Surat : લકઝરી બસની સીટ નીચે રાજસ્થાનથી સુરત દારૂની હેરાફેરી કરતા બે યુવકોની ધરપકડ કરાઈ

|

Aug 02, 2022 | 8:23 AM

બસના (Bus )છેલ્લા ડબલના સોફાની નીચે પ્લાસ્ટીકના કોથળામાં પ્લાસ્ટીકના પાઉચો બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે સોફામાં ચોરખાના બનાવીને સંતાડાયેલો રૂા.4.82 લાખની કિંમતના 4824 દારૂના પાઉચ પકડી પાડ્યા હતા.

Surat : લકઝરી બસની સીટ નીચે રાજસ્થાનથી સુરત દારૂની હેરાફેરી કરતા બે યુવકોની ધરપકડ કરાઈ
2 accused caught (File Image)

Follow us on

સુરતમાં(Surat ) રાજસ્થાનના કુંભલગઢમાં 20 દિવસ લકઝરી બસ (Bus ) પડી રહેતા વતનના સાથી મિત્ર સાથે મુલાકાત બાદ બે ડ્રાઇવરો રૂા.10 હજારની લાલચમાં 4.82 લાખનો દારૂ (Alcohol ) સુરત લઇ આવ્યા હતા. બસના છેલ્લા સોફામાં ચોરખાના બનાવીને પ્લાસ્ટીકના પાઉચમાં દારૂ સંતાડાયો હતો. આ દારૂને પુણા પોલીસે પકડી પાડીને બે યુવકોની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ મોકલનાર રાજસ્થાની યુવકને વોન્ટેડ જાહેર કરાયો હતો. ગુજરાતમાં થોડા દિવસ પહેલા લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બની છે છતાં પણ લોકો દારૂનો નશો અથવા તો દારૂની હેરાફેરી કરવાનું છોડતા નથી.

ગુજરાતના બોટાદ જિલ્લાની અંદર જે ઝેરી દારૂ કાંડ સામે આવ્યો ત્યારબાદ ગુજરાતની તમામ શહેર પોલીસ અને જિલ્લા પોલીસ દારૂ વેચતા અને સપ્લાય કરતા લોકો ઉપર તવાઈ બોલાવવામાં આવી છે ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સતત દેશી દારૂ અથવા વિદેશી દારૂની હેરાફેરી કરતા લોકો સામે લાલ આંખ કરી છે. અને સતત આવા લોકો સામે ગુના નોંધી અને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. ત્યારે સુરત શહેરનો પુણા પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો, ત્યારે તેઓને મળેલી બાતમી મળી હતી કે, રાજસ્થાનથી એક લકઝરી બસ નં. RJ-27-PB-2745માં ચોરખાનુ બનાવીને દારૂ લાવવામાં આવી રહ્યો છે.

આ બસ સીમાડા ચેક પોસ્ટ ઉપરથી પરવત પાટીયા આવવાની છે, તેવી માહિતી મળતા પોલીસે પુણા કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન જ ગાડી નંબર જોઇને આશાપુરી લકઝરી બસ અટકાવી હતી. બસમાં સવાર ડ્રાઇવર અને ક્લીનર નામે રતનસિંહ રાયસિંહ રાઠોડ, મહેન્દ્ર બાબુસિંહ રાજપુતની પુછપરછ કરીને ગાડીની તપાસ કરવામાં આવી હતી. ગાડીની ડીકીમાં કશુ જ નહીં મળતા પોલીસે બસના સોફા ચેક કરવાનું શરૂ કર્યું હતું, જેમાં બસના છેલ્લા ડબલના સોફાની નીચે પ્લાસ્ટીકના કોથળામાં પ્લાસ્ટીકના પાઉચો બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે સોફામાં ચોરખાના બનાવીને સંતાડાયેલો રૂા.4.82 લાખની કિંમતના 4824 દારૂના પાઉચ પકડી પાડ્યા હતા.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

આમ પુણા પોલીસે આ બંનેની પુછપરછ કરતા તેઓએ કહ્યું કે, તેઓની બસ રાજસ્થાનના ઉદયપુરમાં પડી હતી, ત્યારે તેઓની ઓળખાણ વતનના મિત્ર નિર્ભયસિંહ સુખસિંહ રાજપુતની સાથે થઇ હતી. નિર્ભય ત્યાં દારૂનો વેપાર કરતો હતો અને તેણે રાજસ્થાનથી સુરત દારૂ મોકલવાની વાત કરી હતી. આ દારૂ સુરત લાવવા માટે નિર્ભયએ બંને યુવકોને રૂા.5-5 હજારની ઓફર કરી હતી. વધુ રૂપિયાની લાલચે બંને દારૂ લાવવા માટે સંમત થઇ ગયા હતા. બંનેએ ઉદયપુરથી દારૂ ભર્યા બાદ ઉદયપુરના ડુંભલગઢની પાસેથી પેસેન્જરો ભરીને સુરત આવ્યા હતા.પોલીસે દારૂ સહિત લકઝરી બસ મળી કુલ્લે રૂા.15 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો જ્યારે દારૂ આપનાર નિર્ભયને વોન્ટેડ જાહેર કરાયો હતો.

Published On - 8:22 am, Tue, 2 August 22

Next Article