Surat : કોર્પોરેશનની સ્થાયી સમિતિએ એક જ કલાકમાં 1045 કરોડના કામોને આપી લીલી ઝંડી

|

Oct 21, 2022 | 9:50 AM

વિવિધ ખાસ સમિતિઓના 81 કામોના અંદાજ સ્થાયી સમિતિની મંજૂરી બાદ સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જેથી તંત્ર દ્વારા આચારસંહિતા દરમિયાન આ કામો માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી શકાશે.

Surat : કોર્પોરેશનની સ્થાયી સમિતિએ એક જ કલાકમાં 1045 કરોડના કામોને આપી લીલી ઝંડી
Surat Municipal Corporation (File Image )

Follow us on

આગામી વિધાનસભા ચૂંટણીનું (Election ) જાહેરનામું આગામી સપ્તાહે જાહેર થવાની સંભાવનાને પગલે ચાલુ અઠવાડિયામાં સુરત મહાનગરપાલિકાની (SMC) વિવિધ ખાસ સમિતિઓમાં અંદાજ મંજૂરી અને 25 લાખ રૂપિયાથી ઓછી વેલ્યુ ધરાવતી કામગીરીના ટેન્ડરોની સોંપણી સાથે સ્થાયી સમિતિમાં પણ જમ્બો એજન્ડાને મંજૂરી આપવામાં આવી છે. માત્ર એક જ કલાકમાં સ્થાયી સમિતિએ 1045 કરોડના વિવિધ પ્રાથમિક સુવિધા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટો ટેન્ડરોને મંજૂરી આપી છે. સુરત મનપા કમિશનર દ્વારા એજન્ડામાં સામેલ 116 કામો ઉપરાંત 87 વધારાના કામો સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યા હતા.

એટલું જ નહીં વિવિધ ખાસ કમિટીઓ દ્વારા મંજૂર અંદાજોની દરખાસ્તને હવે મળનારી સામાન્ય સભામાં બહાલી મળે તે હેતુથી બોર્ડના એજન્ડામાં વધારાના કામ તરીકે રજૂ કરવા માટે વિવિધ ખાસ કમિટીઓના 81 કામો પણ તાકીદના કામ તરીકે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયા હતા.

કુલ 1045 કરોડના કામોને આપવામાં આવી બહાલી :

સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે જણાવ્યું કે કુલ 1045 કરોડની વેલ્યુ ધરાવતા વિકાસકામોની 200થી વધુ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ ખાસ સમિતિઓના 81 કામોના અંદાજ સ્થાયી સમિતિની મંજૂરી બાદ સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. જેથી તંત્ર દ્વારા આચારસંહિતા દરમિયાન આ કામો માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી શકાશે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

છેલ્લા એક અઠવાડિયાથી નવનિયુક્ત મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા આચારસંહિતાને ધ્યાને રાખી જનભાગીદારીની યોજના હેઠળના પ્રાથમિક સુવિધાની ફાઇલ સહિત ટેન્ડર મંજૂરી, અંદાજ અંગેની ફાઇલો ક્લીયર કરી રહ્યા છે. જેને પગલે સ્થાયી સમિતિ સમક્ષ અધધ 1045 કરોડના વિવિધ કામગીરી પ્રોજેક્ટોના ટેન્ડરો મંજૂર થઈ શક્યા છે. જાહેર બાંધકામ સમિતિના 50, પાણી સમિતિના 9,  સાંસ્કૃતિક કમિટીના 1, ગટર સમિતિના 17 સહિત કુલ 81 પ્રોજેક્ટોના મંજૂર અંદાજો સામાન્ય સભા સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે વિધાનસભાની આચારસંહિતા લાગુ થાય તે પહેલા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વિકાસના કામો મંજુર કરવા માટે 5Gની સ્પીડ રાખીને કામો મંજુર કરવામાં આવી રહ્યા છે.

Published On - 9:49 am, Fri, 21 October 22

Next Article