જ્યાં એક મહિલાએ હાથમાં ચંપલ લઈને રોડ રોમિયોની બરાબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો. કોઈપણ વ્યક્તિ કે પોલીસની મદદ લીધા વિના મહિલાએ એકલા હાથે જ આ શખ્સને બરાબરનો સબક શીખવાડ્યો હતો.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મહિલા વીડિયોમાં બોલતી સાંભળી શકાય છે કે આ શખ્શ ઘણા સમયથી તેની પાછળ પાછળ આવતો હતો. જેને લઈને અગાઉ પણ ટોક્યો હતો. પણ આ વ્યક્તિ સુધર્યો ન હતો. અને આજે પણ આ શખ્સ તેની પાછળ પાછળ આવતા આ મહિલાએ તેને જાહેરમાં જ પકડી પાડ્યો હતો. અને હાથમાં ચંપલ લઈને તેને જાહેરમાં જ માર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક પછી એક ચંપલ વડે મહિલા તેને ફટકારી રહી છે. જેમાં તેણે કોઈપણ વ્યક્તિની મદદ પણ લીધી ન હતી.

અન્ય એક શખ્સે આ વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ મહિલાને રોડ રોમિયોને જાહેરમાં મારવા બદલ બહાદુરી બતાવવા અભિનંદન પણ પાઠવી રહ્યા છે.

Next Article