SURAT: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્ઝામને લઈને અસમંજસમાં, ઓનલાઈન લેવી કે ઓફલાઇન નિર્ણય આવતીકાલ સોમવારે

|

Jul 04, 2021 | 3:29 PM

સુરતની (Surat) વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (Veer Narmad Dakshin Gujarat University) એક્ઝામને લઈને અસમંજસમાં છે. એક્ઝામ ઓનલાઈન લેવી કે ઓફલાઇન તેનો નિર્ણય આવતીકાલ સોમવારે કરવામાં આવશે.

SURAT: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક્ઝામને લઈને અસમંજસમાં, ઓનલાઈન લેવી કે ઓફલાઇન નિર્ણય આવતીકાલ સોમવારે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

Follow us on

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની(Veer Narmad Dakshin Gujarat University) 5મીજુલાઇના રોજ યોજાનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આગામી જુલાઇ મહિનામાં ઓનલાઇન પરીક્ષા લેવી કે ઓફલાઈન તે અંગે નિર્ણય લેવામાં આવશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા સંદર્ભે હાલ મૂંઝવણમાં હોય તેવું સાબિત થઈ રહ્યું છે. યુનિવર્સિટીની હાલ ઓનલાઈન એક્ઝામ ચાલી રહી છે અને સરકાર દ્વારા 28મી જૂનના રોજ જારી કરેલા પરિપત્ર મુજબ જુલાઈ મહિનામાં ઓફલાઈન પરીક્ષા પરવાનગી આપવામાં આવી છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા 29મી જૂનના રોજ એકેડેમિક કાઉન્સિલની બેઠક બોલાવવામાં આવી હતી.

જેમાં ઓફલાઈન પરીક્ષા લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ તે પછી વિદ્યાર્થી સંગઠનો એબીવીપી, એનએસયુઆઈ તેમજ અન્ય કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ઓફલાઈન પરીક્ષા નો વિરોધ કરીને ફક્ત ઓનલાઇન પરીક્ષા લેવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષા સંદર્ભે પોતાના નિર્ણયો વારંવાર બદલાતા હોવાથી વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વિદ્યાર્થીઓએ મૂંઝવણમાં છે કે પરીક્ષાની તૈયારી એમસીક્યુ આધારિત કરવી કે વર્ણનાત્મક રીતે પરીક્ષાની તૈયારી કરવી ? આવી ફરિયાદ પણ વિદ્યાર્થીઓ સંગઠન દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત હાલ ભલે કોરોનાના કેસ ઘટી રહ્યા હોય પરંતુ ત્રીજી લહેર અને ડેલ્ટા વાયરસનો ખતરો યથાવત્ રહ્યો છે. તેવા સમયે ઓફલાઈન પરીક્ષા આપે તો સંક્રમણ ફરી વધે તેવો ડર પણ વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે. તેવામાં વિદ્યાર્થી સંગઠનો દ્વારા યુનિવર્સીટી ને ઓનલાઈન પરીક્ષા લેવા માટે જ રજૂઆતો પણ કરવામાં આવી છે.

હવે 5મી જુલાઇના રોજ મળનારી એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં પરીક્ષા ઓનલાઈન કે ઓફલાઈન તે અંગે નિર્ણય લેવામાં આવશે.

Published On - 3:17 pm, Sun, 4 July 21

Next Article