ઇજાગ્રસ્ત હાલતમાં ફરી રહેલાં ઊંટને સુરતના યુવાનોએ જીવદયા સંસ્થાને સોંપ્યો,સુરતમાં નોંધારા પશુઓની વ્યવસ્થાનો અભાવ

|

Oct 14, 2020 | 11:58 AM

સુરતમાં રોજીરોટી અને માલસામાન વાહક તરીકે લાવવામા આવતા પાળતું પ્રાણી ઊંટને તરછોડી દેવાના બનાવો વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા છ મહિનામાં આવા 3 ઊંટને રઝળતી હાલતમાં છોડી દેવાના બનાવો બનવા પામ્યા છે. જે બાદ જીવદયાપ્રેમીઓમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી […]

ઇજાગ્રસ્ત હાલતમાં ફરી રહેલાં ઊંટને સુરતના યુવાનોએ જીવદયા સંસ્થાને સોંપ્યો,સુરતમાં નોંધારા પશુઓની વ્યવસ્થાનો અભાવ

Follow us on

સુરતમાં રોજીરોટી અને માલસામાન વાહક તરીકે લાવવામા આવતા પાળતું પ્રાણી ઊંટને તરછોડી દેવાના બનાવો વધી રહ્યા છે. સુરતમાં છેલ્લા છ મહિનામાં આવા 3 ઊંટને રઝળતી હાલતમાં છોડી દેવાના બનાવો બનવા પામ્યા છે. જે બાદ જીવદયાપ્રેમીઓમાં રોષ અને દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગઈકાલે રાત્રે પીપલોદ વિસ્તારમાં એસવીએનઆઇટી કોલેજ પાસે શરીરના અલગ અલગ ભાગે ઇજાઓ સાથે તેમજ પગમાં લોહી નીકળતી હાલત સાથે એક ઊંટ રસ્તા પર ફરતું દેખાયું હતું. ત્યારે અડાજણ વિસ્તારના ગાર્ડન ગ્રુપના સભ્યોના ધ્યાને આ વાત આવતા તેઓ તુરંત જ ઊંટની વ્હારે આવ્યા હતા.

ઊંટને વધુ કોઈ ઇજા ન થાય કે સારવારને અભાવે તે મોતને ભેંટે તે પહેલાં જ તેઓ ઊંટને જહાંગીરપુરા ગૌશાળામાં લઇ ગયા હતા. પણ તે બંધ હોવાના કારણે તેઓ આખી રાત ઊંટ પાસે બેસી રહ્યા હતા. અને આખરે સુરતમાં અબોલ પશુઓ માટે કામ કરતી સંસ્થા નેચર ક્લબનો સંપર્ક કર્યો હતો.

જેમના સભ્યો દ્વારા ઊંટને ડુમસ સ્થિત ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યું હતું. લોકડાઉન બાદ આ 3જી ઘટના છે જ્યારે શહેરમાં આવી રીતે રઝળતી હાલતમાં ઊંટ મળી આવ્યું છે. જોકે શહેરમાં આવા નોંધારા ઊંટની સારવાર માટેની કોઈ વ્યવસ્થા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article