Surat : RTE હેઠળ પ્રવેશ મેળવવા બે દિવસ લંબાવવામાં આવ્યા, જે બાળકો રહી ગયા છે તેમને તક આપવામાં આવશે

|

May 06, 2022 | 11:46 AM

કેટલાક વાલીઓ (Parents ) તેમની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં આવકના દાખલ સહિતના પુરાવાઓ ખોટી રીતે ઉભા કરીને ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે.

Surat : RTE હેઠળ પ્રવેશ મેળવવા બે દિવસ લંબાવવામાં આવ્યા, જે બાળકો રહી ગયા છે તેમને તક આપવામાં આવશે
Right To Education (Symbolic Image )

Follow us on

આરટીઈ (RTE)  હેઠળ ધોરણ-1 માં સુરત ખાતે 8049 બાળકોના (Children ) પ્રવેશ કન્ફર્મ થયા હતા. જ્યારે 648 પ્રવેશ લેવાના બાકી છે. શાળામાં પ્રવેશ (Admission ) લેવા માટે બે દિવસ લંબાવવામાં આવ્યા છે. હવે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પોતાના સંતાનોને પ્રવેશ આપવા માંગતા વાલીઓ સાત તારીખ સુધી શાળા ખાતે બાળકના પ્રવેશ મેળવી શકશે.

રાઇટ ટુ એજયુકેશન આરટીઇ હેઠળ ધોરણ-1 માં ખાનગી શાળામાં વિનામૂલ્ય પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં સુરત ખાતે પાંચમી મે, 2022 સાંજે પાંચ વાગ્યા સુધીમાં 8049 બાળકોના પ્રવેશ શાળામાં કન્ફર્મ થયા હતા. જ્યારે 42 પ્રવેશ કેન્સલ અને 648 પ્રવેશ મેળવવાના બાકી છે. શાળા ખાતે પ્રવેશ મેળવવા માટે બે દિવસ લંબાવવામાં આવ્યા છે.હવે વાલીઓ વિવિધ ખાનગી શાળા ખાતે 7મી મે સુધી બાળકના પ્રવેશ મેળવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઈ અંતર્ગત મનપસંદ શાળામાં પ્રવેશ મેળવવા માટે ઘણા માલેતુજાર વાલીઓ ઓન પેપર ગરીબ બન્યા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. વાલીઓએ આવકના દાખલા સહિતના ડોક્યુમેન્ટ્સ ખોટી રીતે બનાવી ઓનલાઇન ફોર્મ ભર્યા હોવાની શાળા સંચાલકોની ફરિયાદને ડી.ઇ.ઓ દ્વારા ચકાસણી કરવાની પણ શરૂઆત કરવામાં આવી છે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

જે બાળકો રહી ગયા છે, તેઓને ખાલી બેઠકો માટે પસંદગીની તક અપાશેઃડો.એસ.પી.ચૌધરી

રાજ્યના નાયબ નિયામક પ્રાથમિક શિક્ષણ ડો. એસ. પી ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યમાં આરટીઇના પ્રથમ રાઉન્ડમાં 64,463 પ્રવેશ ફાળવણી કરવામાં આવી હતી. તેમાંથી 5 મી મે સુધી 57,875 બાળકોના પ્રવેશ કન્ફર્મ થયા હતા. પ્રવેશ લેવા માટે બે દિવસ લંબાવવામાં આવ્યા છે. બીજો રાઉન્ડ ક્યારે શરૂ થશે તે માટે કહ્યું હતું કે જે બાળકો રહી ગયા છે. તેઓને ખાલી જગ્યા માટે પુનઃ પસંદગીની તક આપવામાં આવશે. પુનઃ પસંદગી કર્યા બાદ સેકન્ડ રાઉન્ડ જાહેર થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક વાલીઓ તેમની આર્થિક પરિસ્થિતિ સારી હોવા છતાં આવકના દાખલ સહિતના પુરાવાઓ ખોટી રીતે ઉભા કરીને ઓનલાઈન ફોર્મ ભરતા હોય છે. જેથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આરટીઈ હેઠળ આવતી અરજીઓ સાથેના પુરાવા સાચા છે કે ખોટા તેની તકેદારી ખાસ રાખવામાં આવી હતી. જેથી કોઈ ગરીબ વિદ્યાર્થીને શિક્ષણ મેળવવામાં અન્યાય ન થાય.

Next Article