Surat : લૂંટના ઇરાદે ફરતા બે આરોપીને પોલીસે ઝડપી લીધા, અનેક ગુનાના ભેદ ઉકેલાયા

|

Dec 23, 2022 | 5:07 PM

સુરત (Surat) શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. તેવામાં શહેરમાં ખાસ કરીને કેટલાક રીઢા ગુનેગારો લૂંટ કરવામાં પંકાયેલા છે અને માત્ર રાહદારીઓને લૂંટે છે. ત્યારે આવા જ લૂંટના કિસ્સામાં પુણા પોલીસે બે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે.

Surat : લૂંટના ઇરાદે ફરતા બે આરોપીને પોલીસે ઝડપી લીધા, અનેક ગુનાના ભેદ ઉકેલાયા
લૂંટના ઇરાદે ફરતા બે આરોપી ઝડપાયા

Follow us on

સુરતમાં દિવસે દિવસે ગુનાખોરીમાં વધારો થતો જઇ રહ્યો છે. સુરતમાં વધુ એક લૂંટની ઘટના સામે આવી છે. સુરત શહેરના પુણા સારોલી રોડ પર રાહદારીઓને ટાર્ગેટ કરી ચપ્પુની અણીએ મોબાઈલ તથા રોકડ રૂપિયાનો લૂંટ કરતા બે વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યા છે. પુણા પોલીસે બાતમીના આધારે આ બંને આરોપીને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી અને પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ

સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે. તેવામાં શહેરમાં ખાસ કરીને કેટલાક રીઢા ગુનેગારો લૂંટ કરવામાં પંકાયેલા છે અને માત્ર રાહદારીઓને લૂંટે છે. ત્યારે આવા જ લૂંટના કિસ્સામાં પુણા પોલીસે બે આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી છે. પુણા સારોલી રોડ પર છેલ્લા ઘણા સમયથી એવી બૂમ પડી રહી છે કે રાહદારીઓને ટાર્ગેટ કરીને લૂંટ કરવામાં આવે છે અને કેટલાક ઈસમો ચપ્પુની અણીએ લૂંટ કરવામાં આવે છે. ત્યારે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

CCTVના આધારે આરોપી પકડાયા

તાજેતરમાં જ સુરત પોલીસને બાતમી મળી હતી કે, પુણા વિસ્તારમાં બે વ્યક્તિ લૂંટ કરવાના ઇરાદે ફરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે બે આરોપીને પકડી પાડ્યા હતા. જ્યારે જે જગ્યાએ ઘટના બની હતી, ત્યાં આજુ બાજુના સીસીટીવી જોતા એક સ્પોર્ટસ બાઈક પર આવતા ઈસમો દેખાય છે. આ સીસીટીવીના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પુણા પોલીસે આ બંને ઈસમોને ઝડપી પાડી  પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીઓ કેટલાય સમયથી વિવિધ વિસ્તારોમાં ફરીને લૂંટ કરે છે. ખાસ રાહદારીઓ જે ચાલવા નીકળ્યા હોય અને ખાસ કરીને રાત્રિના સમયે સુમસામ રસ્તા પર જતાં હોય તે લોકોને એડ્રેસ પુછવા બાબતે ઉભા રાખતા હતા અને બાદમાં એકલ દોકલ વ્યક્તિને પકડી ચપ્પુ બતાવીને રોકડા રૂપિયા અથવા મોબાઈલની લૂંટ કરી ફરાર થઇ જાય છે. જો કે વધુ પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, પકડાયેલા આરોપી રીઢા ગુનેગાર છે અને વરાછા, કતારગામ અને કામરેજ જેવા વિસ્તારમાં લૂંટને અંજામ આપી ચુક્યા છે. જે આધારે પુણા પોલીસે આરોપી અંકિત રામજી ડાંગોદરા અને પિયુષ ઉર્ફે અલ્લુ ગોરસવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article