સુરતના અનોખા ગણેશ ભક્ત, 6 વર્ષમાં 113 ડાયરીમાં લખ્યા, 58 લાખ ગણેશ મંત્ર

|

Sep 19, 2020 | 4:40 PM

સુરતમાં એક અનોખા ગણેશ ભક્ત છે. આ ગણેશ ભક્ત વ્યવસાયે વેપારી છે. વ્યસ્ત વ્યવસાય અને કુટુંબીજનો વચ્ચે છેલ્લા 6 વર્ષથી કરે છે અનોખી ભક્તિ. આ ભક્તે કેવી રીતે કરી છે, અનોખી ગણેશ ભક્તિ જાણીએ. સુરતમાં રહેતા 62 વર્ષીય વેપારી કાપડનો વ્યવસાય કરે છે. આ ગણેશ ભક્ત છેલ્લા છ વર્ષથી એટલા તો લીન થયા છે કેે, […]

સુરતના અનોખા ગણેશ ભક્ત, 6 વર્ષમાં 113 ડાયરીમાં લખ્યા, 58 લાખ ગણેશ મંત્ર

Follow us on

સુરતમાં એક અનોખા ગણેશ ભક્ત છે. આ ગણેશ ભક્ત વ્યવસાયે વેપારી છે. વ્યસ્ત વ્યવસાય અને કુટુંબીજનો વચ્ચે છેલ્લા 6 વર્ષથી કરે છે અનોખી ભક્તિ. આ ભક્તે કેવી રીતે કરી છે, અનોખી ગણેશ ભક્તિ જાણીએ.

સુરતમાં રહેતા 62 વર્ષીય વેપારી કાપડનો વ્યવસાય કરે છે. આ ગણેશ ભક્ત છેલ્લા છ વર્ષથી એટલા તો લીન થયા છે કેે, કાગળ ઉપર 58 લાખ વાર  ગણ ગણપત નમઃ લખ્યુ છે. અને હજુ પણ સતત લખીને ભક્તિ કરી રહ્યાં છે.  શ્યામ સુંદર અગ્રવાલને આ પ્રકારની કામગીરીથી ત્રણ અલગ અલગ એવોર્ડથી સન્માનમાં આવ્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

સંસ્કૃતમાં ભગવાન ગણેશના મંત્ર ગણ ગણાપતે નમ: લખવાનું વર્ષ 2014 શરૂ કર્યું હતું, જે વર્ષ 2020 માં પણ ચાલુ રાખ્યું છે આજ સુધી ભગવાન ગણેશના મંત્રો તેમના હાથથી લખીને 113 ડાયરી પૂરી કરી છે જ્યારે તેઓ હજી પણ તેમણે ગણેશજીના શ્લોક લખવાનું સતત ચાલુ રાખ્યું છે.

 

સુરતના આ અનોખા ગણેશ ભક્તના ઓરડાના આ પલંગ પર ગણ ગણપતે નમ: મંત્ર સાથે લખેલી ડાયરાઓ જોઈ શકાય છે, જોકે, આ પલંગ પર બધી ડાયરીઓ આવી નથી, તેમ છતાં, ડાયરીઓ અલગથી ઘરમાં રાખવામાં આવી છે.

 

 

આ વખતે કોરોના યુગમાં ગણેશ ઉત્સવની ઉજવણી પર પ્રતિબંધ છે તેથી ગણેશ ભક્તોમાં નિરાશ થયા છે.  પરંતુ શ્યામસુંદર અગ્રવાલ જેવા અનોખા ગણેશ ભક્તો પર કોરોનાની કોઈ અસર જોવા મળી નથી. તે પોતાના ઘરે બેઠા છે, ભગવાન ગણેશના મંત્રો લખી રહ્યા છે અને અનોખી રીતે ગણેશ ભક્તિ કરી રહ્યા છે.

 

Published On - 9:31 am, Fri, 28 August 20

Next Article