Surat : પરીક્ષા પહેલા પેપર ફુટી ગયુ ! મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત પહેલા સેન્ટ્રલ ઝોનની વર્ષો જૂની દબાણની સમસ્યા એક જ દિવસમાં દૂર

|

Jun 14, 2022 | 1:53 PM

લોકોનું (Public )કહેવું છે કે નેતા અધિકારીઓની મુલાકાત સિવાય પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે દિશામાં કોર્પોરેશને કામ કરવાની જરૂર છે. 

Surat : પરીક્ષા પહેલા પેપર ફુટી ગયુ ! મ્યુનિસિપલ કમિશનરની મુલાકાત પહેલા સેન્ટ્રલ ઝોનની વર્ષો જૂની દબાણની સમસ્યા એક જ દિવસમાં દૂર
Encroachment problem solved in Central Zone (File image )

Follow us on

સુરતના સેન્ટ્રલ (Central ) ઝોનમાં કાપડ માર્કેટથી ધમધમતા બેગમવાડી (Begamvadi ) વિસ્તારમાં વહેલી સવારથી દબાણ(Encroachment ) હટાવવા માટેની કામગીરીથી સ્થાનિકોમાં વર્ષો જુની સમસ્યાથી રાહત મળી હોવાની લાગણી પ્રસરી જવા પામી હતી. અલબત્ત, આ રાહતની લાગણી ત્યારે ઠગારી સાબિત થઈ જ્યારે તેઓને ખબર પડી કે મ્યુનિ. કમિશનર આ વિસ્તારની મુલાકાતે આવનાર હોવાથી સેન્ટ્રલ ઝોન દ્વારા હંગામી ધોરણે દબાણો દુર કરવામાં આવ્યા છે.

દબાણો માટે જાણીતા થયેલા સેન્ટ્રલ ઝોનના બેગમવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી કાપડ માર્કેટો અને ભારે ટ્રાફિકને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છાશવારે આ સંદર્ભે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા સમસ્યાના કાયમી સમાધાન સંદર્ભે કોઈ કામગીરી કરવામાં આવી નથી. અલબત્ત, આજે ખુદ મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાની બેગમપુરા ખાતે પમ્પીંગ સ્ટેશનની મુલાકાતે આવનાર હોવાને કારણે સેન્ટ્રલ ઝોનનું દબાણ ખાતુ સફાળું જાગી ગયું હતું.

મ્યુનિસિપલ કમિશનર બંછાનીધી પાનીની મુલાકાતને પગલે વહેલી સવારથી બેગમવાડી ખાતે મેઈન રોડ પર ચ્હા – નાસ્તા અને ચાઈનીઝની લારી સહિતના દબાણો દુર કરી દેવામાં આવતાં લોકોમાં પણ કુતુહલ સર્જાવા પામ્યું હતું. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ચૌટા બજાર, ઝાંપા બજારની જેમ બેગમવાડી વિસ્તારમાં પણ ટ્રાફિકની સમસ્યા થી લોકો ખુબ ત્રસ્ત થઇ ગયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વિસ્તારમાં દબાણ હટાવવાની પાલિકાની કામગીરી અત્યાર સુધી સફળ થઈ શકી નથી. આ વિસ્તારમાં ચાની દુકાનો સામે આડેધડ વાહન પાર્ક થવા ઉપરાંત, લોકો જાહેર રસ્તા પર જ ટ્રાફિકને નડતરરૂપ લારીઓ લઈને ઉભા રહે છે. આ સિવાય સાંકડી ગલીઓ હોવાથી અનેક વાહનચાલકો રોંગ સાઈડ ગાડીઓ ચલાવે છે તેથી અહીં ટ્રાફિક સમસ્યામાં બમણો વધારો થઈ રહ્યો છે.

આ વિસ્તારમાં લોકો લાંબા સમયથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ માગી રહ્યા છે. પરંતુ માથા ભારે દબાણ કરનારા તત્વો સામે પાલિકા તંત્ર પણ લાચાર દેખાઈ રહ્યું છે. અહીં દબાણ કરનાર એટલા બેફામ બની ગયા છે કે લોકોએ વાહન ચલાવવું મુશ્કેલ થઇ રહ્યું છે. આવા વિસ્તારમાં પાલિકા તંત્ર અચાનક ત્રાટકયું હતું અને રસ્તા પરના બધા જ દબાણ દુર કરી દીધી હતા. અચાનક પાલિકા તંત્ર એ દબાણ દુર કરી દેતા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. ત્યાર પછી લોકોને જાણ થઈ હતી કે આ વિસ્તારમાં આવેલા પમ્પીંગ સ્ટેશનની મુલાકાતે મહાનગરપાલિકાના કમિશનર આવવાના હતા તેથી પાલિકાએ દબાણ હટાવી લીધા છે.

આ વિસ્તારના લોકો લાંબા સમયથી દબાણ દુર કરવા માટે માગણી કરી રહ્યાં છે પરંતુ સુરત મ્યુનિસિપલ કમિશનર મુલાકાતે આવતા હોય ત્યારે જ દબાણ દુર કરવામાં આવ્યા છે. લોકોનું કહેવું છે કે નેતા અધિકારીઓની મુલાકાત સિવાય પણ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે દિશામાં કોર્પોરેશને કામ કરવાની જરૂર છે.

Published On - 12:58 pm, Tue, 14 June 22

Next Article