રાજસ્થાનઃ અકસ્માત બાદ બસમાં લાગેલી આગમાં 12 લોકોના મોત,ટેન્કર અને બસ વચ્ચેની ટક્કર બાદ બસમાં આગ લાગી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કરે સામેથી મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી.

  • Updated On - 12:50 pm, Wed, 10 November 21
રાજસ્થાનઃ અકસ્માત બાદ બસમાં લાગેલી આગમાં 12 લોકોના મોત,ટેન્કર અને બસ વચ્ચેની ટક્કર બાદ બસમાં આગ લાગી હતી
a-bus-caught-fire-after-an-accident-in-barmer-rajasthan-leaving-12-people-dead

રાજસ્થાનના બાડમેર-જોધપુર હાઈવે (Rajasthan) પર એક મોટી દુર્ઘટનાના સર્જાઇ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એક ખાનગી બસ(Bus) અને ટેન્કર ટ્રેલર વચ્ચેની ભીષણ ટક્કરમાં 12 લોકો જીવતા સળગી જતા તેમના મોત થયા છે. ટેન્કર સાથે અથડાયા બાદ બસમાં આગ(fire) લાગી હતી અને મુસાફરોને બહાર નીકળવાની તક મળી ન હતી.

અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ભીષણ આગને પગલે અફરા તફરીનો પણ માહોલ સર્જાયો હતો. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરુ કરૂી દેવામાં આવી.

બસમાં 25 લોકો સવાર હતા ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સમયે બસમાં લગભગ 25 લોકો સવાર હતા. જેમાંથી 10 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે પરંતુ હજુ પણ વધુ લોકો બસમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કામગીરી પૂરજોશમાં શરુ કરી દીધી છે.

રોંગ સાઇડથી આવતા ટેન્કરે ટક્કર મારી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રોંગ સાઇડથી આવી રહેલા ટેન્કરે સામેથી મુસાફરોથી ભરેલી બસને ટક્કર મારી હતી. બસમાં સવાર એક મુસાફરના જણાવ્યા મુજબ આ બસ બાલોત્રાથી નીકળી હતી. દરમિયાન રોંગ સાઇડમાં સામેથી આવતા ટેન્કરે બસને ટક્કર મારી હતી. અકસ્માત બાદ બસમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી અને આગે એટલુ ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધુ કે આગની ચપેટમાં મુસાફરો આવી ગયા

થોડી જ વારમાં 12 મુસાફરો આગમાં ભડથુ આ આગ એટલી ભીષણ હતી કે થોડીવારમાં જ ઘણા મુસાફરોના મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રેસ્ક્યુ ટીમે 10 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનની સાથે પચપાદરાના ધારાસભ્ય મદન પ્રજાપત, પ્રભારી મંત્રી સુખરામ વિશ્નોઈ, ડિવિઝનલ કમિશનર સહિત અનેક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તે જ સમયે, અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં ફુલ્યો ફાલ્યો ડ્રગ્સનો વેપલો ? સુરતમાં MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

આ પણ વાંચોઃ દિવાળી બાદ સુરતમાં કોરોનાને લઈને એક તરફ ટેસ્ટિંગ વધ્યું, તો બીજી તરફ વેક્સિનેશન ઘટતા ચિંતા વધી

  • Follow us on Facebook

Published On - 12:26 pm, Wed, 10 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati