Surat : સુરતમાં સ્માર્ટ સીટી સમિટ, 100 શહેરોના મેયર મહેમાન બનશે

|

Mar 28, 2022 | 9:09 AM

મનપાના આયોજનમાં કોઇ કચાસ નહી રહી જાય તે માટે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહીતના અધિકારીઓ વચ્ચે સમિટને લઇ એક બેઠક મળી હતી . મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કરવામાં આવ્યું હતું.

Surat : સુરતમાં સ્માર્ટ સીટી સમિટ, 100 શહેરોના મેયર મહેમાન બનશે
Smart City Summit in Surat(Symbolic Image )

Follow us on

કેન્દ્ર સરકારની સ્માર્ટ સીટી (Smart City ) યોજનાની સમિટનું આયોજન આ વર્ષે સુરતમાં(Surat ) થવા જઇ રહ્યું છે . જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah ) ખાસ ઉપસ્થિતિ રહેશે . ત્રણ દિવસ ચાલનારા આ સમિટમાં પસંદગી પામેલા 100 સીટીના મેયર , કમિશ્નર સહીતના મહાનુભવો હાજરી આપશે . મનપા ખાતે મળેલી બેઠક દરમિયાન સમિટની તૈયારીને લઇ ચર્ચા કરવામાં આવી હતી . શહેરીજનોને તમામ પ્રકારની સુવિધા મળી રહે તે માટે સ્માર્ટસીટી યોજના અમલમાં મુકવામાં આવી છે . પસંદગી પામેલા 100 શહેરોમાં અમલીકરણ સ્માર્ટ સીટી યોજનાનું યોગ્ય રીતે થાય તે માટે દર વર્ષે શહેરો વચ્ચે સ્પર્ધા કરવામાં આવે છે . દરમિયાન વિવિધ કેટગરીમાં પસંદગી પામેલા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી સુરત મનપાને એવોર્ડ પ્રાપ્ત થઇ રહ્યો છે . આ સાથે દર વર્ષે એક મિટનું આયોજન પણ કરવામાં આવે છે .આ વર્ષે પ્રથમ વખત સુરત શહેરમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન થવા જઇ રહ્યું છે .

સરસાણા ખાતે આવેલા ચેમ્બર ઓફ કોમર્સના કન્વેન્શન હોલમાં આગામી 18 થી 20 એપ્રિલ દરમિયાન સેમીનાર યોજવામાં આવનાર છે . જેમા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વિશેષ ઉપસ્થિતિ રહશે . સમિટના પ્રથમ દિવસે પસંદગી પામેલા શહેરોને એવોર્ડ એનાયત કરવામાં આવશે . જયારે બીજા અને ત્રીજા દિવસે સમિટમાં ભાગ લેનાર મહેમાનો પોતાના મનપંસદ સ્થળની મુલાકાત લેશે .

સુરત શહેર માટે આ એક ગૌરવ લેવા જેવી વાત હોય મનપા દ્વારા સમિટની તૈયારી જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે .100 શહેરો માંથી આવનારા મહેમાનો માટે રહેવા , જમવા સહીતની વ્યવસ્થા લગભગ કરી દેવામાં આવી છે . મનપાના આયોજનમાં કોઇ કચાસ નહી રહી જાય તે માટે મનપાના મેયર સહિતના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશ્નર સહીતના અધિકારીઓ વચ્ચે સમિટને લઇ એક બેઠક મળી હતી . મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કરવામાં આવ્યું હતું. તેમજ તૈયારીનું પ્રેઝેન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આમ પહેલી વાર સુરતમાં સ્માર્ટ સીટી સમિટ નું આયોજન થવા જઈ રહ્યું છે. ત્યારે કોર્પોરેશન દ્વારા તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સ્માર્ટ સિટીની સ્પર્ધામાં અગ્રેસર રહેલા સુરત શહેરના અનેક પ્રોજેક્ટોની જાણકારી પણ સુરતના મહેમાન બનનાર અન્ય શહેરોના મેયર અને અધિકારીઓને આપવામાં આવશે.

આ પણ વાંચો :

Surat : ધોરણ 10-12ની બોર્ડની આજથી પરીક્ષા, સુરતમાં 1.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા

VNSGUની ઓનલાઇન પરીક્ષા ફેઈલ, પહેલા જ્યાં વિદ્યાર્થીઓ 30 ટકા માર્ક્સ મેળવતા હતા તે હવે 90 ટકા માર્ક્સ મેળવે છે !

Next Article