Surat: અડાજણ વિસ્તારમાં 20 દિવસથી ગંદુ પાણી આવવાની સમસ્યા, લોકો બીમારીમાં સપડાતા તંત્ર દોડતુ થયુ

|

Nov 02, 2022 | 12:44 PM

સુરતના (Surat) અડાજણના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે પાલિકાની ટીમ હજુ પણ પાણીના ફોલ્ટ શોધી શકી નથી.

Surat: અડાજણ વિસ્તારમાં 20 દિવસથી ગંદુ પાણી આવવાની સમસ્યા, લોકો બીમારીમાં સપડાતા તંત્ર દોડતુ થયુ
સુરતમાં દૂષિત પાણીની સમસ્યા

Follow us on

સુરત શહેરની અંદર હજુ પણ કેટલીક જગ્યાએ પીવાના પાણીની સમસ્યા સામે આવતી હોય છે. છેલ્લા એક મહિનાથી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મંદિરના આજુબાજુના ઘરોની અંદર પીવાના પાણીની અંદર સમસ્યાના કારણે 500થી વધુ પરિવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. સુરતના અડાજણના કેટલાક વિસ્તારોની અંદર છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યાને લઈને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. જો કે પાલિકાની ટીમ હજુ પણ પાણીના ફોલ્ટ શોધી શકી નથી.

સુરત શહેર સ્વચ્છતાની અંદર સૌથી મોખરે હોય છે પણ કેટલીક જગ્યાએ સુરત શહેરની અંદર હકીકત અલગ જોવા મળતી હોય છે. ત્યાં સુરતના અડાજન વિસ્તારમાં આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરને આજુબાજુની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટની અંદર છેલ્લા એક મહિનાથી પીવાના પાણીની અંદર ગંદીવાસ અને ગંદુ પાણી શરૂઆતમાં આવતું હોવાની ફરિયાદ ઉઠી રહી છે જેથી સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો છેલ્લા એક મહિનાથી કરી રહ્યા છે આ બાબતે સુરત મહાનગરપાલિકાના જે તે વિભાગને ફરિયાદ કરતા સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ અને ડ્રેનેજ વિભાગ છેલ્લા 15 દિવસથી ફોલ્ટ શોધવા માટે કામ કરી રહી છે છતાં પણ કોઈ નક્કર કામગીરી સામે આવતી નથી.

કરોડોના ખર્ચે લાવેલા મશીનથી પણ ફોલ્ટ ન મળ્યો

ગંગેશ્વર મહાદેવ મંદિરની આજુબાજુની 10 થી 15 સોસાયટીઓ અને ચારથી પાંચ બિલ્ડીંગની અંદર આ પાણીની સમસ્યા જોવા મળી રહી છે જ્યારે વહેલી સવારે પાણી આવે ત્યારે પાણીની અંદર ગંદીવાસ મારતી હોય છે અને ઇયળો નીકળતી હોવાની ફરિયાદ ઉઠી હતી. બાદમાં આજુબાજુની અંદર સોસાયટીની અંદર કેટલાક બીમારીના કેસો પણ સામે આવતાની સાથે જ સુરત આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બીજી બાજુ આ બાબતે ઉચ્ચ અધિકારીઓને જાણ થતા તાત્કાલિક ચારથી પાંચ ટીમો બનાવી આ પાણીના ફોલ્ટને શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. આમ તો સુરત મહાનગરપાલિકા દ્વારા અનેકવાર દાવા કરવામાં આવતા હોય છે કે, સુરત મહાનગરપાલિકા પાસે અનેક સાધનો પણ હોય છે ત્યારે આવા ફોલ્ટ મળતા નથી. ત્યારે આ સાધનો કોઈ કામ નથી લાગતા. જેથી સુરત મહાનગરપાલિકા દ્વારા લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે લાવેલા મશીનો પણ પડી રહેતા હોય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સ્થાનિક લોકો સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી આ સમસ્યાનો સામનો અહીંના લોકો કરી રહ્યા છે. જો આવનારા દિવસોની અંદર સુરત મહાનગરપાલિકા દ્વારા આનો કોઈ નિકાલ કરવામાં નહીં આવે તો સોસાયટી અને આજુબાજુના લોકો રહીશો ભેગા થઈ અને સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે મોરચો માંડી અને વિરોધ પ્રદર્શન કરશે.

Next Article