SURAT: લગ્નો સીમિત થતાં સુરતના મંડપ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફટકો

|

May 29, 2021 | 10:25 PM

સુરતમાં દરરોજ ફક્ત મંડપનું જ અંદાજે 10 લાખ મીટર કાપડ તૈયાર થાય છે અને એ રીતે જોવા જઇએ તો મહિનાનું લગભગ 2.5 કરોડ મીટર જેટલું કાપડ સુરતમાં જ તૈયાર થાય છે.

SURAT: લગ્નો સીમિત થતાં સુરતના મંડપ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફટકો
SURAT : લગ્નો સીમિત થતા સુરતના મંડપ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓને મોટો ફટકો

Follow us on

SURAT: અત્યાર સુધી સુરતનું ટેક્ષટાઈલ માર્કેટ (Surat Textile Market) ફક્ત સાડી કે ડ્રેસ મટીરીયલ્સ માટે જાણીતું હતું પણ હવે સુરતના ટેક્ષટાઈલ માર્કેટમાં મંડપ માર્કેટનો (Mandap Market) પણ વ્યાપ વધ્યો છે. આ વ્યાપ એટલો વિસ્તર્યો છે કે દેશભરમાં મંડપ માર્કેટમાં કાપડ મોકલવામાં સુરતનો 80 ટકા હિસ્સો થઈ ગયો છે.

 

પરંતુ હાલ અન્ય રાજ્યોમાં લોકડાઉન (lockdown) અને સીમિત થતા લગ્નોના કારણે મંડપ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓને મોટું નુકસાન (loss) સહન કરવાનો વારો આવ્યો છે. આ સીઝનમાં 1,000 કરોડનો વેપાર મંડપ માર્કેટના વેપારીઓ કરતા હોય છે પણ હાલની પરિસ્થિતિમાં હાથ પર હાથ મૂકીને બેસવાનો વારો આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સાડી હોય કે ડ્રેસ મટીરીયલ્સ કે હોય પછી જરીનું કામ, વાત જ્યારે મહિલાઓનાં સાજ શણગારની હોય તો ટેક્ષટાઈલ સીટી સુરતનું નામ આગળ આવશે પણ એક અન્ય સેગમેન્ટ એવું છે, જેમાં પણ સુરત શહેરે મહારથ હાંસલ કરી છે. દેશભરમાં મંડપ ક્યાંય પણ તૈયાર થતો હોય પણ તેમાં કપડું સુરતથી જ જાય છે.

 

સુરતમાં મંડપના કાપડના બિઝનેસ સાથે સંકળાયેલા અને ફોસ્ટાના ડિરેકટર દેવ સંચેતીનું કહેવું છે કે સુરતમાં દરરોજ ફક્ત મંડપનું જ અંદાજે 10 લાખ મીટર કાપડ તૈયાર થાય છે અને એ રીતે જોવા જઈએ તો મહિનાનું લગભગ 2.5 કરોડ મીટર જેટલું કાપડ સુરતમાં જ તૈયાર થાય છે. પહેલાં ફક્ત 20થી 25 વેપારીઓએ મંડપનું આ માર્કેટ શરૂ કર્યું હતું, જેમાં આજે 300 જેટલા વેપારીઓ થઈ ગયાં છે.

 

વેપારી દેવ સંચેતીનું કહેવું છે કે મંડપનું કપડું રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા તેમજ ભારતના મોટાભાગની માર્કેટમાં જાય છે. મોટાભાગે લગ્નોમાં બંધાતા મંડપ અને ડેકોરેશનનું કપડું સુરતથી જ જાય છે. લગ્ન સીઝનમાં તો રોજનો 100 કરોડનો માલ સુરતમાં દરેક સ્થળે સપ્લાય થાય છે. આ અક્ષય તૃતયા પર સીઝનના હિસાબથી વેપારીઓએ 1 હજાર કરોડનું કાપડ તૈયાર કરી રાખ્યું હતું પણ કોરોનાની બીજી લહેરે (second wave) વેપારીઓની આંખમાં આંસુ લાવી દીધા છે.

 

સુરતમાં મંડપના કપડાની સાથે સાથે મંડપની ડેકોરેશનની આઈટમો પણ મળી રહે છે અને તેમાં વેરાયટી પણ મળી રહેતાં અન્ય રાજ્યોના વેપારીઓ પણ ખાસ સુરતથી જ મંડપ મટીરીયલ્સ ખરીદવાનું પસંદ કરે છે. સુરતથી મંડપનું કપડુ દેશભરમાં જાય છે. દેશભરમાં બનવાવાળા મંડપના કપડામાં સુરતની ભાગીદારી 80 ટકા જેટલી થઈ ગઈ છે.

 

હાલની પરિસ્થિતિ જોતા આ વેપારીઓ નવરાધૂપ થઈ ગયા છે. એક સમયે જમવાનો કે ચા પીવાનો પણ સમય આ વેપારીઓ પાસે નહોતો રહેતો પણ હવે તેઓ માર્કેટમાં ક્રિકેટ અને બેડમિન્ટન રમતા થઈ ગયા છે. આ સ્થિતિ જલ્દી સુધરે તેવી આશાએ તેઓ બેઠા છે.

 

Published On - 10:23 pm, Sat, 29 May 21

Next Article