Surat: માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે સુમન શાળામાં શરૂ થશે ધોરણ 11ના વર્ગો

|

Jun 18, 2021 | 7:54 PM

સુરત મહાનગરપાલિકા(Surat municipal corporation) સંચાલિત સુમન હાઈસ્કૂલ (Suman High school) દ્વારા  ઉચ્ચતર માધ્યમિકના 11માં ધોરણના વર્ગ શરૂ પરવાનગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Surat: માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ના રહે તે માટે સુમન શાળામાં શરૂ થશે ધોરણ 11ના વર્ગો
સુમન સ્કૂલમાં શરૂ કરવામાં આવશે ધોરણ 11ના વર્ગ

Follow us on

Surat: સામાન્ય રીતે સરકારી શાળાઓમાં ધોરણ 10 સુધીના જ વર્ગ ચાલતા હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે ધોરણ 10માં માસ પ્રમોશન (Mass Promotion) આપવામાં આવ્યું છે તો માસ પ્રમોશન મળતા જ વિદ્યાર્થીઓને ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ સ્કુલમાં પ્રવેશ નથી મળતો ત્યારે મુશ્કેલી ઉભી થાય તેવી સ્થિતિ છે.

 

આ સ્થિતિ જોતા સુરત મહાનગરપાલિકા(Surat municipal corporation) સંચાલિત સુમન હાઈસ્કૂલ (Suman High school) દ્વારા  ઉચ્ચતર માધ્યમિકના 11માં ધોરણના વર્ગ શરૂ પરવાનગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ધોરણ 12ના અભ્યાસ માટે પણ કઈ રીતે તૈયારી કરવી તેના પર પણ વિચારણા ચાલી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

સુમન શાળામાં ધોરણ10ના ગુજરાતી માધ્યમના 1,892, મરાઠી માઘ્યમના 2,116 હિન્દી માધ્યમના 424 વિદ્યાર્થીઓને સુમન હાઈસ્કૂલ નંબર 1થી 18માં આઠ ગુજરાતી, ચાર મરાઠી અને હિન્દી માધ્યમના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે. 11માં કોમર્સના પ્રથમ વર્ષમાં રાજ્ય, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પ્રતિ સ્કૂલ ફક્ત એક જ ધોરણ સ્વીકાર્ય છે.

 

પ્રતિ ધોરણ પાછળ અંદાજે વાર્ષિક 1.5 લાખનો ખર્ચ થઈ શકે છે. જોકે હાલ કોન્ટ્રાક્ટ બેઝ પર શિક્ષકોને 15,000 રૂપિયા પગાર સહિત એક ક્લાસનો ઓછામાં ઓછા ખર્ચ પાંચ લાખ થશે. સુમન માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ મફત કરી દેવામાં આવ્યો છે.

 

હાયર સેકન્ડરી સ્કુલ અને નગર પ્રાથમિક સ્કૂલને કંપનીઓ અને બીજા અન્ય ઔદ્યોગિક એકમો મારફતે સીએસઆર ફંડ પ્રાપ્ત કરીને ખર્ચ ઉઠાવવાનો પ્રયાસ થશે. કેટલાક ઉદ્યોગપતિઓ મૌખિક બાંહેધરી આપી છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ફ્રી મળે એટલા માટે છૂટ આપવામાં આવી છે. જેથી પૈસાના કારણે તેમનો અભ્યાસ ન છૂટે.

 

મહાનગરપાલિકાના સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પટેલે જણાવ્યું છે કે, જે શાળામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વ્યવસ્થા છે. ત્યાં જ ધોરણ 11ના ક્લાસ શરૂ કરવામાં આવશે. જેના માટે કોઈપણ વધારાનો ખર્ચ હાલ નથી કરવો પડતો. એક જાણકારી પ્રમાણે વરાછા ઝોનની બે સ્કૂલોમાં ધોરણ 11ના ચાર ક્લાસ શરૂ કરવામાં આવશે. તેવી જ રીતે કતારગામમાં એક સ્કૂલમાં બે, લીંબાયત ઝોનમાં એક સ્કૂલમાં બે અને ઉધના ઝોનના બે સ્કૂલોમાં ચાર ક્લાસ શરૂ કરવામાં આવશે.

 

નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે મનપા સંચાલિત શાળામાં હવે જ્યારે ધોરણ 11ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ માટે જરૂરી પરવાનગી સરકાર પાસે મેળવવાની થાય છે, જેની પ્રક્રિયા શિક્ષણ સમિતિ દ્વારા શરૂ કરવામાં આવી છે. આવનારા સમયમાં ધોરણ 12ના અભ્યાસ માટે પણ કઈ રીતે તૈયારી કરવી તેના પર પણ વિચારણા ચાલી રહી છે.

 

આ પણ વાંચો: Surat: ‘Save The Saviors’ના બેનર સાથે તબીબો પર થતાં હુમલા અટકાવવા IMA દ્વારા વિરોધ પ્રદર્શન

Next Article