ઉડતા ગુજરાત: છેલ્લા 5 મહિનામાં અધધધ કરોડનું ઝડપાયું ડ્રગ્સ, સરકારની ડ્રગ્સ રેકેટ સામે લાલ આંખ

Gujarat: છેલ્લા 36થી 37 કલાકમાં ડ્રગ્સ પર હલ્લાબોલ જામ્યો છે. અલગ અલગ રેડ અને બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 1:02 PM

ગુજરાતમાં ડ્રગ્સ રેકેટ પર ગૃહવિભાગનું હલ્લાબોલ જોવા મળી રહ્યું છે. ડ્રગ્સ રેકેટ ચલાવનારા સામે ગૃહ રાજ્યમંત્રીએ લાલ આંખ કરી છે. તો મળેલી માહિતી પ્રમાણે છેલ્લા 1 મહિનામાં 5થી વધુ સફળ રેડ કરવામાં આવી છે. જેમાં કરોડોનું ડ્રગ્સ પકડાયું છે. ગૃહ રાજ્યમંત્રીનો ચાર્જ સંભળ્યા બાદ હર્ષ સંઘવીની પ્રાથમિકતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવાની રહી છે. તેઓએ આ વિશે એક કાર્યક્રમમાં પણ વાત કરી હતી. અને ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દુર રહેવાની સલાહ પણ આપી હતી.

તો તમને જણાવી દઈએ કે છેલ્લા 36થી 37 કલાકમાં ડ્રગ્સ પર હલ્લાબોલ જામ્યો છે. અલગ અલગ રેડ અને બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ત્યારે આજે વહેલી સવારે જ દેવભૂમિદ્વારકામાં 352 કરોડનું ડ્રગ્સ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે. તપ છોટાઉદેપુરમાં ગાંજાની ખેતીનો પરદાફાસ થયો છે. તો આ 36 કલાકમાં જ અમદાવાદ MD ડ્રગ્સમાં 2 પેડલરની ધરપકડ કરવામાં અવી છે. તો સુરતથી પણ MD ડ્રગ્સ ઝડપવામાં આવ્યું હતું. સુરત નિયોલ ચેકપોસ્ટથી રૂપિયા 5.85 લાખના એમડી ડ્રગ્સ સાથે રાજસ્થાનો શખ્સ પકડાયો છે. તો આજે મળેલી કેબિનેટમાં પણ ડ્રગ્સ અંગે ચર્ચા થઈ હતી.

તમને જણાવી દઈએ કે છેલ્લા 5 મહિનામાં 24,800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તો 21 એપ્રિલે અરબી સમુદ્રમાં એક બોટમાંથી 150 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. 17 જુલાઈએ પોરબંદર નજીક સમુદ્રમાંથી રૂપિયા 3,500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારે 21 સપ્ટેમ્બરે પોરબંદર નજીકથી 150 કરોડનું અને બાદમાં મુંદ્રાના અદાણી પોર્ટ પરથી 21,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું.

ગ્રામ્ય વિસ્તારોને પણ આ રેકેટ ખોખલું બનાવી રહ્યું છે. ગામડાંમાં ગાંજો અને અફીણ આસાનીથી મળી રહે છે. ત્યારે મહાનગરો, નાના શહેરોમાં MD, NCB, બ્રાઉનશુગર, મલાણા ક્રીમ, કોકેનનું વેચાણ થઇ રહ્યું છે. માહિતી પ્રમાણે ગાંજો, ચરસ અને અફીણ વેચતા પેડલરોની સંખ્યા 10 હજારથી પણ વધુ છે. તો હાઇ પ્રોફાઇલ ડ્રગ્સ વેચતા પેડલરોની સંખ્યા ઓછામાં ઓછી 1000 જણાવવામાં આવી રહી છે. એ પણ જણાવી દઈએ કે ગાંજાના પેડલરો રોજ 20 ગ્રાહકોને 100 થી 200 ના ભાવે પડીકી વેચે છે. ઉપરાંત હાઇ પ્રોફાઇલ ડ્રગ્સના પેડલરો રોજ 20 ગ્રાહકોને 2500 ના ભાવે ડ્રગ્સ વેચે છે. રાજ્યમાં રોજનું 8 કરોડ એટલે કે મહિને 140 કરોડનું ડ્રગ્સ વેચાતું હોવાની આશંકા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ફુલ્યો ફાલ્યો ડ્રગ્સનો વેપલો ? સુરતમાં MD ડ્રગ્સ સાથે પેડલર ઝડપાયો

આ પણ વાંચો: દિવાળી બાદ સુરતમાં કોરોનાને લઈને એક તરફ ટેસ્ટિંગ વધ્યું, તો બીજી તરફ વેક્સિનેશન ઘટતા ચિંતા વધી

Follow Us:
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
g clip-path="url(#clip0_868_265)">