AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સુરતમાં હવે બનશે રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરી, જાણો શું હશે વિશેષતા

આ કચેરીની ખાસિયત જાણીએ તો નવી કલેકટર કચેરી માં સંપૂર્ણ સોલાર આધારિત વીજળીનો ઉપયોગ કરવામાં આવશે. 14 માળની કચેરીમાં બિલ્ડિંગની ડિઝાઈન અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે.

Surat : સુરતમાં હવે બનશે રાજ્યની સૌથી ઊંચી કલેકટર કચેરી, જાણો શું હશે વિશેષતા
The highest collector office of the state will now be built in Surat, know what will be the special feature
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:51 AM
Share

લાંબા સમયના અંતરાળ બાદ જિલ્લા કલેક્ટર(Collector ) આયુષ ઓકની કામગીરી અંતર્ગત સુરતમાં (Surat ) રૂપિયા 30 કરોડના ખર્ચે રાજ્યની સૌથી ઊંચી સુરત જિલ્લા કલેક્ટર કચેરી (Office )બનાવવામાં આવશે. જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલ મંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ક૨વામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાતમાં સૌથી ઊંચી મહાનગરપાલિકાનું બિલ્ડીંગ પણ સુરતમાં બનાવવાનું આયોજન થઈ ચૂક્યું છે. તેની સાથે સાથે હવે સુરત ખાતે રાજ્યની સૌથી ઊંચી કલેક્ટર કચેરી બનાવવાનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે જિલ્લા કલેક્ટર આયુષ ઓકે વિગતો આપતા જણાવ્યું હતું કે, શહેરના પીપલોદ એસવીએનઆઈટીની સામેની તરફ સરકારી જગ્યા પર રૂપિયા 30 કરોડના ખર્ચે 14 માળની ગ્રીન બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ નવી કલેક્ટર કચેરીનું કાર્ય આગામી એક વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

નવી કલેકટર કચેરીની વિશેષતાઓ શું હશે :

— SVNIT ગેસ્ટ હાઉસની બાજુના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવશે. — 14 માળની સરકારી ઈમારતમાં વાહનો માટે બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. — એક જ છત નીચે મહેસૂલ વિભાગની તમામ કચેરીઓને પણ આવરી લેવામાં આવશે. — આધુનિક કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, ક્રાફેટેરિયા પણ નવી કચેરીમાં હશે — એક જ કેમ્પસમાં બીજા 4 ટાવર ભવિષ્યમાં બનાવવાનું આયોજન તેમજ આ દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાયું છે.

આ કચેરીની ખાસિયત જાણીએ તો નવી કલેકટર કચેરી માં સંપૂર્ણ સોલાર આધારિત વીજળીનો ઉપયોગ કરવામાં આવશે. 14 માળની કચેરીમાં બિલ્ડિંગની ડિઝાઈન અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 30 ટકા સુધીની વીજળીની પણ બચત કરવામાં આવશે. નવી કલેક્ટર કચેરીમાં પ્રાંત અધિકારીની નવી જગ્યા સાથે અડાજણ મામલતદારની કચેરી પણ બનાવવામાં આવશે.

રાજ્યના રાજ્યકક્ષાના મહેસુલમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. નવી કલેક્ટર કચેરીની સાથે સાથે સુરતના અડાજણ વિસ્તારમાં એલપી સવાણી લેક ગાર્ડન નજીક અડાજણ મામલતદાર ઓફિસ, પુણામાં મગોબ ખાતે અમેઝિયા વોટર પાર્ક નજીક પુણા મામલતદાર કચેરી તથા ઉધના સોસિયો સર્કલ પાસે ઉધના મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત પણ કરી દેવામાં આવશે.

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">