Surat: ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ ટ્રેન બંધ થતા સ્થાનિકો મૂકાયા મુશ્કેલીમાં

|

Sep 25, 2022 | 3:00 PM

આદિવાસી વિસ્તાર એવા કોસંબામાં તો ખેતી સિવાય કમાણીનું કોઈ સાધન નહીં. એવામાં 62 કિમી દૂર આવેલું ઉમરપાડા યુવાનો માટે રોજગારીનો વિકલ્પ છે અને ખાનગી વાહનોમાં મુસાફરી મોંઘી પડે અને નેરોગેજ ટ્રેન બંધ હોવાને કારણે આસરમા, મોટામિયાં માંગરોળ, કોસાડી જેવા ગામોમાં સ્ટેશનો ખંડેર હાસલતમાં છે નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટે માંગણી કરી છે.

Surat: ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ ટ્રેન બંધ થતા સ્થાનિકો મૂકાયા મુશ્કેલીમાં
નેરોગેજ ટ્રેન ચાલુ રાખવા સ્થાનિકોની રજૂઆત

Follow us on

સુરત (Surat) નજીક ઓલપાડ પાસે ગાયકવાડ સમયથી ચાલતી નેરોગેજ ટ્રેન  (Narrow gauge train) આજથી બંધ થઈ જતા આદિવાસીઓ (Trible)ને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જ્યાં માત્ર 20-25 રૂપિયાના નજીવા ખર્ચે મુસાફરી થઈ શકતી હતી, ત્યાં આજે 150થી 200 રૂપિયા ખર્ચીને મુસાફરી કરવાની નોબત આવી છે. આદિવાસી વિસ્તારના આ સ્થાનિકો કે જે ઓછા ખર્ચે આવન જાવન શક્ય બનાવતી નેરોગેજ ટ્રેનની માંગ કરી રહ્યા છે.

ગાયકવાડી રાજાએ સુરત જીલ્લાના કોસંબાથી ઉમરપાડા સુધી પછાત અને આદિવાસી વિસ્તારના લોકોને આર્થિક રીતે પરવડે તેવી આ સુવિધા ઊભી કરી હતી. સમય સાથે શહેરો ગામડાને ગળી ગયા અને આજે આ વિસ્તારના સ્થાનિકો વંચિત હોવાનો અનુભવ કરી રહ્યા છે. અહીં સવાલ રોજગારીનો આવે છે કારણ કે આ વંચિત આદિવાસી વિસ્તાર એવા કોસંબામાં તો ખેતી સિવાય કમાણીનું કોઈ સાધન નહીં. એવામાં 62 કિમી દૂર આવેલું ઉમરપાડા યુવાનો માટે રોજગારીનો વિકલ્પ છે અને ખાનગી વાહનોમાં મુસાફરી મોંઘી પડે અને નેરોગેજ ટ્રેન બંધ હોવાને કારણે આસરમા, મોટામિયાં માંગરોળ, કોસાડી જેવા ગામોમાં સ્ટેશનો ખંડેર હાલતમાં છે નેરોગેજ ટ્રેન શરૂ કરવા માટે સ્થાનિકોની સાથે  સાથે વિરોધ પક્ષ પણ માંગ કરી રહ્યો છે.

દેશનો વિકાસ બુલેટ ગતિએ થઈ રહ્યો છે પણ આ વિસ્તારમાં તે ગતિ વર્ષોથી સ્થગિત લાગી. આદિવાસી પટ્ટામાં રહેતા આ ગામના લોકો કહે છે કે અમારા માટે તો આ નેરોગેજ લાઈનને મોટી કરી દો એ જ ઘણું. ત્યારે રાજકીય ઈચ્છા શક્તિ અને અદ્યતન ટેક્નોલોજી હોવા છતાં કામ ક્યાં અટક્યું છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

તો બીજી તરફ ગત વર્ષે દિવાળીના (Diwali) સમયમાં 110 વર્ષ જૂની બિલીમોરા વધઈ નેરોગેજ ટ્રેન (Narrow Gauge Train) પર્યટકોની પહેલી પસંદ બની હતી. પશ્ચિમ રેલવેએ 4થી સપ્ટેમ્બર 2021થી વિસ્તાડોમ એસીના એક કોચની સાથે ટ્રેનની શરૂઆત કરી હતી. જેમાં ત્રણ મહિનામાં ઓછામાં ઓછા 20,818 જેટલા મુસાફરોએ સફર કરી હતી અને રેલવેને તેનાથી 1.83 લાખની આવક થઈ  હતી.

Next Article