Surat : મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને બોલાવીને 6 વર્ષીય બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ

|

Jul 21, 2022 | 12:03 PM

કોર્ટે આરોપી (Accused ) સંતોષ ગુપ્તાને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો અને ભોગ બનનારને 1 લાખ વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો.

Surat : મોબાઈલમાં કાર્ટૂન બતાવવાના બહાને બોલાવીને 6 વર્ષીય બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
Surat District Court (File Image )

Follow us on

સુરતના (Surat ) પાંડેસરામાં પરિવારની અને મૂળ બિહારની (Bihar ) વતની  6 વર્ષીય બાળાને (Child ) મોબાઈલમાં કાર્ટુન બતાવી તેણીની સાથે દુષ્કર્મ કરવાના ગુનામાં પાડોશી યુવકને કોર્ટે તકસી૨વા૨ ઠેરવ્યો છે. અને 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો. આ ઉપરાંત સાથે સાથે ભોગ બનનારને રૂપિયા 1 લાખનું વળતર ચુકવવા પણ કોર્ટે આદેશ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, પાંડેસરા ખાતે બિહા૨વાસી પરિવાર રહેતો હતો. ગત તારીખ 5 ફેબ્રુઆરી, 2018ના રોજ આ પરિવારની બે બાળકીઓ અને એક બાળક ટ્યુશનેથી ઘરે આવી હોમવર્ક કરી રહ્યા હતા. ત્યારે પાડોશમાં રહેતા 29 વર્ષીય સંતોષ શ્રીરામ ગુપ્તા આ પરિવારના રૂમની ગેલેરીમાં ગયો હતો. અને  રૂમના દરવાજાની બાજુમાં ચાદર પાથરીને સુઈ ગયો હતો અને તે મોબાઈલમાં કાર્ટુન જોઈ રહ્યો હતો.

સંતોષ ગુપ્તા નામના નરાધમે મોબાઈલમાં કાર્ટુન જોવા આવેલી બાળકીને હવસનો શિકાર બનાવી હતી

જેથી હોમવર્ક કરી રહેલાં ત્રણેય બાળકો સંતોષ ગુપ્તા પાસે ગયા હતા અને મોબાઈલમાં કાર્ટુન જોવા લાગ્યા હતા. જો કે થોડી વારમાં ત્રણેય બાળકોને તેમની માતાએ હોમવર્ક ક૨વા માટે ફરીથી રૂમમાં બોલાવ્યા હતા. જેમાં મોટી દિકરી રૂમમાં ગઈ હતી અને 6 વર્ષીય બાળકી અને 3 વર્ષીય બાળક સંતોષના મોબાઈલમાં કાર્ટુન જોઈ રહ્યા હતા. તે દરમિયાન સંતોષ ગુપ્તાએ 6 વર્ષીય બાળકી સાથે દુષ્કૃત્ય કર્યું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ત્યારબાદ તે બાળકી રડતા-રડતા ઘરમાં ગઈ હતી. અને સંતોષ ગુપ્તાની હરકત અંગે આખી વાત તેણે તેની માતાને કહી હતી. બાળકીની વાત સાંભળીને તેની માતા પણ ચોંકી ઉઠી હતી. આ અંગે બાળકીની માતાએ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ સહિતનો ગુનો નોંધી આરાપી સંતોષ ગુપ્તાની ધરપકડ કરી હતી.

બાળકીને એક લાખ વળતર ચૂકવવા હુકમ :

આ કેસની સુનાવણી સુરત કોર્ટમાં ચાલી હતી. સરકાર તરફે એપીપી દિપેશ દવેએ દલીલો કરી હતી. આ ગુનામાં કોર્ટે આરોપી સંતોષ ગુપ્તાને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો અને ભોગ બનનારને 1 લાખ વળતર ચૂકવવા પણ હુકમ કર્યો હતો.

Next Article