Surat : શહેરમાં ઈલેકટ્રીક વાહનોની પોલિસી રંગ લાવી, વાહનોની સંખ્યામાં થયો આટલો વધારો

|

Jun 23, 2022 | 9:15 AM

દેશમાં ઈલેક્ટ્રિક(Electric ) વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો. ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં આખા રાજ્યમાં સુરત શહેર ટોચનું સ્થાન ધરાવે છે.

Surat : શહેરમાં ઈલેકટ્રીક વાહનોની પોલિસી રંગ લાવી, વાહનોની સંખ્યામાં થયો આટલો વધારો
Electric vehicles in Surat (File Image )

Follow us on

સુરત મહાનગર પાલિકાની (SMC) ઈલેકટ્રીક વાહનો માટેની પોલીસીને (Policy ) કારણે શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની(Electric Vehicles ) સંખ્યામાં વધારો થવામાં ખૂબ મદદ મળી છે. સુરતમાં આઠ મહિના પહેલા ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યા જે 1000 હતી, હવે તે વધીને 11,500 જેટલી થઇ ગઈ છે. સુરત કોર્પોરેશને થોડા મહિના પહેલા જાહેર કરેલી ઈ-વ્હીકલ પોલીસીને ખૂબ સારો અને સફળ પ્રતિસાદ મળી રહ્યો છે. ઈ-પોલીસીની જાહેરાત પહેલા સુરતમાં 1,000 ઈ-વ્હીકલ હતા, ઈલેક્ટ્રિક વ્હીકલ હતા પણ પોલિસીના આઠ જ મહિનામાં ઈ-વ્હીકલની આ સંખ્યા વધીને 11,500થી વધુ થઈ ગઈ છે. પેટ્રોલ ડીઝલના મોંઘા ભાવથી પરેશાન લોકો હવે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યા છે.

નવેમ્બર 2021માં, દુબઈમાં વર્લ્ડ એક્સ્પોમાં યોજાયો હતો, જેમાં 190 જેટલા દેશોએ ભાગ લીધો હતો, જેમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-મોબિલિટી વિષય પર આ ઈવેન્ટમાં “સુરત સિટી ઈ-વ્હીકલ પોલિસી 2021″ની જાહેરાત કરી હતી.

સુરત દેશનું પ્રથમ ઈ-વ્હીકલ સીટી છે. નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંકે આ પોલિસીના આઠ મહિનામાં લોકોને ઈ-વાહનો ખરીદવા માટે પ્રોત્સાહિત કરવા માટે એક વ્યાપક ઈ-મોબિલિટી પ્લાન વિકસાવવા માટે એક વર્કશોપનું આયોજન કર્યું હતું. સુરત માટે નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંકના વર્કશોપમાં સુરતના મ્યુનિસિપલ કમિશનરે પ્રેઝન્ટેશન આપ્યું હતું. સુરત શહેર માટે વ્યાપક ઇલેક્ટ્રિક મોબિલિટી પ્લાન વિકસાવવા આ વર્કશોપનું આયોજન નીતિ આયોગ અને એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

નીતિ આયોગે યોજના તૈયાર કરવા માટે સુરત, લખનઉ અને કોલકાતાની પસંદગી કરી હતી. જે માટે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મૂળ ઉદ્દેશ્ય સુરતમાં ઈલેક્ટ્રિક વાહનોના પ્રચાર માટે એક પ્લેટફોર્મ બનાવવાનો હતો અને પડકારોને ઉકેલવા માટેના પ્રયત્નો અને ધીમે ધીમે ઈલેક્ટ્રિક મોબિલિટી પ્લાનમાં વધારો કરવાનો હતો. કમિશનર બંછાનિધિ પાનીએ ઈ-વ્હીકલ પોલિસી અને ઈ-વ્હીકલનો ઉપયોગ વધારવા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.

આગામી ચાર વર્ષમાં સુરતમાં 40 હજારથી વધુ ઈ-વ્હીકલ હશે

દેશમાં ઈલેક્ટ્રિક વાહનોમાં સુરતનો હિસ્સો એપ્રિલ 2022માં 3.0 ટકાથી વધુ હતો. ઈલેક્ટ્રિક વાહનોના રજીસ્ટ્રેશનમાં આખા રાજ્યમાં સુરત શહેર ટોચનું સ્થાન ધરાવે છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત ઇલેક્ટ્રિક વાહનોના લક્ષ્યાંકમાંથી 20 ટકા વાહનો એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વાહનો આગામી ચાર વર્ષમાં શહેરમાં હશે. સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં 150 ચાર્જિંગ સ્ટેશન બનાવવાનું કામ પણ શરૂ થઈ ગયું છે.

Next Article