Surat : પોલીસ કોન્સ્ટેબલે ડીસીપીના આઈડી પાસવર્ડનો દુરપયોગ કરીને, કરી નાંખ્યો આવો કાંડ, ખાતામાંથી મળ્યા 19 લાખ રૂપિયા

|

Aug 24, 2022 | 2:12 PM

આ ટોળકી લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR) મેળવવા અને વેચવામાં કથિત રીતે સામેલ છે એવા આ કેસમાં મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સામેલ અન્યને પકડવા માટે દરોડા હજી પણ ચાલુ છે. 

Surat : પોલીસ કોન્સ્ટેબલે ડીસીપીના આઈડી પાસવર્ડનો દુરપયોગ કરીને, કરી નાંખ્યો આવો કાંડ, ખાતામાંથી મળ્યા 19 લાખ રૂપિયા
Suspended Police Constable (File Image )

Follow us on

થોડા દિવસો પહેલા સુરતના (Surat )કાપોદ્રામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ(Constable ) વિપુલ રણછોડભાઈ કોરડીયાની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિપુલ નામનો આ કોન્સ્ટેબલ પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરીને ગુપ્ત રાહે સીડીઆર પુરા પાડતો હતો. જે બાબત સામે આવતાની સાથે જ દિલ્હી પોલીસ દ્વારા કાર્યવાહી કરીને સુરતના પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. તે પછી સુરત પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

વિપુલ નું પોસ્ટિંગ કાપોદ્રા માં હતું, પણ છેલ્લા 7 મહિનાથી તે ફરજ પર હાજર થતો પણ ન હતો. જોકે આ ગંભીર ગુનો ધ્યાનમાં આવતા દિલ્હી પોલીસ દ્વારા સુરતથી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરાતા સુરત પોલીસ પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે, કારણ કે એક તરફ ગૃહમંત્રી સુરતના છે, અને ગુજરાત પોલીસ કે સુરત પોલીસ ના વખાણ કરતા થાકતા નથી, ત્યાં આવી બાબત સામે આવતા પોલીસ માટે કાળી ટીળી સમાન કિસ્સો સાબિત થયો છે.

ડીસીપીના પાસવર્ડનો કર્યો દુરુપયોગ

દિલ્હીની ડિટેકટિવ એજન્સીને CDR વેચવાનો આ મામલામાં કાપોદ્રા ના કોન્સ્ટેબલ વિપુલના ખાતામાંથી 19 લાખ રૂપિયા મળી આવ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. અને દિલ્હી પોલીસ દ્વારા કોન્સ્ટેબલનું  બેન્ક ખાતું સિઝ પણ કરવામાં આવ્યું છે. વધુમાં એવી પણ માહિતી બહાર આવી છે કે સુરત ડીસીપીના આઈડી પાસવર્ડનો દુરુપયોગ કરીને વિપુલ નામનો આ કોન્સ્ટેબલ CDR વેચતો હતો. ચર્ચા મુજબ વિપુલ છેલ્લા 10 વર્ષથી CDR વેચવાનું કામ કરતો હતો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

એક સીડીઆર વેચવાના મળતા 25 હજાર

એક CDR વેચવાના તેને 25 હજાર રૂપિયા પણ મળતા હતા. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે આ ટોળકીએ 500થી વધુ CDR વેચ્યા છે. નોંધનીય છે કે દિલ્હી પોલીસને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે ડિટેક્ટીવ એજન્સીઓ અને પોલીસના એક રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે લોકોના કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર) મેળવવા અને વેચવામાં કથિત રીતે સામેલ છે એવા આ કેસમાં મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આ ગુનામાં સામેલ અન્યને પકડવા માટે દરોડા હજી પણ ચાલુ છે.

Next Article