Surat : મહિલા પોલીસે બનાવ્યા ગૃહમંત્રીને “મોટા ભાઈ”, હર્ષ સંઘવીએ આપ્યું બહેનોની સલામતીનું વચન

|

Aug 11, 2022 | 12:00 PM

આવનારા દિવસોની અંદર બેનની(Sister ) સલામતી જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ સતત કામ કરતું રહેશે.

Surat : મહિલા પોલીસે બનાવ્યા ગૃહમંત્રીને મોટા ભાઈ, હર્ષ સંઘવીએ આપ્યું બહેનોની સલામતીનું વચન
Harsh Sanghvi Celebrates Rakshabandhan with lady police (File Image )

Follow us on

આજના પવિત્ર દિવસ એટલે રક્ષાબંધનનો (Rakshabandhan )તહેવારના દિવસે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીએ(Home Minister ) પોતાના શહેર સુરતમાં (Surat )રક્ષાબંધન નિમિત્તે બહેનો પાસે રાખડી બંધાવી અને ઉજવણી કરી હતી. સૌથી મહત્વની વસ્તુ જ એ છે કે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રીને સૌ પ્રથમ સુરત પોલીસની પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓ દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને આજના દિવસથી શરૂઆત કરી હતી એક અનોખો માહોલ આજે જોવા મળ્યો હતો.

મહિલા પોલીસ દ્વારા ગૃહમંત્રીને બાંધવામાં આવી રાખડી :

ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી આજના પવિત્ર તહેવારે તેમના વિધાનસભા કાર્યક્ષેત્ર ની અંદર રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા છે. તે વચ્ચે સુરત પોલીસની મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી અને સાથે તિરંગો ભેટમાં આપી અને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આમ રક્ષાબંધનના તહેવારે પોલીસ મહિલા દ્વારા રાખડી બાંધતા ની સાથે જ ગૃહ મંત્રીના ચહેરા ઉપર એક સ્મિત દેખાયું હતું. સાથે મહિલા પોલીસના ચહેરા ઉપર એક ખુશીની લાગણી જોવા મળી હતી.

બહેનોની સલામતીનું આપ્યું વચન :

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જણાવ્યું હતું કે ગુજરાતની બહેનોને સુરક્ષા મળી રહે અને આવનારા દિવસોની અંદર બેનની સલામતી જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ સતત કામ કરતું રહેશે. આ સાથે જણાવ્યું હતું કે ગુજરાતની બહેનોને કોઈ ગેરમાર્ગે અથવા બહેનો સાથે રાજકીય વાત કરશે તે યોગ્ય નથી.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

હર્ષ સંઘવીને કાર્યાલય ઉપર મોટી સંખ્યા ની અંદર સુરત પોલીસ ની મહિલાઓ આવી પહોંચી હતી. અને એક પછી એક રાખડી બાંધી અને આ રક્ષાબંધનની ઉજવણી કરી હતી. સાથે ગૃહ મંત્રીના પ્રોટોકોલ મુજબ મહિલાઓ બંદોબસ્તમાં આવી હતી તે દરમિયાન ગૃહમંત્રીના કહેવા પ્રમાણે આ તમામ મહિલાઓએ ગૃહ મંત્રીને રાખડી બાંધી અને શુભેચ્છાઓ પાઠવી હતી. આમ ગૃહ મંત્રી હર્ષ સંઘવી તો બીજી બાજુ તેમને પોલીસની મહિલાઓ રાખડી બાંધતા ઓફિસની અંદર એક ખુશીની લાગણી અને અલગ વાતાવરણ ઊભું થયું હતું..

Next Article