આ પાછું નવુ આવ્યુ ! વરસાદથી બચાવવા ટુ વ્હીલર ચાલકો માટે યુનિક રેઇનકોટ, સુરતમાં જામી ખરીદી

|

Jun 25, 2022 | 6:13 PM

ચોમાસામાં (Monsoon 2022) વરસાદથી બચાવવા માટે રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ લોકો કરતા હોય છે. જો કે આ વર્ષે સુરતમાં (Surat) એક નવી જ વેરાયટીના રેઇનકોટે (Raincoat) લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે.

આ પાછું નવુ આવ્યુ ! વરસાદથી બચાવવા ટુ વ્હીલર ચાલકો માટે યુનિક રેઇનકોટ, સુરતમાં જામી ખરીદી
ટુ વ્હીલર ચાલકને વરસાદથી બચાવતુ નવા પ્રકારનું રેઇનકોટ

Follow us on

ગુજરાતમાં (Gujarat) ચોમાસાએ (Monsoon) જોરદાર બેટિંગ કરવાનું શરુ કરી દીધુ છે. દક્ષિણ ગુજરાત સહિત શહેરમાં પણ ચોમાસાની સીઝન બરાબર જામી ગઈ છે. સુરત, નવસારી, ડાંગ, વલસાડ સહિતના વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી સારો એવો વરસાદ નોંધાયો છે. ત્યારે વરસાદના (Rain) પાણીથી બચવા માટે ઉપયોગમાં આવતી રેઇનકોટ, છત્રી જેવા સાધનોની ખરીદીની સીઝન બજારોમાં જામી છે. વિક્રેતાઓ પણ લોકોને આકર્ષવા માટે દર વર્ષે નીતનવી વસ્તુઓ બજારમાં લાવતા હોય છે. ત્યારે સુરતમાં (Surat) પણ એક નવા પ્રકારના રેઇનકોટે (Raincoat) લોકોનું આકર્ષણ વધાર્યુ છે. જાણો શું છે આ નવા પ્રકારના રેઇનકોટની ખાસિયત.

શું છે આ ડબલ રેઇનકોટની ખાસિયત ?

ચોમાસામાં વરસાદથી બચાવવા માટે રેઇનકોટ અને છત્રીનો ઉપયોગ લોકો કરતા હોય છે. જો કે આ વર્ષે સુરતમાં એક નવી જ વેરાયટીના રેઇનકોટે લોકોમાં આકર્ષણ જમાવ્યુ છે. સુરતમાં ડબલ રેઇનકોટની ખરીદી જામી છે. આ રેઇનકોટ વાહનચાલકની સાથે તેની પાછળ બેસેલા વ્યક્તિ અને વાહન ત્રણેયને વરસાદથી બચાવે છે. આ રેઇનકોટની એક યુનિક વેરાયટી છે જે લોકોને ખૂબ પસંદ પણ પડી રહી છે. કારણ કે એક જ રેઇનકોટથી ગાડી ચલાવનાર, તેની પાછળ બેસનાર અને ગાડી એમ ત્રણેયને ધોધમાર વરસાદથી બચાવી શકાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

રેઇનકોટ વેચનાર વેપારીનો મત

માર્કેટમાં આ રેઇનકોટ લાવનાર વિક્રેતા જણાવે છે કે, અમે દર વર્ષે લોકો માટે કંઈ નવું લાવીએ છીએ. જેથી આ વર્ષે અમે આ યુનિક કોન્સેપ્ટ લઈને આવ્યા છે. જેમાં એક જ રેઇનકોટથી ઘણા ફાયદા મળી જાય છે. અમે પહેલા ગાડીને કવર કરે તેવી છત્રી લાવ્યા હતા, પણ તેમાંય વાહનચાલકને પલળવાની સંભાવના રહી હતી, અને તેમાં વાહન પણ ભીનું થતા બગડી જવાની કે ખરાબ થવાની શકયતા હતી. જેથી આ વખતે અમે એવો રેઇનકોટ લાવ્યા છે, જે ગાડીની સાથે તેના પર બેસનાર વ્યક્તિને પણ વરસાદથી બચાવે. આ રેઇનકોટની કિંમત મટીરીયલ પ્રમાણે 450 રૂપિયાથી શરૂ કરીને 600 રૂપિયા સુધીની છે.

બીજી તરફ આ રેઇનકોટ ખરીદનાર વ્યક્તિ કહે છે કે, ગાડી પર છત્રી લઇ જવું તો મુશ્કેલ છે, પણ આ ડબલ રેઇનકોટ બહુ યુનિક છે, ખાસ કરીને સુરતમાં જે લોકોને કાયમ ડબલ સીટ પર વધારે ફરવું પડે છે તેવા લોકો માટે આ રેઇનકોટ બેસ્ટ છે, અને તેનાથી ગાડીને પણ નુકસાન થતું નથી.

Next Article