Surat : આ દિલ્હીનો નહીં, સુરતનો India Gate છે, સુરતીઓનો સેલ્ફી પોઇન્ટ
ખાસ વાત એ છે કે પહેલી નજરે તે દિલ્હીના ઈન્ડિયા ગેટ જેવું લાગે છે. તેની સાઈઝ અને તેનું ફિનિશિંગ પણ અદ્દભુત છે. રાત્રે ત્રિરંગાની રોશનીથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે.
છેલ્લા 10 દિવસથી સુરતના વનિતા વિશ્રામ ખાતે હુનર હાટનું (Hunar Hatt ) આયોજન કરવામાં આવ્યું છે. જેને સુરતવાસીઓ તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારના લઘુમતી મંત્રાલય દ્વારા દેશના અલગ અલગ રાજ્યોના શહેરોમાં આ હુનર હાટનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આયોજકોનું માનીએ તો સુરતમાં જે લોકોનો પ્રેમ અને સહકાર મળ્યો છે, તે હજી સુધી અન્ય રાજ્યોના કોઈ શહેરોમાં મળ્યો નથી.
અહીં 300 જેટલા સ્ટોલ લાગ્યા છે જેમાં અલગ રાજ્યોના કલાકારોએ પોતાનું હુનર દર્શાવતા સ્ટોલ મુક્યા છે. જે તે રાજ્યોની જાણીતી અને પ્રખ્યાત વસ્તુઓને એક પ્લેટફોર્મ આપવાની સાથે ત્યાંના કલા કારીગરોના હુન્નરને સુરતીઓએ ખુબ વધાવી લીધો છે. જેને કારણે આ કારીગરોને સારી એવી આવક પણ પ્રાપ્ત થઇ છે. અહીં સ્ટોલ ઉપરાંત ઘણા આકર્ષણના કેન્દ્રો પણ છે.
સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં “ઇન્ડિયા ગેટ” સેલ્ફી પોઇન્ટ બની ગયો છે. સુરતના વનિતા વિશ્રામ મેદાનમાં બનેલો આ ઈન્ડિયા ગેટ લોકોનું ધ્યાન તો ખેંચે જ છે પણ પહેલી નજરે મૂંઝવણ પણ સર્જે છે. દિલ્હીના ઈન્ડિયા ગેટની જેમ જ, હુનર હાટનો આ “ઈન્ડિયા ગેટ” લોખંડ, લાકડા, પ્લાસ્ટિકના ભંગાર અને માટીમાંથી બનાવવામાં આવ્યો છે. કુશળ કારીગરોએ ઘણા દિવસોની મહેનતથી તેને તૈયાર કર્યું છે. આ ઈન્ડિયા ગેટ ‘વેસ્ટ ટુ સ્કીલ’નું અનોખું ઉદાહરણ છે.
ખાસ વાત એ છે કે પહેલી નજરે તે દિલ્હીના ઈન્ડિયા ગેટ જેવું લાગે છે. તેની સાઈઝ અને તેનું ફિનિશિંગ પણ અદ્દભુત છે. રાત્રે ત્રિરંગાની રોશનીથી તેની સુંદરતામાં ચાર ચાંદ લાગી જાય છે. હુનર હાટમાં આવનાર ભાગ્યે જ કોઈ હશે જેને સુરતનો આ ‘ઈન્ડિયા ગેટ’ જોઈને આશ્ચર્ય ન થયું હોય. લોકો અહીં આવીને સેલ્ફી લે છે અને તેની સામે તસવીરો ખેંચે છે. જેમણે દિલ્હી જઈને ઈન્ડિયા ગેટ જોયો છે, તેઓ આ ‘ઈન્ડિયા ગેટ’ જોઈને તેમની દિલ્હીની જૂની યાદો જોડે છે.
આ ઉપરાંત, હુનર હાટમાં “કચરાથી કૌશલ્ય” થીમ સાથે એક ઘોડો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો છે, જે પણ લોખંડના ભંગારોને સરસ રીતે જોડીને બનાવવામાં આવ્યો છે. આ ઘોડો પણ હુનર હાટમાં આવતા લોકોનો પ્રિય સેલ્ફી પોઈન્ટ છે.
આ પણ વાંચો : Surat: તક્ષશિલા અગ્નિકાંડમાં હાઈકોર્ટે બિલ્ડર હસમુખ વેકરિયાને આપ્યા શરતી જામીન, વાલીઓને ચુકવવું પડશે આટલું વળતર
આ પણ વાંચો : OMICRON : સુરતમાં ઓમિક્રોનનો વધુ એક કેસ નોંધાયો, રાજ્યમાં કુલ 11 કેસ થયા