Surat : મોબાઈલ સ્નેચરોની નવી મોડેસ ઓપરેન્ડી, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ વાંચે

|

Jun 17, 2022 | 10:51 AM

પોલીસ (Police )જવાનો દ્વારા પણ ચોરોની આ મોડેસ ઓપરેન્ડી ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે સાથે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને પણ સવિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. 

Surat : મોબાઈલ સ્નેચરોની નવી મોડેસ ઓપરેન્ડી, ટ્રેનમાં મુસાફરી કરતા લોકો ખાસ વાંચે
Mobile Snatcher (File Image )

Follow us on

આપણે અત્યાર સુધી જોતા આવ્યા છીએ કે મોબાઈલ(Mobile ) સ્નેચિંગ કરતા ચીટરો રોડ ઉપર પસાર થતા રાહદારીઓને બાઈક(Bike ) ઉપર આવી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ જતા હોય છે પણ હવે તો સ્નેચિંગ(Snatching) કરતા ચોર ઈસમોએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. લોકોના જીવ જોખમમાં મૂકી નદી ઉપર આવેલા બ્રિજ ઉપર ઊભા રહી ચાલુ ટ્રેને મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાના વીડિયો સામે આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી સોશિયલ મીડિયા ની અંદર કેટલાક વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેની અંદર ચાલુ ટ્રેનમાં મુસાફરો નદીના દ્રશ્ય પોતાના મોબાઈલમાં કેદ કરવા જતા હોય છે ત્યારે તેનો લાભ ઉઠાવી રેલવે બ્રિજ ઉપર પહેલેથી ઉભેલા મોબાઈલ સ્નેચરો ચાલુ ટ્રેને મુસાફરોને મોબાઇલ ઝૂંટવી લેતાં હોય છે. તેમજ તેઓ મુસાફરોના જીવ જોખમમાં મુકી દેતા હોય છે.

ત્યારે આવો એક વિડીયો સુરતના તાપી નદી રેલવે બીજનો હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મુસાફર તાપી નદીના દ્રશ્ય પોતાના મોબાઈલની અંદર કેદ કરવા જતો હોય છે ત્યારે દરવાજા ઉપર ઉભેલા મુસાફર મોબાઈલમાં પોતાના દ્રશ્ય કરતો તે દરમિયાન અચાનક જ એક વ્યક્તિ જે બ્રિજની રેલિંગ પર ઉભેલો હોય છે, તેને મુસાફરના હાથમાંથી આ મોબાઈલ લૂંટી લે છે. આ દ્રશ્ય કેમેરામાં પણ કેદ થયું છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

જોકે આવી ચોરી ફક્ત સ્નેચિંગ કરતા વ્યક્તિ માટે જ નહીં પણ મુસાફરો માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. ઘણા લોકોને ટ્રેનના દરવાજા પાસે ઉભા રહીને મોબાઈલ જોવાની કે મોબાઈલથી શૂટિંગ કરવાની આદત હોય છે, પણ આ આદત કેટલી ભારે પડી શકે છે, તે આ દ્રશ્યો પરથી સમજી શકાય છે.

હાલ સુરતના સોશિયલ મીડિયામાં આ વિડીયો ખુબ વાયરલ થયો છે. ત્યારે પોલીસ જવાનો દ્વારા પણ ચોરોની આ મોડેસ ઓપરેન્ડી ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે, સાથે સાથે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતા લોકોને પણ સવિશેષ સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.

Next Article