Surat: કારખાનામાં ચાની ચુસ્કી લેનાર થઈ જાઓ સાવધાન! કારીગરોને બેભાન કરી ચોરીને આપ્યો અંજામ

|

Jun 12, 2023 | 6:20 PM

સુરતમાં હીરાના કારખાનામાં છ મહિના પહેલા કામે લાગેલા કર્મચારીએ આઠ કારીગરોને ચામાં કેફી પીણું પીવડાવી બેભાન કરી 11.47 લાખના હીરાની ચોરી કરી હતી. CCTVના આધારે પોલીસે ચોરને ઝડપી પાડ્યો છે. 

Surat: કારખાનામાં ચાની ચુસ્કી લેનાર થઈ જાઓ સાવધાન! કારીગરોને બેભાન કરી ચોરીને આપ્યો અંજામ

Follow us on

Surat: કતારગામ ખાતે આવેલા હીરાના કારખાનામાં (Diamond factories) કામ કરતા કારીગરે વહેલી સવારે કારખાનામાં કેફી દ્રવ્ય ચામાં ભેળવી આઠ કારીગરોને પીવડાવી બેભાન કર્યા હતા. કારખાનામાં રહેલા 11.47 લાખના હીરા ચોરી કરી નાસી ગયો હતો. ઘટના બાદ કારખાનાના કર્મચારીઓએ CCTV જોતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જે બાદ ભોગ બનેલા કારીગરોએ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના કલાકમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.

કતારગામ ખાતે મણીનગર સોસાયટીમાં રહેતા 39 વર્ષીય મેહુલભાઈ નાગજીભાઈ વાણીયા કે જેઓ મૂળ ભાવનગરના વતની છે. આ સમગ્ર સ્થિતિને લઈ કતારગામ પોલીસ સ્ટેશનમાં આરોપી નરેશભાઈ મોહનભાઈ માળીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કારખાનામાં 30 માણસોનો સ્ટાફ કામ કરે છે.

સવારના સમયે ઓફિસમાં કામ કરતા કલ્પેશ ભાઈએ ઓફિસનો દરવાજો કોઈ ખોલતું નથી તેમ જણાવતા મેહુલભાઈ નામના વ્યક્તિ ઓફિસ પહોંચી ગયા અને તેમને ઓફિસમાં પહોંચીને સીસીટીવીમાં જોતા સમગ્ર ઘટના અંગે ખુલાસો થયો હતો. જેમાં રાત પાળીમાં કામ કરતો કારીગર નરેશ માળીએ વહેલી સવારે ચા બનાવી અને તેમાં કેફી દ્રવ્ય ભેળવી આઠેક માણસોને બેભાન કરી નાખ્યા હતા.

Clove Water Benefits : માત્ર 4 લવિંગનું પાણી પીવાથી આ બીમારીઓ થશે છૂમંતર
Get Rid From Rat : ઉંદરોને ભગાડવા માટે જાણો લવિંગનો પ્રાકૃતિક ઉપાય
યુઝવેન્દ્ર ચહલ ધનશ્રી વર્માથી ઉંમરમાં કેટલો મોટો છે, જાણો
ઠંડીની સિઝનમાં ગુલાબના છોડની ખાસ કાળજી રાખવા ફોલો કરો આ 6 ટિપ્સ
Knowledge : Delhi કે Mumbai, સૌથી વધુ એરપોર્ટ ક્યાં છે?
જયા કિશોરીનું સાચું નામ શું છે?

આ પણ વાંચો : વાવાઝોડાને લઈ સુરત જિલ્લાના 42 ગામો એલર્ટ, મંત્રી મુકેશ પટેલે ડભારીના ગામોની લીધી મુલાકાત

સોગંદ આપી ચા પીવડાવી

જે લોકો ચા નહીં પીતા હોય તેમને પણ માતા-પિતા તથા માતાજીના સોગંદ ખવડાવી ચા પીવડાવી બેભાન કર્યા હતા. ઓફિસમાં અલગ અલગ હીરાને કાપવાના ચાર મશીન છે, જેમાં ચારેય મશીન પર પડેલા ફોરપી સરીનના પ્રોસેસનો માલ આશરે 2700 કેરેટ જેની કિંમત 11.47 લાખ છે, જે માલ ચોરી કરી કારખાનાને બહારથી લોક કરી દીધું હતું. અંદર બેભાન થયેલા કારીગરોને અંદર જ પૂરી દીધા હતા. જેથી કતારગામ પોલીસે આ અંગે ફરિયાદથી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લઈને સો ટકા મુદ્દે માલ કબજે કર્યો હતો.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article