Hardik Patel : ”કોંગ્રેસ નેતાઓનું ફોકસ પ્રજાના પ્રશ્ન કરતા Mobileમાં વધુ”,હાર્દિકનો નેતાઓ પર પ્રહાર
હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસના (Congress) ટોચના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે. હાર્દિક પટેલે રાજીનામા સાથે પત્રમાં જણાવ્યુ છે કે કોંગ્રેસના નેતાઓને જનતાની સમસ્યા સાંભળવા કરતા તેમના મોબાઇલમાં વધુ રસ છે.

Hardik Patel Resign: હાર્દિક પટેલે (Hardik Patel) કોંગ્રેસમાંથી રાજીનામું (Resignation)આપવા સાથે પત્રમાં ભારોભાર નારાજગી ઠાલવી છે. હાર્દિક પટેલે કોંગ્રેસના (Congress) ટોચના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યા છે. હાર્દિક પટેલે રાજીનામા સાથે પત્રમાં જણાવ્યુ છે કે કોંગ્રેસના નેતાઓને જનતાની સમસ્યા સાંભળવા કરતા તેમના મોબાઇલમાં વધુ રસ છે. હાર્દિક પટેલે જણાવ્યુ છે કે તે જ્યારે પ્રજાના પ્રશ્નો લઇને કોંગ્રેસના ટોચના નેતાને મળવા જતા ત્યારે તે જનતાની સમસ્યા સાંભળવા કરતા મોબાઇલમાં ધ્યાન આપતા.
હાર્દિક પટેલે પત્રમાં કરેલો ‘મોબાઇલ’નો ઉલ્લેખ
કોંગ્રેસ પક્ષની ટોચની નેતાગીરીમાં કોઈપણ મુદ્દા પ્રત્યે ગંભીરતાનો અભાવ એ મોટો મુદ્દો છે. હું જ્યારે પણ પાર્ટીની ટોચની નેતાગીરીને મળતો ત્યારે એવું લાગતું હતું કે તેઓનું ધ્યાન ગુજરાત અને પક્ષની જનતાની સમસ્યાઓ સાંભળવા કરતાં તેમના પોતાના મોબાઇલ અને અન્ય બાબતો પર વધારે રહેતું. જ્યારે પણ દેશ મુશ્કેલીમાં હતો કે કોંગ્રેસને નેતૃત્વની સૌથી વધુ જરૂર હતી ત્યારે અમારા નેતાઓ વિદેશમાં હતા. ટોચનું નેતૃત્વ ગુજરાત પ્રત્યે એવું વર્તન કરી રહ્યું છે કે જાણે તેઓ ગુજરાત અને ગુજરાતીઓને નફરત કરતા હોય, તો કોંગ્રેસ કેવી રીતે અપેક્ષા રાખે છે કે ગુજરાતની જનતા તેમને વિકલ્પ તરીકે જોવે?
આ પહેલા ટ્વીટર પરથી હટાવ્યો હતો પોતાનો હોદ્દો
હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રત્યે નારાજગીના સૂર ઘણા સમયથી સાંભળવા મળી રહ્યા હતા. આ પહેલા હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પર એક આંખે ઉડીને વળગે તેવી વાત સામે આવી હતી. હાર્દિક પટેલે તેમના ટ્વીટર હેન્ડલ પરથી ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’ હટાવ્યું હતુ. આ લખાણ કયા કારણને લઇને હટાવાયુ હતુ તે એક ચર્ચાનો વિષય બન્યો હતો. હાર્દિક પટેલના ટ્વીટર હેન્ડલ પરથી હટેલુ ‘કાર્યકારી અધ્યક્ષ, ગુજરાત કોંગ્રેસ’નું લખાણ તેમની કોંગ્રેસ તરફની નારાજગીને સૂચવી રહ્યુ હોય તેવુ લાગી રહ્યુ હતુ. ત્યારે હવે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આ ચર્ચાઓનો અંત લાવી દીધો છે.