
વિશ્વના જાણીતા ઇલેક્ટ્રિક વાહન નિર્માતા વિનફાસ્ટની ભારતીય સહાયિક કંપની વિનફાસ્ટ ઓટો ઇન્ડિયાએ ગુજરાતના સુરત શહેરમાં પોતાના પ્રથમ શોરૂમનું ઉદ્ઘાટન કરીને ભારતમાં રિટેલ યાત્રાની શરૂઆત કરી છે.
આ વિકાસ કંપનીના આગામી 2 અબજ ડોલર મૂલ્યના ઉત્પાદન યુનિટના ઉદ્ઘાટન પહેલાં થયો છે, જે 4 ઓગસ્ટે તમિલનાડુના થૂથુકુડીમાં શરૂ થવાનો છે. સુરત શોરૂમ વિનફાસ્ટનો ભારતની જમીન પરનો પ્રથમ ફિઝિકલ ટચપોઈન્ટ છે અને કંપનીના લાંબા ગાળાના દૃષ્ટિકોણને ઉજાગર કરે છે કે જેમાં ગ્રાહકો કેન્દ્રમાં હોય અને એક મજબૂત ઇલેક્ટ્રિક મોબિલિટી ઈકોસિસ્ટમ ઊભું કરવામાં આવે.
સુરત શોરૂમમાં વિનફાસ્ટના આગામી બે પ્રીમિયમ ઇલેક્ટ્રિક એસયૂવી મોડલ – VF 6 અને VF 7 પ્રદર્શિત કરવામાં આવશે. કંપનીના વિસ્તરણ યોજના અંતર્ગત, 2025ના અંત સુધીમાં 27થી વધુ શહેરોમાં કુલ 35 ડીલરશીપ સ્થાપવાની યોજના છે.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલું 3000 ચોરસ ફૂટનું આ શોરૂમ ‘વિનફાસ્ટ સુરત’ નામથી ઓળખાવાશે અને તેને ચંદન કાર પ્રમોટ કરે છે, જે ભારતીય ઓટોમોટિવ રિટેલ ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. અહીં ગ્રાહકો માટે પ્રોડક્ટનું ઇમર્સિવ અનુભવ, સરળ ખરીદી પ્રક્રિયા અને વર્લ્ડ ક્લાસ આફ્ટર-સેલ્સ સર્વિસ ઉપલબ્ધ રહેશે.
VF 6 અને VF 7 માટે 15 જુલાઈથી પ્રી-બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે. બુકિંગ રકમ રૂ. 21,000 છે અને સંપૂર્ણપણે રિફંડેબલ છે.
આ વાહનોનું સ્થાનિક એસેમ્બલીંગ થૂથુકુડી ખાતેના નવીન Upcoming પ્લાન્ટમાં થશે, જેના દ્વારા વિનફાસ્ટ ભારતને માત્ર માર્કેટ તરીકે નહીં, પરંતુ ભાવિ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવાની દૃષ્ટિ રાખે છે.
વિનફાસ્ટ એશિયા ના CEO, ફામ સન્હ ચાઉએ જણાવ્યું કે, “ગુજરાતના સુરતમાં વિનફાસ્ટનું પ્રથમ શોરૂમ અમારા ભારત પ્રત્યેના ઊંડા વચનબદ્ધતાનું પ્રતિક છે. અમારા ટેકનોલોજી અને ગુણવત્તાસભર સેવા દ્વારા ગ્રાહકો માટે સંપૂર્ણ માલિકી અનુભવ (ownership journey) આપવાનો ઉદ્દેશ છે.”
તેમણે ઉમેર્યું, “ચંદન કાર જેવા ભરોસાપાત્ર પાર્ટનરો સાથે મળીને, અમે ભારતમાં એક ભવિષ્યગામી ઈવીઇકોસિસ્ટમ બનાવી રહ્યા છીએ, જે શ્રેષ્ઠ ઈલેક્ટ્રિક વાહન અનુભવ આપશે.”
વિનફાસ્ટે ભારતમાં પ્રવેશ સાથે RoadGrid, myTVS અને Global Assure સાથે ભાગીદારી કરી છે, જેથી સમગ્ર દેશમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આફ્ટર-સેલ્સ સર્વિસ નેટવર્ક વિકસાવાઈ શકે.
સાથોસાથ, પર્યાવરણને ધ્યાનમાં રાખી વિનફાસ્ટે BatX Energies સાથે ભાગીદારી કરી છે, જે ભારત આધારિત ક્લીન ટેક કંપની છે. બંને કંપનીઓ સાથે મળીને બેટરી રિસાયકલિંગ અને સર્ક્યુલર બેટરી વેલ્યુ ચેન વિકસાવવામાં આવશે.
વિનફાસ્ટ, વિયતનામના Vingroup JSC ની સહાયિક છે. જે દેશના સૌથી મોટા કોંગ્રોમેરેટ્સ પૈકીનું એક છે. વિનફાસ્ટ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો નિર્માણ કરતી કંપની છે, જે ઇવીને દરેક માટે સુલભ બનાવવાનો મિશન ધરાવે છે.