Surat ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન, મર્યાદિત લોકોને જ પ્રવેશ અપાશે

સુરતના  ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવશે.આ ગરબામાં વેકસીનના બંને ડોઝ લીધા હોય એવા લોકોને જ પ્રાથમિકતા અપાશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 1:59 PM

સુરતના  ઉમિયા ધામ મંદિરમાં આ વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરવામાં આવશે. જો કે દર વર્ષે દર વર્ષે રોજ અહીં 7 થી 8 હજાર લોકો ગરબામાં જોડાતા હોય છે. પરંતુ આ વર્ષે આ વર્ષે સરકારની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને મર્યાદિત લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. તેમજ લોકોને નિયંત્રિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.

તેમજ આ ગરબામાં વેકસીનના બંને ડોઝ લીધા હોય એવા લોકોને જ પ્રાથમિકતા અપાશે. જેના લીધે કોરોનાનો ફેલાવાનો ભય ના રહે. તેમજ સુરત ઉમિયાધામ ખાતે દર વર્ષે આઠમે યોજાતી મહાઆરતીમાં 25 હજાર કરતા વધુ લોકો જોડાતા હોય છે. આ વર્ષે આ સંખ્યા પણ મર્યાદિત કરવામાં આવશે.

તેમજ ગરબાના આયોજનના પગલે ઉમિયાધામ મંદિરની બહેનો દ્વારા ગરબાની પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જાહેર કાર્યક્રમમાં કહી આ વાત, લોકોએ તેમને વધાવી લીધા

આ પણ વાંચો: અમદાવાદમાં ગાંધી આશ્રમના રી-ડેવલપમેન્ટ માટે કોર્પોરેશન 231 કરોડનો ખર્ચ કરશે, ટેન્ડર બહાર પડાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">