Surat : લગ્નની લાલચ આપી તરુણી સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી

|

Sep 13, 2022 | 9:25 AM

માંગરોળના ખાડી ફળિયામાં રહેતા વિકાસ વસાવા, માર્ચ 2021મા તરુણીને લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ કોસંબા પોલીસ મથકે નોંધવામાં આવી હતી. 

Surat : લગ્નની લાલચ આપી તરુણી સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી
Surat District Court (File Image )

Follow us on

સુરત પોલીસ (Police ) વિભાગ અને ન્યાય તંત્ર બાળકીઓ પર થતા અત્યાચારને રોકવા માટે કટિબદ્ધ બન્યું છે. આવા કિસ્સાઓમાં આરોપીઓને (Accused ) પકડીને જલદી સજા થાય અને એવી ઉદાહરણરૂપ સજા થાય કે આવા ગુનાઓ પર રોક લગાવી શકાય તે દિશામાં ઝડપી ન્યાયિક પ્રક્રિયા કરવામાં આવી રહી છે, ત્યારે આવા જ એક કિસ્સામાં માંગરોળમાં સગીર કન્યાનું લગ્નની લાલચે અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપીને કોર્ટે તકસી૨વા૨ ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત પ્રમાણે માંગરોળમાં રહેતી 15 વર્ષિય તરૂણી ટ્યુબની કંપનીમાં કામ કરતી હતી. દરમિયાન આ તરૂણીની સાથે કામ કરતી અન્ય એક મહિલાનો તરૂણીની માતા ઉપર ફોન આવ્યો હતો અને કહ્યું કે, તરૂણી તેમજ માંગરોળના ખાડી ફળિયામાં રહેતા વિકાસ ભીખાભાઇ વસાવાની વચ્ચે પ્રેમસંબંધ છે. તમે બંનેના લગ્ન કરાવી આપજો. તરૂણીની માતાએ તેઓને કહ્યું કે, હાલમાં તેણીની ઉંમર લગ્ન કરવાની નથી, લગ્નની ઉમર થાય ત્યારે જરૂર લગ્ન કરાવી આપીશ. બાદમાં સાંજે ઘરે આવેલી તરૂણીને પ્રેમસંબંધ વિશે પુછતા તેણીએ વિકાસનું નામ આપ્યું હતું.

ત્યારબાદ ગત તા.09.03.2021ના રોજ મળસ્કે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તરૂણીની માતા ભેંસને ચારો નાંખવા માટે ઉઠ્યા હતા ત્યારે તરૂણી ઘરમાં હાજર ન હતી. તપાસ કરતા વિકાસ પણ મળી આવ્યો ન હતો. વિકાસ તરૂણીને લગ્નની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ કોસંબા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. પોલીસે વિકાસની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.

જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ

દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ દિપેશ દવેએ રજૂઆતો કરીને પીડિતાની ઉંમર નાની હોય, અને તેના ભોળપણનો ફાયદો ઉઠાવીને આરોપી તરૂણીનું અપહરણ કરી ભગાડી ગયો હતો અને તેણીની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો. તે જોતા આરોપીને વધુમાં વધુ સજા થાય તેવી દલીલો કરાઇ હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ આરોપી વિકાસને તકસીરવાર ઠેરવીને 20 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો. આમ નાની ઉંમરે તરૂણીઓને બહેલાવી ફોસલાવીને લગ્નની લાલચ આપનાર શખ્સો સામે માતાપિતાએ પણ ચેતવાની જરૂર છે.

Next Article