Surat : GST કાઉન્સિલની બેઠકમાંથી આવ્યા હીરા ઉદ્યોગ માટે ખુશખબર, કટ અને પોલિશ હીરા ઉપર GSTનો દર વધારવાની માંગણી સ્વીકારાઈ

|

Jun 29, 2022 | 12:38 PM

સુરતના હીરા ઉદ્યોગકારો (Dimond merchant)દ્વારા ઘણા લાંબા સમયથી કટ એન્ડ પોલિશ્ડ હીરા પર જીએસટીનો દર વધારવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી મંગળવારે મળેલી જીએસટીની કાઉન્સિલની મળેલી બેઠકમાં પરિપૂર્ણ કરવામાં આવી છે.

Surat : GST કાઉન્સિલની બેઠકમાંથી આવ્યા હીરા ઉદ્યોગ માટે ખુશખબર, કટ અને પોલિશ હીરા ઉપર GSTનો દર વધારવાની માંગણી સ્વીકારાઈ

Follow us on

જીએસટી (GST)કાઉન્સિલ દ્વારા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ (Polished Dimond)પરનો જીએસટી દર વધારીને હવે 1.5 ટકા કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની બેઠક મંગળવારે યોજવામાં આવી હતી. જેમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે  સુરતના હીરા ઉદ્યોગકારો (Dimond merchant)દ્વારા ઘણા લાંબા સમયથી કટ એન્ડ પોલિશ્ડ હીરા પર જીએસટીનો દર વધારવાની માંગણી કરવામાં આવી રહી હતી. આ માંગણી મંગળવારે મળેલી જીએસટીની કાઉન્સિલની મળેલી બેઠકમાં પરિપૂર્ણ કરવામાં આવી છે.

જીએસટીનો કાયદો અમલમાં આવ્યો ત્યારબાદથી સતત હીરા સહિત અન્ય કેટલીક વસ્તુઓના જીએસટીના દરમાં ફેરફાર કરવા માટે રજૂઆતો કરવામાં આવી રહી હતી. હીરા ઉદ્યોગકારોએ રજૂઆત કરી હતી કે કટ એન્ડ પોલિશ્ડ હીરા પર 0.25 ટકા જીએસટી હોવાથી જીએસટીની ઇનપુટ ક્રેડિટ ટેકસ બ્લોક થઈ જવાનો પ્રશ્નો ઊભો થતો હતો. હીરા ઉદ્યોગમાં સર્ટિફિકેશનથી લઇ મશીનરી ખરીદવા સુધી અન્ય ખર્ચાઓ પર 3 ટકાથી લઇ 18 ટકા જીએસટીનો દર હતો. જેથી હીરા ઉદ્યોગકારોએ કેન્દ્ર સરકારમાં કટ અને પોલિશ્ડ હીરા પર જીએસટીનો દ૨ 0.25 ટકાથી વધારીને 1.5 ટકા કરવાની માગણી કરી હતી. જેને જીએસટી કાઉન્સિલ ની બેઠકમાં સ્વીકારી લેવામાં આવી છે.

જીએસટી દરના વધારાથી  ક્રેડિટ  બ્લોક થવાના પ્રશ્નો ઉકેલાયા

હીરા ઉદ્યોગના વેપારીઓના જણાવ્યા પ્રમાણે જે કટ  અને  પોલિશ થયેલા હીરા પર 0.25 ટકા જીએસટીનો દર હોવાથી હીરા ઉદ્યોગકારો ની મૂડી જામ થઈ હતી હતી. તેમને જીએસટી સેટ ઓફનો લાભ મળતો ન હતો. જેના કારણે તેઓએ જીએસટી નો દર વધારવાની માંગણી કરી હતી. જેને સ્વીકારી લેવામાં આવતા હવે હીરા ઉદ્યોગકારોની મૂડી હવેથી  જામ થવાનો પ્રશ્ન નહિ રહે. આમ એક તરફ જ્યાં સુરતના કાપડ ઉદ્યોગ દ્વારા જીએસટી મુદ્દે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો, ત્યાં ડાયમંડ ઉદ્યોગમાં જીએસટી દર વધવાથી ખુશી જોવા મળી રહી છે. કારણ કે છેલ્લા બજેટમાં પણ આ મામલે સુરતના હીરા ઉદ્યોગકારો દ્વારા આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી. જે આખરે સંતોષાતા હીરા ઉદ્યોગકારો ને હવે ઇનપુટ ક્રેડિટ ટેકસની મૂડી બ્લોક થઈ જવાની સમસ્યા નહિ રહે.   આ ઉકેલ આવવાને કારણે હીરા ઉદ્યોગકારોએ આનંદ વ્યક્ત કર્યો હતો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

નોંધનીય છે કે GST કાઉન્સિલની 47મી બેઠક મંગળવારથી શરૂ થઈ છે.  આ બેઠકમાં  હજુ કેટલીક વસ્તુઓના ટેક્સના દરોમાં ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.કાઉન્સિલની બેઠક છ મહિના બાદ મળી છે જેનો આજે અંતિમ દિવસ છે GST કાઉન્સિલમાં રાજ્યોના નાણા મંત્રીઓના જૂથના બે અહેવાલો પણ રજૂ કરવામાં આવશે.

Next Article