Surat : સુરતની સિદ્ધિ હવે અંતરિક્ષ સુધી, પ્રદુષણ પર ડેટા એકત્ર કરવા શહેરમાં બન્યો વિશ્વનો સૌથી નાનો અને હલકો ઉપગ્રહ

સુરતી યુવાનોએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે કામ કરતી એજન્સી અશાઈનના સહયોગથી સુરતી ઉપગ્રહ તૈયાર કર્યો છે. ઉપગ્રહ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષાની આસપાસ ફરશે અને આબોહવાની પરિસ્થિતિઓ તેમજ વાતાવરણમાં દબાણની સ્થિતિ અને હવામાં પ્રદૂષણ અંગે ડેટા મોકલશે.

Surat : સુરતની સિદ્ધિ હવે અંતરિક્ષ સુધી, પ્રદુષણ પર ડેટા એકત્ર કરવા શહેરમાં બન્યો વિશ્વનો સૌથી નાનો અને હલકો ઉપગ્રહ

સુરતે હવે અંતરિક્ષ ક્ષેત્રમાં (Space) પણ પ્રગતિ કરવાનું શરૂ કર્યું છે. સુરતમાં બનાવેલો હોકસેટ ઉપગ્રહ (satellite) પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષામાં ભ્રમણ કરશે અને પ્રદૂષણ પર ડેટા એકત્ર કરશે. તેમજ તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રના ડેટા પર નજર રાખશે. વજન અને કદની દ્રષ્ટિએ તે અત્યાર સુધીનો સૌથી નાનો અને હલકો ઉપગ્રહ છે. આ ઉપગ્રહ તૈયાર છે અને ટીમ હવે તેના પ્રક્ષેપણની તૈયારીઓ કરી રહી છે. આગામી વર્ષ 2024 સુધીમાં હોકસેટને લોન્ચ કરવા માટેની તૈયારી કરી છે.

 

ઉપગ્રહને સુરત ઉપર સ્થિર કરવા પ્રયાસ 

સુરતી યુવાનોએ સ્ટાર્ટઅપ ક્ષેત્રે કામ કરતી એજન્સી અશાઈનના સહયોગથી સુરતી ઉપગ્રહ તૈયાર કર્યો છે. ઉપગ્રહ પૃથ્વીની નીચલી આંતરિક ભ્રમણકક્ષાની આસપાસ ફરશે અને આબોહવાની પરિસ્થિતિઓ તેમજ વાતાવરણમાં દબાણની સ્થિતિ અને હવામાં પ્રદૂષણ અંગે ડેટા મોકલશે. જે સમયે તે પૃથ્વી ઉપર ફરતો હશે, તે જ વિસ્તારનો ડેટા અને ચુંબકીય ક્ષેત્રની સ્થિતિ જાણવી શક્ય બનશે અને તેને આપણી જરૂરિયાત મુજબ પણ મૂકી શકાય છે.

 

હાલ ટીમનું ધ્યાન તેને સુરતની ઉપર સ્થિત કરવા પર છે, જેથી સુરતને લાભ મળે. આ અંગે ટીમના અખિલેશ યાદવે કહ્યું કે” કોરોનાને કારણે હોકસેટના લોન્ચિંગમાં મોડું થયું હતું. અમે આ ઉપગ્રહ અન્ય મિત્રો નિવેદ, હરેશ અને હસન પત્રવાલા સાથે મળી તૈયાર કર્યો છે અને આ ઉપગ્રહ અમે વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગને સમર્પિત કર્યો છે.

 

સૌથી નાના ઉપગ્રહનો રેકોર્ડ અગાઉ 64 ગ્રામના ક્લાસમેટના નામે હતો 

સુરતમાં તૈયાર કરાયેલા આ ઉપગ્રહની ખાસિયત એ છે કે તે વિશ્વનો અત્યાર સુધીનો સૌથી નાનો અને હલકો ઉપગ્રહ છે. જે એજન્સીઓ દ્વારા ચકાસવામાં આવ્યો છે. તેના કદ અને વજન અંગે વર્લ્ડ રેકોર્ડ ઈન્ડિયા અને યુનિવર્સલ ફોરમે ટીમને આ અસરનું પ્રમાણપત્ર આપ્યું છે. અગાઉ તે રેકોર્ડ કલામસેટના નામે હતું. તેનું વજન 64 ગ્રામ અને કદ 3.8 સેમી ક્યુબ હતું.

 

શું છે આ હોકસેટ ઉપગ્રહની ખાસિયતો?

નામ- હોકસેટ 21
વજન – 29 ગ્રામ
કદ- 3.2 સેમી ક્યુબ
ઉંચાઈ- પૃથ્વી ઉપર 80થી 100 કિમી

 

આ પણ વાંચો: ત્રાહિમામ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી વધારો ઝીંકાયો, ભાવ 103 ને પાર! ક્યારે જાગશે સરકાર?

 

આ પણ વાંચો: કોણ હશે ગાંધીનગર મહાનગરપાલિકા નવા મેયર? આ બે દાવેદારો રેસમાં છે અવ્વલ, આજે થશે ફેસલો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati